Book Title: Punya Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 9
________________ તો વિચાર આવે કે પૂણ્ય નથી માટે ન મલી પણ કેમ ન મલી ? શું થયું ? આવા વિચારો ન આવે એ કોના માટે બને ? સરળ સ્વભાવવાળા જીવો હોય એને ! એ વખતે જે મળ્યું હોય તેમાં મને આટલું પણ મળ્યું ને ? એમ સંતોષ માનવાનો હોય છે આથી જ પાપના ઉદયમાં સમાધિ રાખવાની છે. વર્તમાનમાં જેટલું પુણ્ય ભોગવીએ છીએ તેટલું ય પુણ્ય ભવાંતર માટે બંધાય છે ખરું? એનો કદી વિચાર કર્યો છે ? માટે જ દેવ, ગુરૂ, ધર્મની જેટલી આરાધના કરીએ છીએ તે વૈરાગ્ય પૂર્વક કરવાની છે જેનાથી પુણ્ય ગુણાકાર રૂપે બંધાતું જાય. જે સુખની સામગ્રી મને મળી છે તેના કરતાં હજી વધારે મેળવવાની ઇચ્છા થયા કરે છે માટે આ સુખનો રાગ ઇચ્છાઓથી મને દુઃખ પેદા કરે છે. આથી જ આ સામગ્રીનું સુખ એ સાચું સુખ નથી જરૂર આનાથી ચઢીયાતું સુખ-સારૂં સુખ બીજું હોવું જોઇએ એવો અવાજ આપણા આત્મામાંથી આવે છે ખરો ? સુખને હાશ કરવાથી ઉપયોગ કરતાં દુ:ખની પરંપરા વધે છે. માટે સુખને ઉપયોગમાં લેતાં એને ઓળખીને એનાથી સાવચેતી રાખીને ઉપયોગ કરવો કે જથી દુ:ખની પરંપરા વધે નહિ. પાપથી દુ:ખ આવે-પુણ્યથી સુખ મલે એમ જાણવાં છતાં જગતના જીવો જે પાપ કરે છે એ શેના માટે કરે છે ? દુ:ખ મેળવવા કે સુખ મેળવવા ? જો અધિક સુખ મેળવવા માટે પાપ કરીએ અને એ પાપથી પાછું દુ:ખ જ આવે તો પછી દુ:ખ વધારે ખરાબ કહેવાય કે સુખ વધારે ખરાબ કહેવાય ? જે ચીજ અનેક પ્રકારના પાપ કરાવીને આત્માને દુઃખી કરે એ ચીજ જ વધારે ખરાબ કહેવાયને ? તો એવી ચીજ કઇ છે ? તો સુખ અને સુખની સામગ્રી. તો પછી એ વધારે ખરાબ લાગે છે ? સુખના પદાર્થોમાં રાગ કર્યા વગર વૈરાગ્ય ભાવ પેદા કરીને જીવન જીવવાની શક્તિ આ વિચારથી પેદા થાય છે. આ વિચારોની જેટલી સ્થિરતા એટલું જીવન વધારે વૈરાગ્યવાળું હોય. આ વિચારણા જેના શાસન સિવાય બીજા કોઇ દર્શનમાં નથી માટે જ્ઞાની ભગવંતો આપણને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા પુણ્યથી મળેલું જેટલું સુખ ભોગવો એટલું દુઃખ વધશે આ વિચારણા આપણા અંતરમાં કેટલો ટાઇમ પેદા થાય ? ઘર આપણા માટે કેવું? છોડવા જેવું જ રહેવા જેવું નહિ જ કારણકે ઘર એ પાપનું સ્થાન છે. ઘરમાં મારાપણાની બુદ્ધિથી રહેવામાં પાપનો ઉદય છે એમ કહેવાય. છોડવા લાયક જ છે-નથી છોડી શકાતું છોડીને જીવન જીવવાની તાકાત નથી માટે બેઠા છીએ આવું જ જ્ઞાન જૈનકુળમાં જન્મેલા છોકરાઓને અપાય. સુખની ઇચ્છાથી સુખની તૃપ્તિ થતી નથી. સુખના પદાર્થો પૂયોદય હોય તો મલી પણ જાય તોયે બીજા પદાર્થોને મેળવવાની ઇચ્છાઓ તો ચાલુ જ રહે છે માટે જ્ઞાનીઓ એને સુખ કહેતા નથી. સુખ તો એવું હોવું જોઇએ કે જે મલ્યા પછી બીજી ઇચ્છાઓ પેદા જ ન થાય એવું સુખ દુનિયામાં જરૂર છે અને એજ સુખને જ્ઞાની ભગવંતો વાસ્તવિક સુખ કહે છે. આ વાત ત્યારે સમજાય કે સુખની આશાએ અને ઇચ્છાઓએ જ મને દુ:ખી કર્યો છે એમ લાગે. તોજ સમજાય. પુણ્યોદયથી મળેલા સુખના પદાર્થોમાં સંતોષ પેદા થાય છે. ખરો ? કે પછી અધિક સુખની ઇરછા વધે છે ? આ સુખ કરતાં પેલું સુખ ચઢીયાતું કહેવાય એવી વિચારણા થવાની કે નહિ થવાની ? આવી ઇચ્છાઓને જ પાપ કહેવાય. આ ઇચ્છાઓ આ ભવમાં-પરભવમાં અને ભવોની પરંપરા પેદા કરવામાં સહાય કરે છે. માટે જે પદાર્થ આપણી ઇચ્છાની પૂર્તિ કરે તેને જ જ્ઞાની ભગવંતો સુખ કહે છે. દુનિયામાં એવો કોઇ પદાર્થ છે કે જે આપણી ઇચ્છાઓની પૂર્તિ કરે ? આથી સુખ કોને કહેવાય એ સમજી લો. આ પદાર્થો દુ:ખ Page 9 of 64Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64