Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 32
________________ સામગ્રી-બધ્ધિ-સિધ્ધિ તેના આયુષ્ય કાળ સુધી રહેજ એવો નિયમ નહિ કેમકે ત્યાં પણ દાદાગીરી-ગુંડાગિરિ કરતાં હોય એવા દેવો હોય છે અને એવા તોફાની દેવોને ઇન્દ્ર મહારાજ હુકમ કરીને પોતાના દેવલોકના વિમાનોની બહાર કાઢી મુકે છે. દેશનિકાલ જેવી સજા ત્યાં પણ હોય છે. આવા દેવોને પોતાનું જેટલું આયુષ્ય બાકી હોય તે પૂર્ણ કરવા માટે કોઇને કોઇ પહાડો ઉપર રહીને ભટકી ભટકીને પૂર્ણ કરવાનું જ. આવા દેવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વરસનું હોય અને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમનું હોય. છે. કારણ આવા દેવો બારમા દેવલોક સુધી હોય છે. લાભાંતરાય કર્મના ઉદયના કારણે દેવોને પણ આવું બનો શકે. જેટલા કાળ સુધી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ ટકવાનો હોય ત્યાં સુધી જ સુખ સામગ્રી ભોગવી શકે છે. નરક અને દેવ એ બે આયુષ્ય એવા છે કે જ્યાં આપઘાત કરીને મરવાની ઇચ્છા થાય તો પણ મરી શકાતું નથી. જેટલું આયુષ્ય બાંધ્યું હોય એટલું અવશ્ય ભોગવવું જ પડે છે. મનુષ્ય લોક કરતાં દેવલોકમાં તોફાનો વધારે હોય છે. તોશની દેવોની સંખ્યા મોટા ભાગે દક્ષિણ દિશામાં વધારે રહેલી હોય છે. માટે દક્ષિણ દિશામાં પગ કરીને સુવાનો નિષેધ કરેલો છે. મનુષ્યસ્મૃતિ જે ગતિના ઉદયકાળમાં સુખ અને દુ:ખ બન્નેનો ભોગવટો કરી સમતા ભાવે ભોગવ તો ગતિ રહિત એટલેકે સિદ્ધિ ગતિમાં જઇ શકે છે. અઢી દ્વીપનાં એકસો એક ક્ષેત્રોમાંથી જીવ મોક્ષે જઇ શકે છે પણ પંદર કર્મભૂમિમાંથી કોઇ પણ કર્મભૂમિમાં જન્મેલો મનુષ્ય હોવો જોઇએ. અકર્મભૂમિ અંતરદ્વીપમાં જન્મેલો મનુષ્ય હોય તો ચોથા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરી શકતો નથી. ( અનંતુ પૂણ્ય ભેગું કરેલું હોય તોજ જીવને મનુષ્ય ગતિ મળી શકે છે તેમાં પણ અનંતી પૂણ્ય રાશી. અધિક હોય તો આર્યદેશ, આર્યાતિ, જનજાતિ, જેનકુળ વગેરે મળી શકે છે. આવી મનુષ્ય ગતિને પામીને મોહને ઓળખીને સંયમીત કરી રાગાદિનો નાશ કરે તો માક્ષને પામી શકે છે. માટે સાધુપણું લીધા વગર મરવું જ નથી. આવી ભાવના સતત અંતરમાં ચાલુ જ રહેવી જોઇએ. ન લઇ શકાય તો કાંઇ નહિ પણ ભાવના એજ રહેવી જોઇએ. આ મનુષ્ય ગતિમાં સમકીત તો મેળવવું જ છે. મહાવિદેહ ક્ષેત્રમાં પણ અનંતપુણ્ય ભેગું કર્યું હોય તોજ જન્મ મલે. દેવર્ણાતિ જ્યાં મોટા ભાગે સુખની સામગ્રી ભોગવવા લાયક સુખ અને સુખની સામગ્રી મલે તેને દેવગતિ કહેવાય છે. સામાન્ય દેવોને પણ ચક્રવર્તી જેટલી બહદ્ધિ સિદ્ધિ મળેલી જ હોય છે. એનાથી અધિક સામગ્રીવાળા પણ દેવો હોય છે. એ દેવગતિના વિમાનમાં પણ ત્રણ વિભાગ હોય છે. (૧) અત્યંતર, (૨) મધ્યમ અને (૩) બાહ્ય. અત્યંતર પર્ષદાના દેવો જ હોય છે તેઓને ઇન્દ્રના જેટલી જ સામગ્રી મળેલી હોય છે. ઇન્દ્ર મહારાજાને કોઇપણ કામકાજ કરવું હોય તો તે દેવોની સલાહ લઇને કરવું પડતું હોય છે. મધ્યમ પર્ષદાના દેવોને અત્યંતર પર્ષદાવાળા દેવો કરતાં અદ્ધિ સિદ્ધિ ઓછી હોય છે. એ દેવોનું પુણ્ય પણ એવું હોય છે કે ઇન્દ્ર મહારાજાને જે કામ કરવાનું મન થાય તે નક્કી કરે તેની જાણ આ દેવોને કરીને સલાહ લઇને કરે છે. તેમાં જો કોઇનો વિરોધ આવે તો ફ્રી વિચારણા કરીને પછી ફ્રીથી પૂછીને એક નિર્ણાયત્મક થઇને પછી Page 32 of 64

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64