Book Title: Sardar Shreenu Jivan Karya Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 7
________________ ઘેરથી નીકળું, ત્યારે ખાવાનું લેવા માટે બેચાર આના આપે. પણ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ, એટલા માટે દાદીમાં અહીં સુધી મૂકી જતાં.' મૅટ્રિક થયા પછી પણ સરદારને આગળ અભ્યાસ ન કરવાની ખૂબ ઇચ્છા હતી. પરંતુ કૉલેજની કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. સરદારને આમ તો વિલાયત જઈ બૅરિસ્ટર થવાની પણ ખૂબ ઇચ્છા હતી. પરંતુ સરદાર કહે છે એમ, હું તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઇચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું.” આમ હોવા છતાં સરદારે મૅટ્રિક પછી “ડિસ્ટ્રિક્ટ પ્લીડર’નો ઘેર બેઠાં અભ્યાસ કર્યો. પછી વકીલાત કરતાં કરતાં થોડા થોડા પૈસા બચાવીને વિલાયત જઈ બૅરિસ્ટર થવાની તૈયારી કરી. છેવટે બૅરિસ્ટર થઈને આવ્યા, ત્યારે જ જંપ્યા. સરદાર શાળામાં ભણતા હતા, ત્યારનો એક પ્રસંગ સરદારના જીવનઘડતરમાં ઘણો મહત્ત્વનો ગણાય એવો છે. બાળપણના તેમના એક શિક્ષક એવા હતા કે તેમને વિદ્યાર્થી કશું પૂછે, તો તે ગુસ્સે થઈને કહેતા : ‘મને શું પૂછો છો? માંય માંય ભાગો.' આ સૂત્ર જાણે સરદારશ્રીના જીવનની ગુરુકિલ્લી બની ગયું હતું. સરદારશ્રીએ પોતાનું બધું ભણતર માંય માંય ભણીને જ કરેલું. ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66