SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જનની ઉફે માતા – Mother – “બા–મમ્મી મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ, સખિ! નહિ જડે રે લોલ...ટેક - ૧ પ્રભૂના એ પ્રેમ તણું પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ હાલના ભરેલાં એના વેણ રે, જનનીની ૦ ૩ દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સિંચેલ એની સેડય રે, જનનીની ૦ ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે, જનનીની ૦ ૫ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની ૦ ૬ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લ્હાણ રે, જનનીની ૦ ૭ ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માત રે, જનનીની ૦ ૮ ગંગાના નીર તો વધે – ઘટે રે લોલ, એક સરખે માના પ્રેમનો પ્રવાહ રે, જનનીની - ૯ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની - ૧૦ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, માની ચાંદનીના નહિ આથમે ઉજાસ રે, જનનીની જોડ, સખિ ! નહિ જડે રે, લેલ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy