________________
તને બોલાવીને સમજાવ્યો સમકીત પમાડ્યું. સર્વવિરતિ આપી અને ભગવાન પાસે લઇ ગયા અને ભગવાનને જોયાં અને તેમના વચનો સાંભળ્યા એટલે કહે છે કે આ તમારા ગુરૂ છે. લ્યો ઓઘો પાછો મારે રહેવું નથી. હું જાઉં છું એમ કહીને ચાલતો થાય છે એટલે ગૌતમ મહારાજા રોકવા પ્રયત્ન કરે છે. પાછો બોલાવે છે ત્યારે ભગવાન કહે છે એને જવા દે એ પામી ગયો છે ! શાથી ? ભગવાને કહ્યું કે પૂર્વભવોના ઋણાનુબંધના કારણે મારા પ્રત્યે એને અંતરમાં દ્વેષ બેઠેલો છે. માટે મારા વચનો એને રૂચતાં નથી અને મારી સાથે રહેવાનું મન નથી પણ એ જીવ સમકીત જરૂર પામીને ગયો છે. ભગવાન પણ પડતાને બચાવી શકતા નથી કારણ કે કઠણાનુબંધનો રસ દ્વેષ બુધ્ધિ રૂપે જોરદાર ઉદયમાં ચાલે છે. માટે પામી ન શક્યો. શ્રી ગૌતમ મહારાજાએ પચાસ હજારને દીક્ષા આપી છે અને શિષ્યો થયા છે તેમાં આ એક જ કેવલજ્ઞાન ન પામ્યો બાકી બધા કેવલજ્ઞાન પામ્યા છે માટે ભગવાને પણ જો યોગ્યતા જોઇ હોત તો પાછો જવા દેત નહિ.
એવી જ રીતે લક્ષ્મણા સાધ્વીનું દ્રષ્ટાંત વિચારો. સાત ભાઇ ઉપર એક બ્લેન થયેલ છે. જુવાનવય પામી સુંદર રીતે ઠાઠમાઠથી લગ્ન મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં ચોરીમાં જ તેનો પતિ મરી જાય છે. સખત આઘાત લાગે છે ત્યાર પછી ધર્મ તરફ વળીને ધર્મનું જ્ઞાન સુંદર રીતે પ્રાપ્ત કરી સાધ્વીપણાને પામ્યા છે. નિરતિચાર પણે સુંદર રીતે આરાધના કરી રહ્યા છે. તેમાં એકવાર ચકલા, ચકલી યુગલનું મેથુન જોવાઇ ગયું અને વિચાર આવ્યો કે ભગવાન તો વીતરાગી છે. વીતરાગી ને આવા રાગના સુખનો અનુભવ ક્યાંથી હોય ? શા માટે ભગવાને નિષેધ કર્યો છે ? આટલો વિચાર આવતાં મિચ્છામિ દુક્કડં મનથી કરે છે. પણ પાછો વિચાર આવે છે કે આની આલોચના તો લેવી જ જોઇએ. તે વખતે કેવલી ભગવંતો વિચરી રહેલા છે. તો કોઇ કેવલી ભગવંત પાસે આલોચના લેવા જવાની વિચારણા થાય છે અને કાંટો વાગે છે. વિચાર બદલાઇ જાય છે. ત્યાં બધાની હાજરીમાં આલોચના લઉં અને બધાને ખબર પડી જાય તો મારા માનનું શું ? મારી પ્રતિષ્ઠા અને આબરૂનું શું ? આ વિચાર કરી નક્કી કરે છે કે આલોચના તો લેવી પણ બીજાએ આવો વિચાર કરી પાપ કર્યું હોય તો શું પ્રાયશ્ચિત આવે એમ કહી આલોચના લેવી અને જે તપ આપે તે અણી શુધ્ધ રીતે જીવનમાં કરી આપવો. આમ વિચાર કરી પ્રાયશ્ચિત લેવા ગયા છે. વિચારો કેવલી ભગવંત છે જાણે છે ને ? છતાં કહે છે કાંઇ? શાથી? હજી એંશી ચોવીશી રખડવાનો કાળ બાકી છે એમ જૂએ છે. કેવલી ભગવંતે પચાસ વર્ષ સુધીનો તપ આપ્યો તે કર્યો પણ એંશી ચોવીશી સુધી રખડ્યા. એટલે કેવલી ભગવંતો પણ પોતાના આદેય વચનથી જીવને બચાવી શકે નહિ.
તેની સામે આપણી સ્થિતિ શું છે ? એ વિચાર કરીએ છીએ ? ભગવાને કહ્યું તેજ સાચું તેજ ગ્રહણ કરવા લાયક મારી બુદ્ધિ કેટલી ? એવો કોઇ વિચાર આવે ?
જે બોલતા ન આવડે તો મોન રહેવું પણ ગમે તેમ બોલવું નહિ એવો કોઇ નિયમ ખરો ? નહિતર ગમે તેમ બોલવાથી અનંત કાળ સુધી વાચા ન મળે તેવું કર્મ બંધાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે બહુ બોલનારનું મન સ્થિર રહે નહિ. જેને સ્થિરતા-એકાગ્રતા કેળવવી હોય તેને મૌન પાળવાનો અભ્યાસ જરૂર કરવો જોઇએ.
વચનની સાથે મનને પણ સંબંધ હોય છે. વાચા મલી એટલે બોલબોલ કરવું એવો નિયમ નથી. આપણું વચન જે બોલાય તે જે ગ્રહણ કરતાં હોય તેમાં ભગવાનની આજ્ઞા વિરૂધ્ધ ન બોલાય તેનું ધ્યાના રાખવાનું છે.
આદેય નામકર્મનો ઉદય ન હોય તો સત્ય વચન પણ અસત્ય થઇ પડે છે. ગ્રહણ કરવા યોગ્ય વ્યક્તિ લાગે તોજ બોલવું. યોગ્યતા જોઇને વખત આવે ત્યારે જ બોલવું. નહિ તો સાગરવર ગંભીરા બની જવું નહિતર સામાના અંતરમાં સાચી વાત તે ખોટી રીતે ગ્રહણ કરે એનું પાપ આપણને લાગે છે.
અંતરમાં દ્વેષ રાખીને બોલવું નહિ બીજાના અંતરમાં રાગ દ્વેષ આદિ કષાય પેદા થતા હોય એવી. રીતે બોલીએ તો તે આદેય નામકર્મનો દુરૂપયોગ કર્યો કહેવાય છે. એનાથી આપણો સંસાર વધારી રહેલા
Page 60 of 64