________________
બનીએ છીએ.
જો યશને પચાવવાનો પ્રયત્ન કરીએ તો રાગાદિ પરિણામ જીતવા સહેલા થઇ જાય. આપણા માટે કોઇ બે સારા શબ્દો બોલે તો પણ વિચારવું કે એ બિચારો મારા દોષોને જાણતો નથી. માત્ર એક બાજુની પ્રવૃત્તિ જોઇને મારા માટે સારૂં બોલે છે. વિચારે છે. બાકી મારી પ્રવૃત્તિ કેવી છે તે તો હું જ જાણું છું. મેં કરી કરીને શું કર્યું છે ? કાંઇ જ કર્યું નથી. મારા પરિણામ કેવા છે તે તેને ક્યાં ખબર છે ? એ જે બોલે છે એમાંનો હું જરાય નથી. સોળ વરસની ઉંમરે શ્રીપાલે આ બધુ પચાવેલું છે માટે શ્રીપાલને કોઇ હકીકત પૂછે તો કહે કે એના જાણકારને પૂછો. આપણે આપણા ગુણોના વખાણ કરતા થયા તે દુરૂપયોગ છે એમ લાગે છે ? આપણે ગમે તેટલું સારૂં કરતાં હોઇએ, બીજા ગમે તેટલા વખાણ કરે તો પણ આપણા મોંમાંથી એક પણ શબ્દ આપણા માટે સારો નીકળવો જોઇએ નહિ.
મહાપુરૂષો કહે છે કે પોતે પોતાના ગુણો ગાય તેને બડાઇ કહેવાય છે.
જેટલી પોતાની આપ બડાઇ કરવાની ટેવ પડી હોય તેનાથી અપયશ નામકર્મ જોરદાર રસે બંધાતું જાય છે. આવી રીતે કર્મ બાંધ્યા હોય અને કોઇ બે શબ્દો સારા ન બોલે તો એનાથી કાંઇ આપણાથી કામ છોડી દેવાય ખરૂં ? આપણે હોંશથી કોઇને કામ કરી આપીએ અને કોઇ એની કદર ન કરે તો ? એને તો કાંઇ કદર જ નથી એમ કરોને ફરી જ્યારે એનું કામ આવે ત્યારે તે કામ કરવામાં કાંઇ ફેરફાર થાય નહિ ને ? માટે જ્ઞાનીઓ કહે છે કે કાર્ય કરવાની પધ્ધતિ બદલાવી ન જોઇએ. નામના, કીર્તિ વધારવાનો પ્રયત્ન એ લોકરંજન માટેનો છે. તેનાથી પાપ જ બંધાય નિઃસ્વાર્થ જ અગત્યનો છે. તેમાં સહન શક્તિ કેળવી કામ કરવાથી પુણ્ય બંધાય, ઉલ્લાસ પૂર્વક પોતાનું કર્તવ્ય અને ફરજ નિભાવવી જોઇએ.
સામેવાળાની હાજરીમાં દોષ બતાવવો તેને ગ્રહણ શિક્ષા કીધેલી છે. કારણ કે તેમાં તેને સુધારવાનો ઉદ્દેશ રહેલો છે. બાપ દીકરા-દીકરીની હાજરીમાં કોઇ દિ તેમના વખાણ કરે નહિ એવી જ રીતે પતિ પત્ની અરસ પરસ ગુરૂ-શિષ્ય પણ સમજી લેવા હાજરીમાં કદી બોલવું નહિ. અત્યારે વ્યવહાર સદંતર ઉંધો છે. તમારા કામની કોઇ કદર ન થઇ તો તેમાં નવાઇ શી ? નિઃસ્વાર્થ ભાવે કામ કર્યું હશે તો તેનું ફ્ળ તો મળવાનું જ છે. સારી બુધ્ધિથી જે કર્યું તે તો લેખે થઇ જવાનું છે. કોઇ કદર કરે તો સારી રીતે કરવું નહિ તો વેઠ ઉતારવાની ?
સંપ્રતિ મહારાજા રાજા થયા પછી પોતાના માતા પાસે આશીર્વાદ લેવા જાય છે. માતા આશીર્વાદ
આપતા નથી શાથી ? કહ્યું છે કે રાજા થઇને તું નરકે જાય એમાં મને શું આનંદ થાય કે આશીર્વાદ આપું ? રાજા થઇને તું સદ્કાર્ય કરે તોજ મને આનંદ થાય. માને આનંદમાં રાખવા માતાના આશીર્વાદ મેળવવા સંપ્રતિ મહારાજાએ નિયમ કર્યો કે દરરોજ એક મંદિરના ખનનનાં સમાચાર ન સાંભળું ત્યાં સુધી પચ્ચક્ખાણ પાળીશ નહિ. આ સાંભળીને માને આનંદ થાય છે. અને આશીર્વાદ આપે છે. તેમાં સંપ્રતિ મહારાજાએ સવાલાખ મંદિરો બંધાવ્યા અને સવા કરોડ પ્રતિમાઓ ભરાવી શક્યા.
આ યશ નામકર્મ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને ચૌદમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય
છે.
જેમ યશ વધે તેમ આત્મિક ગુણોનો પ્રકર્ષ ન કરે તો સમજવું કે યશનામ કર્મનો દુરૂપયોગ કરે છે. જેમ ખ્યાતિ વધે તેમ આત્માના ગુણો વધતા જવા જોઇએ. જો આત્માના ગુણોનું દર્શન દેખાતું ન હોય તે દેખવા માટે પ્રયત્ન કરવાનું મન થતું ન હોય તો સમજી લેવાનું કે આપણે આપણા યશ નામકર્મનો દુરૂપયોગ
કરી રહેલા છીએ.
ઉચ્ચગોત્ર કર્મ
જે કુળને વિષે બાપ દાદાથી ચાલી આવતી નિતી અને ધર્મને જાળવીને પ્રાણના ભોગે સાચવીને જીવે
Page 63 of 64
ܗ