Book Title: Sammetshikharjini Bhav Yatra Author(s): Harchand Khetsibhai Vora Publisher: Harchand Khetsibhai Vora View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામોંઘા અને મહામૂલાં મળેલા આપણા તીર્થનો મહિમા અપરંપાર છે... એની યાત્રા કરવાથી જ તો અઢળક પુણ્ય બંધાય... પણ એનું સ્પર્શન કરો, દર્શન કરો અરે માત્ર સ્મરણ કરી ને તો પણ જબ્બર લાભ પ્રાપ્ત થાય તેવું આપણા મહાપુરુષોએ જણાવ્યું છે. એમ કહેવાય છે કે શત્રુંજય તીર્થને અનુલક્ષીને વર્ષમાં આવતા અમુક દિવસો જેવાં કે કાર્તિકી પૂનમ, ફાગણ તેરસ, ચૈત્રી પૂનમ, અખાત્રીજ આદિના દિવસોમાં પ્રભુ શ્રી સીમંધર સ્વામી પણ પોતાની દેશનામાં શ્રી શત્રુંજય મહાતીર્થનું વર્ણન કરતાં હોય છે. તીર્થંકર પ્રભુની અમોઘવાણીમાં થતું શ્રી શત્રુંજય મહાતીર્થનું માત્ર વર્ણન સાંભળતાં ત્યાં ઉપસ્થિત પુણ્યાત્માઓ એવા તો ભાવવિભોર બની જાય છે, શત્રુંજયગિરિ પ્રત્યે માત્ર પોતાની કલ્પનાથી એવા ભાવિત બની જાય છે કે ત્યાં ને ત્યાં જ ઘનઘાતી ચારે ય કર્મોનો ભુક્કો બોલાવી તે જ ક્ષણે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. - હવે કલ્પના કરો કે જેના માત્ર સ્મરણમાં આટલી જબ્બર તાકાત તો એના દર્શનમાં, સ્પર્શનમાં કે પૂજનમાં કેવી જોરદાર તાકાત ધરબાયેલી હશે? For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90