________________ તે ઉચ્ચગાત્ર કર્મ કહેવાય છે. કુળ પરંપરાથી ચાલી આવતી નીતિ-ધર્મ-પરંપરા સાચવીને તેમાં વૃદ્ધિ કરતો. જાય તેને ઉચ્ચ ગોત્ર કહેવાય છે. નીતિ નિયમોને આજે જુનવાણી કહેવાય છે. વેદીયો કહે છે. પરંતુ બાપ દાદાની કીર્તિને બટ્ટો લાગે તે રીતે જીવન જીવવું નહિ. કુળ પરંપરા પ્રમાણેજ જીવન જીવવું અવા આગ્રહથી ભલે રોટલોને મરચું ખાવાનો વખત આવે તો તે ખાઇને જીવીશ પણ જીવનમાં કદી અનીતિ કરવી જ નહિ. આવા મક્કમ વિચારોથી જીવન જીવનારા કેટલા મલે ? આજે જીવનમાં અનીતિ ફ્લાઇ જવાનું કારણ એ કે ઉચ્ચકુળમાં જન્મીને નીચકુળના જેવા વિચારો કરીને જીવન જીવીએ છીએ. નીતિને નેવે મૂકીને એટલે અનીતિથી પૈસો ભેગો કરીને બાપ કરતાં સવાયા થવાનું માન મેળવે તે શું છે ? જોરદાર કર્મ બંધના હેતુથી પુણ્ય આજે વેરણ છેરણ થઇ રહ્યું છે. પૈસાનો ઢગલો આજે મોટાભાગે અનીતિથી છે. દીકરાએ મારી કુળ પરંપરા ખતમ કરી તેનું બાપને દુ:ખ હોય ? કે આનંદ થાય ? આજે ઉચ્ચ કુળના સંસ્કારનો નાશ થઇ ગયો છે. આજે ઉપર કહ્યા મુજબના ઉચ્ચકુળ શોધવા જઇએ તો કેટલા મલે ? કુળ ઉચ્ચ પણ તેમાં જન્મેલાં જીવો ભારે કર્મી હોય છે. ઉચ્ચ સંસ્કારની જગ્યાએ ખરાબ સંસ્કારનો ઉપયોગ મોટે ભાગે કરતો જાય છે. એકવાર દીકરો અનીતિ કરીને પૈસા લાવ્યો અને માં બાપ દુ:ખ પામવાને બદલે આનંદ પામે એ અનીતિનો વિરોધ ન કર્યો અને ફ્રીથી અનીતિનું આચરણ કરે પછી વારંવાર આચરણ કરતો જાય છે. એનાથી ઉચ્ચ કુળનો નાશ થવા લાગ્યો છે. મૂળ વાત જ આ છે ! દીકરો તમારા કરતાં અધિક પૈસા કમાઇને લાવે તો કોઇ દિ' પૂછયું કે દીકરા ક્યાંથી લાવ્યો ? કેવી રીતે લાવ્યો ? આવી રીતે પૈસા લાવશે તો મારા ઘરમાં નહિ ચાલે ? એમ કોઇ દિ કહ્યું? કે પૈસા જોઇને આનંદ પામ્યા કરો છો ? ઉચ્ચ ગોત્રનો બંધ દશમા ગુણસ્થાનક સુધી હોય છે તેમાં પહેલા ગુણઠાણે નીચ ગોત્રની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે અને બીજા ગુણઠાણે પણ પરાવર્તમાન રૂપે બંધાય છે. ત્રીજાથી દશમાં સુધી સતત બંધાય છે. ઉચ્ચગોત્રનો ઉદય ચોદમાં ગુણસ્થાનક સુધી હોય છે. - બાપ દાદા ગયાને દીકરાઓ રહ્યા તે સાપ ગયાને લીસોટા રહ્યા જેવું થયું છે. આચાર્ય ભગવાન ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી કહી ગયા છે કે જેનકુળમાં જન્મેલા ઉચ્ચકુળવાળા ગણાશે પણ ભારેકર્મી જીવો વધારે પાકશે કે જેના કારણે તે જીવો જેનશાસનને પામી શકશે નહિ. કદાચ હવે કેટલાક જીવો નીચ ગોત્રમાં જન્મીને એને સગુરૂનો યોગ પ્રાપ્ત થતાં એ જીવો જૈન શાસનને પામીને પોતાના આત્માનું કલ્યાણ કરનારા થશે ! માટે આ ઉપરથી ખાસ સાવચેત થવા જેવું છે. જો જૈન શાસનને પામવું હોય તો જે કુળમાં જન્મ પામ્યા છો તે કુળના સંસ્કારને જાળવીને એવી. રીતે જીવન જીવતાં શીખો કે જેના પ્રતાપે વિશેષ ધર્મને ન પામી શકાય તો નીતિ અને ધર્મને પ્રાણ કરતાં અધિક રીતે જાળવી જીવન જીવી મનુષ્ય જન્મ સાર્થક કરનારા બનો અને પરલોક સુંદર બનાવી વહેલામાં વહેલા મુક્તિ પદના ભોક્તા બનો એ અભિલાષા. પંચતત્વ સમાસ Page 64 of 64