Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad
View full book text
________________
જનની ઉફે માતા – Mother – “બા–મમ્મી મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ, સખિ! નહિ જડે રે લોલ...ટેક - ૧ પ્રભૂના એ પ્રેમ તણું પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ હાલના ભરેલાં એના વેણ રે, જનનીની ૦ ૩ દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સિંચેલ એની સેડય રે, જનનીની ૦ ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે, જનનીની ૦ ૫ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની ૦ ૬ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લ્હાણ રે, જનનીની ૦ ૭ ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માત રે, જનનીની ૦ ૮ ગંગાના નીર તો વધે – ઘટે રે લોલ, એક સરખે માના પ્રેમનો પ્રવાહ રે, જનનીની - ૯ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની - ૧૦ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, માની ચાંદનીના નહિ આથમે ઉજાસ રે,
જનનીની જોડ, સખિ ! નહિ જડે રે, લેલ. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e715ca7a0cff4ad520e6f07ebbb31e2a8012b2bf3fdaa5ff593f9f47c505d755.jpg)
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 366