Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 61
________________ છીએ. રાગાદિ કષાય પોષાય એવા વચનો બોલવાથી અનાદેય નામકર્મ બંધાય છે. આપણને બોલવાની રીત આવડતી નથી માટે જ આપણું સાચું પણ વચન ખોટું પડે છે. આપણો અનાદેય નામકર્મના ઉદય ચાલતો હોય એમ લાગે તો બોલવું જ નહિ. ટૂંકાણમાં જવાબ આપવો એ પણ મોં. મચકોડીને નહિ, મોં ચઢાવીને નહિ. માટે જ જ્ઞાનીઓ કહે છે કે અનાદેય નામકર્મને આદેય નામકર્મ રૂપે બનાવવું હોય તો મોન પણે બીજાના વચનો સહન કરતાં શીખવાનું છે. બીજાના વચનોને જતા કરવાની. વત્તિ કેળવવી પડશે. બીજાની સાથે પ્રસન્ન ચિત્તે વાત કરો તો સામાના અંતરમાં એની અસર થાય જ. - આ આદેય નામકર્મ આઠમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને ચૌદમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. ચશનામ દમ જીવની ખ્યાતિ, કીર્તિ, પ્રતિષ્ઠા જગતમાં વધે તેનાથી બીજા જીવોના અંતરમાં વિશેષ રોતે વિશ્વાસ ભાવ પેદા થાય તેને યશનામ કર્મ કહેવાય છે. સામાન્ય રીતે જીવોનો યશ જેટલો વધે તેનાથી અંતરમાં આહલાદ વધે છે. પોતાના દેશમાં, ગામમાં ખ્યાતિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી તે યશ કહેવાય છે અને બીજા દેશોમાં ખ્યાતિ, પ્રતિષ્ઠા વધે તે કીર્તિ કહેવાય છે. યશ અને કીર્તિ બન્ને ભેગા થઇન યશ કીર્તિ નામકર્મ કહેવાય છે. વાસ્તવિક રીતે કોઇનું પણ કોઇ કામકાજ કરતાં જીવોને એટલો ભાવ તો સહજ રીતે રહેલો હોય છે કે સામો માણસ મને બે શબ્દો સારા કહેશે. કામ કરીને બદલો લેવાની ઇચ્છા એ સ્વાર્થ કહેલો છે. તે સ્વાર્થમાં રાગાદિ પરિણામ પુષ્ટ થાય છે અને તેની સાથે યશ નામકર્મનો દુરૂપયોગ થતાં પોતાનો સંસાર વધારતાં જાય છે. યશ નામકર્મના ઉધ્યથી ખ્યાતિ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે. બીજાનાં અંતરમાં આપણા પ્રત્યેનો વિશ્વાસ પેદા થયાનો આનંદ આવે ત્યાં સુધી વાંધો નહિ પણ ત્યાર પછી લોભાદિ રાગ દ્વેષાદિ પરિણામ આવી જાય તો તે સ્વાર્થવૃત્તિ કહેવાય છે અને તેનાથી દુર્ગતિમાં જવા લાયક કર્મો બંધાતા જાય છે અને સાથે સાથે અપયશ નામકર્મનો બંધ થતો જાય છે. પોતાના રાગાદિ પરિણામોને સ્થિર કરતાં કરતાં જીવવું જોઇએ. એટલે સંયમિત કરીને જીવન જીવવું જોઇએ.. ચોવીશે તીર્થંકર પરમાત્માઓનાં યશ અને આદેય નામકર્મનો રસ તથા તેના અધ્યવસાયો એક સરખા જ હોય છે. બધાને પૂર્વ ભવમાં રસ એક સરખો બંધાયેલો હોય છે તો પછી પાર્શ્વનાથ ભગવાનની વિશેષ ખ્યાતિનું મૂળ કારણ શું ? કારણ કે પાર્શ્વનાથ ભગવાનના ઘણાં સાધુઓ કાળ કરીને દેવલોકમાં ગયા છે તેઓ પોતાના ઉપકારી ગુરૂ ભગવંતની ખ્યાતિ, કીર્તિ, પ્રતિષ્ઠા વિશેષ ફ્લાય તથા ધર્મગુરૂ પ્રત્યેનું ટણ અદા કરવાના હેતુથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વધારે કરે છે તથા જે કોઇ પોતાના ગુરૂની સેવા કરે છે તેઓના વિઘ્નો દૂર કરી રહ્યા છે તેથી તેમની ખ્યાતિ આજે વિશેષ રૂપે દેખાય છે. તેઓ તેમના ગુરૂના ભક્તોને ચમત્કારો વગેરેથી સહાય કરીને પુરાવા આપે છે. બાકી દરેક પરમાત્માઓની શુભ પ્રકૃતિઓનો રસ એક સરખો જ હોય છે તેમાં કોઇ ફ્રાર હોતો નથી. ઘણાં માણસો કેટલુંય સારું કામ કરે અને કોઇ બે સારા શબ્દો પણ બોલે નહિ તો એને મનમાં તરત જ થાય છે કે છે કોઇને કાંઇ કિંમત ? આખો દિવસ કામ કરીને થાકી જઇએ તો પણ કોઇને કાંઇ કદર છે ? અને ઘણાં માણસો એવા હોય છે કે જરાક નાનું સરખું કામ કરે તો પણ બીજા એને સારા ભાવથી. બોલાવે, નાનું કામ પણ એનું ગવાય માટે યશ નામકર્મના ઉદયવાળા જીવોને જ યશ મળે અપયશ નામકર્મના ઉદયવાળાને યશ મળતો નથી. નિ:સ્વાર્થ પણે જ કામ કરતો હોય તો અંતરમાં બીજા વિચારો પેદા થાય નહિ. કોઇ સારા બે બોલ બોલશે એવા ભાવથી કામ કરે એ નિ:સ્વાર્થ ભાવ કહેવાય નહિ. યશ, કીર્તિ વગેરેમાં રાગાદિ પરિણામ જો જોરદાર રસે ચાલતાં હોય તો યશમાં રાજીપો અને અપયશમાં નારાજી Page 61 of 64

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64