________________
પેદા થાય છે. નારાજીમાં રાગાદિના કારણે આત્માને જે નુક્શાન થાય છે તે ઘણું મોટું હોય છે. યશને પચાવતાં આવડવું જોઇએ. જ્ઞાનીઓ કહે છે કે એજ ઘણું દુષ્કર છે. અપમાન પચાવવું લું છે એટલે અપયશ પચાવવો સહેલો છે પણ માન પચાવવું, યશ પચાવવું બહુ જ અઘરૂં છે.
અપમાન તો કદાચ ભૂલી જવાય પણ ખ્યાતિ, નામના, કીર્તિ વધતી જતી હોય તો તેને પચાવી શકાતી નથી.
હમણાં એક એવી હવા ચાલુ થઇ છે કે- દીકરો પોતાનું નામ અને અટક લખે છે. બાપનું નામ પણ લખતો નથી કારણ કે તેને પોતાની ખ્યાતિ, કીર્તિ, નામનાથી જીવન જીવવાનો લોભ પેદા થયેલો છે. એ ખ્યાતિનો દુરુપયોગ કરીને ભયંકર ચોકમાં કર્મો બાંધી રહ્યો છે.
ભણાવી ગણાવીને મોટો કર્યો તે માબાપનો આટલો મોટો ઉપકાર ભૂલી જવાનો !કદાચ બાપ હયાત ન હોય અને એ પોતાની ખ્યાતિ વધારવા માંગતો હોય તો કદાચ ક્ષમ્ય ગણાય પણ બાપ હયાત હોય બાપની સાથે રહોતો હોય તો પણ કાર્ડમાં પોતાનું નામ અને અટક જ હોય તે શું સૂચવે છે એમાં પોતાની કીર્તિ વધારવાના વિચારથી-સ્વાર્થથી-રાગાદિ પરિણામ ને વધારવાના હેતુથી જ થાય છે ને ? એમાં કર્મસત્તા કોઇને છોડવાની નથી.
કેવી રીતે જીવોને દુર્ગતિમાં લઇ જવા એ બધી કળા કર્મસત્તા અને મોહરાજાને આવડે છે. ખ્યાતિ, કીર્તિ, પ્રતિષ્ઠા વધતી દેખાય તેમાં રાગાદિ પરિણામ વધતા દેખાય કે ઓછા થાય છે એમ દેખાય ? એ ખ્યાતિ સદ્ગતિ અપાવશે કે દુર્ગતિ ? એ વિચાર રોજ કરવાનો કહેલો છે. આજે તો “આઇ એમ સમથીંગ' ની વિચાર ધારામાં આગળ વધતાં વધતાં એવરીથીંગ સુધી પહોંચવાની ભાવના વાળા હોય છે. જો એમ ન રાખે તો સ્ટેટસ ઘવાય છે એમ માને છે માટે સ્ટેટસ ન ઘવાય એ રીતે જીવવા પ્રયત્ન કરે છે ! પણ કહીએ અલ્યા તને બધા ઓળખે છે. વિચારો-આનાથી પુણ્ય બંધાય કે પાપ ? અપયશમાં નારાજી થાય તેનાથી જેટલાં કર્મો બંધાય છે તેના કરતાં યશમાં વધારે કર્મો બંધાય છે. અપયશથી થતી નારાજી અડધો કલાક કે કલાક સુધી ટકી રહે પણ થોડો પણ યશ મલે તો એને પચાવી શકતા નથી. અપયશ ભૂલી જઇએ છીએ અપમાન ભૂલી જઇએ છીએ પણ પોતાની ખ્યાતિ થતી હોય તે ભૂલાતી નથી. શું થાય છે ? હાશ ! મારું નામ છે, મારી ક્રેડીટ છે, પણ અલ્યા ! તને ઓળખે છે કોણ ? એ રાગાદિ પરિણામમાં કેટલો મશગૂલ થઇને બેઠો છે તે તેના વચનોથી જાણી શકાય છે. યુગપ્રધાન આચાર્યો, શાસન પ્રભાવક આચાર્યો, તીર્થકર પરમાત્માઓ અને જે જે શાસનને પામેલા આત્માઓ જગતમાં રહેલા હોય છે તેઓ જીંદગીભર સુધી પોતાના યશને, નામનાને, કીર્તિને, ખ્યાતિને પચાવવાનું જ કામ કરતાં હતા. રાગાદિ પરિણામોને સંયમીત કરવાની વૃત્તિ રાખીને તેનો અભ્યાસ કરતા હતા.
માટે નિર્લેપતા રાગાદિ પરિણામોમાં જેટલી કરીએ એટલા યશ નામકર્મને પચાવી શકીએ એવી. શક્તિ પેદા થતી જાય.
સામો માણસ આપણા વખાણ કરે તો પણ વિચારવું કે બાપડો એ અજ્ઞાન છે માટે આવા વિચારો કરે છે. બાકી તો હું કેવો છું તે તો હું જ જાણું છું. આવા વિચારો કરીને જીવતાં યશ નામકર્મ પચાવવાની શક્તિ પેદા થતી જાય છે. વ્યવહારમાં વહેવાર કેવી રીતે કરવો જોઇએ ? તેનાં લખાણના જે શબ્દો છે તે જોઇએ તો ખબર પડે. એને તો હંમેશાં ભૂલ જ દેખાડાય દીકરાની હાજરીમાં બાપ કોઇ દિ'દીકરાના વખાણ કરે નહિ એમ જ્ઞાનીઓએ કહ્યું છે. એવી જ રીતે કહ્યું છે કે પત્નીની હાજરીમાં પત્નીના વખાણ ક્યારેય કરવા નહિ. તોજ એમના અંતરમાં યશ પચાવવાની શક્તિ પેદા થતી જાય. એવી રીતે પતિ માટે પણ અરસ પરસ જાણવું. કોઇના પણ વખાણ તેની હાજરીમાં કદી કરવા નહિ. જો સામેવાળાનું હિત ઇચ્છવું હોય અને જોવું હોય તો.
રૂબરૂમાં તેના દોષ બતાવવાના અને ગેરહાજરીમાં એના ગુણ વિચારી શકાય અને બોલી શકાય. આપણા વખાણથી સામા જીવના રાગાદિ પરિણામ અને માન કષાય પોષાતા જાય તેમાં આપણે નિમિત્ત
Page 62 of 64