________________
કામ કરે છે. જ્યારે બાહ્ય પર્ષદાવાળા દેવોને ઋધ્ધિ સિધ્ધિ નોકર ચાકર જેવી હોય છે અને તે દેવોને જે
કામ કરવાનું હોય તે જણાવવાનું હોતું નથી. તે કાર્ય માટે મોકલવા હુકમ જ કરવાનો હોય છે અને એ હુકમ મુજબ તે કાર્ય કરવા જવું પડે છે તે બાહ્ય પર્ષદાના દેવો કહેવાય છે. આ રીતે દેવગતિમાં રહેલા દેવોનુ પુણ્ય પણ બધાનું એક સરખું હોતું નથી માટે અહીંથી જો ઇર્ષ્યા કરવાનાં સંસ્કાર અને સ્વભાવ સાથે લઇને ગયા તો ત્યાં ઇર્ષ્યાથી કર્મબંધ જોરદાર કરીને એકેન્દ્રિયાદિમાં ભટકવા ગયા વગર રહી શકતા નથી માટે આ બધું જાણીને પુણ્યના પ્રકારની વિચિત્રતા વિચારી કોઇના પણ પુણ્યની ઇર્ષ્યા ન થઇ જાય એની કાળજી રાખીને જીવન જીવવાનું છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો નિયમા સતત દેવગતિ બાંધે છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે સતત દેવગતિ બાંધે છે અને પહેલા તથા બીજા ગુણસ્થાનકે દેવગતિ પરાવર્તમાન રૂપે બાંધે છે. દેવગતિમાં રહેલા બધા ઇન્દ્રો નિયમા સમકીતી હોય છે એટલે હેય પદાર્થમાં હેય બુધ્ધિ અને ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ રાખીને પોતાનું જીવન જીવતાં આત્મકલ્યાણ સાધી શકે છે અને એ સમકીતની હાજરીમાં સતત મનુષ્ય
ગતિનો બંધ કર્યા કરે છે.
પંચેન્દ્રિય જાતિ
પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા પ્રાપ્ત થાય એને પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. (સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર) આ પાંચ ઇન્દ્રિયો કહેવાય છે. બાહ્ય ઇન્દ્રિય મલે નામકર્મના ઉદયથી અને એ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન પેદા થાય તે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી. એની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ ભાવ હોય છે. જૈન શાસન, બધું જ્ઞાન મેળવવું જોઇએ એમાં નિષેધ કરતું નથી પણ એ બધું જ્ઞાન આત્મકલ્યાણના હેતુથી પેદા કરવું જોઇએ એમ કહે છે. એટલે જ મળેલી ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મકલ્યણ માટે કરવાનો કહ્યો છે. જો એના ઉપયોગથી આત્માનું અકલ્યાણ થતું હોય તો તે અટકાવવા માટેનું વિધાન જૈન શાસન કરે છે. માટે દેવ, ગુરૂ, ધર્મની આરાધનામાં જ્યારે જે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવા જેવો લાગે તે કરવાનું કહ્યું છે. પણ કુટુંબ માટે, ધન માટે, શરીર માટે, શરીરની સુખાકારી માટે, ઇન્દ્રિયોનો ઉપયોગ કરે તો તેનાથી મળેલી ઇન્દ્રિયો ીથી પ્રાપ્ત ન થાય એવું કર્મ બંધાતુ જાય છે. એટલે એ ઇન્દ્રિયો દુર્લભ થતી જાય છે.
પહેલું સુખ તે જાતે નર્યા એ વાક્ય જો શરીરના સુખ માટે વિચારણા કરીને ઉપયોગ કરવામાં આવે તો મહામિથ્યાત્વી તરીકે એ જીવો ગણાય છે અને આત્મકલ્યાણ માટે આત્માના સુખને ઉદ્દેશીને એનો ઉપયોગ કરે તો લાભનુ કારણ થાય આથી પાંચે ઇન્દ્રિયો જે મલી છે તેનો દુરૂપયોગ ન થાય એની કાળજી રાખવી જોઇએ. પંચેન્દ્રિય જાતિ બીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે જ્યારે પહેલા ગુણસ્થાનકે બાકીની ઇન્દ્રિયોની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. ઔરી શરીર
આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે. એકેન્દ્રિય જીવોનાં ઔદારિક શરીરને વિષે સંઘયણ એટલે હાડકાની રચના હોતી નથી એટલે હાડકા હોતા નથી. બાકીના બેઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચોને વિષે હાડકા હોય છે. ઔદારીક શરીરથી મનુષ્યો મુક્તિને પામી શકે છે એટલે અશરીર બની શકે છે. જગતમાં રહેલા ઔદારીક વર્ગણાના પુદ્ગલોથી જે શરીરની રચના વિશેષ પેદા થાય છે તે ઔદારીક શરીર કહેવાય છે. બેઇન્દ્રિયાદિ જીવોથી મનુષ્ય સુધીનાં જીવોને જે દુઃખો કષ્ટ પડે છે તેમાં વિશેષ પીડા થાય છે તે હાડકાની રચના વિશેષના કારણે થાય છે. કારણકે મૂઢ માર વાગે છે ત્યારે હાડકામાં લાંબાકાળ સુધી જે માર પડ્યો હોય તેનો દુઃખાવો રહ્યા કરે છે. હાડકા વગરના શરીરવાળા જીવોને દુ:ખની અનુભૂતિ
Page 33 of 64