Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 11
________________ રૌનક મહેલની રાજખટપટ તે ભાગ્યચકનું ફરવું! કયા સંજોગોમાં ઈક્રામ-ઉદ-દૌલા સાથે પરિચય. આ સર્વ વિચાર તેના મગજમાં એક પછી એક સ્વપ્રની માફક પસાર થઈ ગયા. તે ભાવને વિચાર કરવા લાગી. “શું તે પોતાની મુરાદ બર લાવી શકશે? શું નસીબનું મેણું તેને ઉન્નતિના શિખરપર મેલશે ? જે રાજવૈભવની તૃષ્ણા તેને અંતઃકરણમાં હતી તે બુઝાશે? જે પક્ષનું અવલંબન કર્યું છે તેને વિજય મળશે ખરે? ન મળે તો? તે પિતાનું શું થશે ?' એવી ચિતા તે રમણીના હૃદયમાં વિષ્ણુના ડેશની માફક વેદના કરતી હતી. થોડી વારમાં તેનું મન આશ્વાસન લેતું હતું કે, “કંઈ નહિ, જોઈ લેવાશે. અત્યાર સુધી ફાવી તેમ શા માટે નહિ ફાવું? સામા પક્ષને વિજય થશે તે મારું શું જવાનું છે? મને શું નુકસાન થવાનું છે? મેં કયારે રાજપાટ મેળવ્યું છે કે જવાથી મને હાનિ છે? સામા પક્ષમાં મળવાથી છે ભાગ્યલક્ષમી પ્રસન્ન થાય તેમ હશે તે મને તેમ કરતાં શી વાર છે? અત્યાર સુધીમાં મેં શું નથી કર્યું ? બળી એ ભવિષ્યની ચિંતા.. એટલામાં ચાંદ ત્યાં ફરીથી દાખલ થઈ, તેની વિચારમણિમાળાના મણકા વેરાઈ પડયા. તે બેલી: “ચાંદ!” “જી.” બા, જે, ઈશ્ચામુદૌલા શું કરે છે? જે તેઓ એકલા હેય તે ઇસારે આપ કે, દિવાનખાનાની ઉપરની બાજીના દાલાનમાં આ દાસી અપની રાહ જુએ છે.” ચદિ ચાલી ગઈ. જે સ્થાને ઇકામુલાને ઉતારે આપ્યું હતું ત્યાં આવી જોયું તે, ઈમામુદૌલા એક ગાલીચાપર પડ્યો હતો. તેણે પ્રવાસના કપડાં બદલી નાંખ્યાં હતાં. એક નાજુક ઇજાર અને શરીરપર દુધસમ àત પર ધારણ કર્યું હતું; માથાના કેશ ફ્યા હતા. તેણે બાંદીને જોતાં જ ઉંચી નજર કરી; બાંદીએ પણ કોઈ પાસે નથી, એ જોઈ લેવા દુષ્ટિ ચાર ફેરવી લીધી. બાંદીએ શિર કાવી નમન કરી કહ્યું – “આલી જહાં, સાહિબેઆલમ! બાનુસાહિબા અરજ ગુજારે છે કે, આપ દિવાનખાનાના દલાનમાં એમને દર્શન દઈ આભારી કરશે.” બાનુસાહિબા કેણુ?” જી, મહેરે આલમ ખયવિસા !” છે તે અહીં છે?” “જી, નામવર, આપના દિદારનાં દર્શનનાં ઇંતેજાર છે.” “વારૂ, તે જણાવે , તેમની ઇચ્છા એ મારે મન આજ્ઞા છે. હું એક ક્ષણમાં એમની તહેનાતમાં હાજર થઈશ.” બાંદી રૂખ્સત થઈ. ઈકામુદૌલાએ તરત જ જામે પહેર્યો, માથે પાગ બાંધ્યું, અને નિયત સ્થાને જવા તૈયાર થયો. આણી તરફ ચાંદે પિતાની શેઠાણીને ખબર આપી; તે પણ નાજુક પોશાક ધારણ કરી તે દાલાનમાં જઈ બેઠી. જે દાલાનમાં ખયરૂતિસા બેઠી હતી, તેની બાજુમાં એક ભીંતની અડેઅડ નાને એરડે હતે. આ એરડાને અયશના સામાનથી શણગારેલું હતું. મુલાયમ ગાલીચે પાથરેલ હત; તેનાપર ગાદી નાંખવામાં આવી હતી, અને તે પર ચંદની જેવી સફેદ મલમલી ચાદર બિછાવી હતી. એક બાજઠપર શિરાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 220