________________
માતા-પિતાના ઉપકારની સ્તુતિ સુ ખ દા તા મા તા – પિતા બા ળ ના, ઉપકારી તે સમ નહિ હોય, નમે માત તાતને : ૧ દુખી દેખી સદા નિજ બાળને, અતિ દુઃખી હૃદયમાં જે હોય,
નમો માત તાતને. ૨ નવ માસ ઉદર માંહી રાખતાં, કરે માતા ઘણી સારવાર,
નમે માત તાતને. ૩ ભીનામાંથી સૂકામાં સૂવાડતાં, કે માતા તણે ઉપકાર,
નમે માત તાતને. ૪ કરી હેત હૈયામાં દાબતી, માતા હરખે હાલરડાં ગાય,
નમે માત તાતને. ૫ દુઃખ વેઠી સદા સુખ આપતી, કહે જનની કેમ વિસરાય,
નમે માત તાતને. ૬ પિતા પોષક પાળક આપણું, તેના અગણિત છે ઉપકાર,
નમે માત તાતને. ૭ પિતા પ્રેમથી બાળ પઢાવતા, જ્ઞાન – દાન અપાવે સાર,
નમે માત તાતને. ૮ માત-તાત એ જંગમ તીથ છે, કરો ભાવથી તેમની સેવ,
નમે માત તાતને. ૯ માત-તાતની ભક્તિ ભાવથી, મન રાખે કરવા ટેવ,
નમે માત તાતને. ૧૦ તે કુ-પુત્ર કુ-પુત્રી જાણવા, નવ રાખે જે વડીલનું માન,
નમે માત તાતને. ૧૧ સર્વે શિક્ષણ આ મન ધાર, કરો માત-તાત ગુણગાન.
નામે માત – તાતને. ૧૨ F
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org