________________
પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળા જીવોને અશાતા વેદનીયના ઉદયવાળું અંતર્મુહૂર્ત નાનો કાળ અને શાતા વેદનીયના ઉદયવાળું અંતર્મુહૂર્ત લાંબાકાળ સુધીનું હોય છે. સાધુપણામાં પણ ટેન્શન વગેરે રાખીને જીવે એ અશાતાનો ઉદય જ કહેવાય છે. કેમકે તેરમાં ગુણસ્થાનક સુધી શાતા અશાતાનો ઉદય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાલુ જ હોય છે.
- સાધુ જીવનમાં બાહ્ય નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ અત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહનો નાશ. કરવા માટે કરવાનો હોય છે.
શાતા વેદનીયનો ઉદય પાપાનુબંધીના ઉદયવાળા જીવોને અનુભવાતો જ નથી.
આયુષ્ય કર્મના ત્રણ ભેદ. તિર્યંચાયું, મનુષ્યાયુ, દેવાયુષ્ય. જ્ઞાની ભગવંતોએ આયુષ્ય કર્મને બેડી. સમાન કહેલું છે. જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું જ પડે. કોઇ જીંદગીથી કંટાળીને આપઘાત કરવાનું વિચારે, પ્રયાસ કરે પણ આયુષ્ય બાકી હોય તો એ મરતો નથી એટલે જેમ બેડીમાં જકડાયેલો જીવ કેમે કરીને છૂટી શકતો નથી એમ જીવ પણ એક આયુષ્ય પૂર્ણ કર્યા વિના બીજી ગતિમાં જઇ શકતો નથી.
નરકાયુષ્યને પાપ પ્રકૃતિ કહેલી છે.
તિચાયુષ્ય - આને પુણ્ય પ્રકૃતિ કીધી છે કારણ કે ત્યાં ઉત્પન્ન થયા પછી દુ:ખ જ દુ:ખ હોય છે એવું નથી. દુ:ખ હોય છે તેની સાથે થોડી અનુકૂળ સામગ્રી પણ રેહલી હોય છે એટલે જીવોને જીવવાની ઇચ્છાઓ ચાલુ રહે છે ત્યાં એને આહાર, મેથુન, પરિગ્રહ મળે છે માટે એ જીવો જીવી શકે છે. આથી એ પુણ્ય પ્રકૃતિ કહેલી છે.
જ્યારે નરકમાં ઉત્પન્ન થયેલા જીવોને ઉત્પન્ન થતાની સાથે જ ક્યારે આ ક્ષેત્રમાંથી ચાલ્યો જાઉં, મરી જવાય તો સારું, અહીંયા કેવી રીતે જીવાશે એ વિચાર સતત ચાલુ જ રહે છે માટે ત્યાં જીવવાની ઇચ્છા. રહેતી જ નથી. આથી અશુભ (પાપ) પ્રકૃતિ કહી છે.
એકેન્દ્રિય જીવોથી શરૂ કરીને પંચેન્દ્રિય તિર્યંચ સુધીનાં જગતમાં જેટલા જીવો રહેલા હોય છે તે બધાય તિર્યંચાયુષ્યના ઉદયવાળા કહેવાય છે.
દરેક નિગોદમાં રહેલા અનંતા અનંત જીવોને સાતમી નારકીના જીવો કરતાં અનંતગણું અધિક દુ:ખ હોય છે છતાં ત્યાં જીવવાની ઇચ્છા ચાલુ જ રહે છે. મરવાની ઇચ્છા થતી નથી.
- નરકમાં સન્નીપણું હોવાથી ત્યાંની વેદના પ્રગટ રૂપે હોવાથી વધારે લાગે છે, ત્યાં જીવ પોતાની. સંજ્ઞાની પુષ્ટિ કરી શકતો નથી.દા.ત. આહાર મલે તો માત્ર ખરાબ પુદગલોનો જ મલે.
નિગોદમાં અવ્યવહાર રાશીમાં કે વ્યવહાર રાશીમાં બન્નેને વદના એક સરખી હોય છે પણ તે વેદના શબ્દ રૂપે પ્રગટ કરી શકતા નથી અને થોડો ઘણો અનુકૂળ પુગલોનો આહાર મલતો હોવાથી આહાર સંજ્ઞા પુષ્ટ થઇ શકે છે એટલે વધારેને વધારે અનુકૂળ પદાર્થોને મેળવવાની આશામાં અને લોભમાં જીવવાનું મન થયા કરે છે એટલે જે આયુષ્યના ઉદય કાળમાં સંજ્ઞાની થોડી ઘણી પણ પુષ્ટિ થયા કરે (થાય) તે આયુષ્ય પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. આવો વિચાર દરેક પ્રકારના તિર્યંચોના અંતરમાં રહેલો હોય છે અને સંજ્ઞાઓ પુષ્ટ કરતો જાય છે માટે મરવાની ઇચ્છા ત્યાં થતી નથી.
આ તિર્યંચાયુષ્યનો ઉદય પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચોને પાંચમુ દેશવિરતિ ગુણસ્થાનક હોય છે અને તેમાં ક્ષયોપસમ સમકીત કે ઉપશમ સમકીત હોય છે પણ ક્ષાયિક સમકીત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, તિર્યંચોને હોતું નથી. આ દેશવિરતિનું પાલન કરનારા તિર્યંચો સદા માટે જગતમાં અસંખ્યાતા હોય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો યુગલિક રૂપે જગતમાં અસંખ્યાતા હોય છે. તેમાં ક્ષાયિક સમકતી. જીવો સદા માટે અસંખ્યાતા હોય છે. ક્ષયોપશમ સમકીતી પણ અસંખ્યાતા હોય છે. આ જીવો ચોથા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામને પામી શક્તા નથી અને મરીને આ જીવો પોતાનું જેટલું
Page 30 of 64