Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 29
________________ એકેન્દ્રિય જીવોથી પંચેન્દ્રિય, તેરમાં ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાન રૂપે ચાલુ જ છે. કેવલી ભગવંતોને પણ ભૂખ, તરસ લાગે તે અશાતાનો ઉદય ગણાય છે. દેવલોકમાં પણ શાતા, અશાતા પરાવર્તમાન રૂપે ચાલુ જ હોય છે. આજે સુખી માણસો છે તેમાં મોટાભાગના માણસો સુખી નથી, જ્ઞાનીઓ તેમને વધારે દુ:ખી કહે છે. વેદના ઉદયથી શાતાનો જ ઉદય થાય તેવું નહિ, અશાતાનો ઉદય પણ થાય. એ અશાતાના ઉદયથી ગુસ્સો પણ આવે, બોલવાનું પણ થાય. જ્ઞાનીઓ કહે છે કે લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યંતરાયનો એવો. ક્ષયોપશમ ભાવ ન હોય તો મળેલી સામગ્રી અધૂરી જ લાગે. ભોગવી પણ ન શકે વારંવાર પણ ભોગવી ન શકે એવું બને. તેમાં વીર્ય ફોરવી પણ ન શકે ત્યારે અશાતાનો ઉદય ગણાય. જઘન્ય અંતર્મુહૂર્ત ૯ સમયનું હોય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અડતાલીશ મિનિટમાં એક સમય ન્યૂના ગણાય છે. એ સિવાયનાં ૯ સમયથી અધિક અધિક સમયો કરીને ૪૮ મિનિટમાં બે સમય ન્યૂન સુધીનાં બધા મધ્યમ અંતર્મુહૂર્ત ગણાય છે. એ અસંખ્યાતા થાય છે. આખા દિવસમાં આપણને અશાતા વેદનીયનો ઉદય વધારે ચાલે છે ને ? આહાર-ભય-મેથુન-પરિગ્રહ વગેરેની અધિકને અધિક ઇચ્છાથી અશાતા વેદનીયનો ઉદય ચાલુ જ રહે છે. આહાર લેતાં પણ એટલે ખાતા પણ વિચાર આવે કે આ ખાઇશ અને પેલું ખાઇશ તેમાં બિમાર પડી જઇશ તો આમ થશે તો ? એજ અશાતા વેદનીયનો ઉદય સૂચવે છે. પાછો વિચાર કરે કે લાવને થોડુંક તો ખાઇ લઉં એ શાતા વેદનીયનો ઉદય સૂચવે છે. દેવલોકમાં શાતા વેદનીયનું અંતર્મુહૂર્ત મોટું અને અશાતાનું અંતર્મુહૂર્ત નાનું હોય છે. જ્યારે નારકીમાં અશાતાનું અંતર્મુહૂર્ત મોટું અને શાતાનું અંતર્મુહૂર્ત નાનું હોય છે. મનુષ્ય અને તિર્યંચોને વિષે શાતા અને અશાતાનું અંતમુહૂર્ત સરખું હોય છે. સુખની સામગ્રી હોવા છતાં પણ અધિક મેળવવાની ઇરછા. થવી એને પણ જ્ઞાનીઓ અશાતા વેદનીયનો ઉદય કહે છે. પેંડાનું બોક્સ લાવે તેમાંથી ઘણાં પેંડા ખાઇ શકે એમ હોય છતાં એક ખાઇને અટકી જાય, બાકીના મુકી દે તેમાં ભોગાંતરાય કર્મ કામ કરે છે. એટલે ભોગાતરાય કર્મનો ઉદય રહેલો હોય છે. તે સાથે અશાતા વેદનીયનો ઉદય પણ ગણાય. એક દિવસમાં બોક્સ કેમ પૂરું કરાય ? એ વિચાર અશાતા વેદનીયનાં ઉદયનો છે. રાખી મુકવાની ઇચ્છા તે રાગ મોહનીયનો ઉધ્ય. હવે અહીં આ સ્થાનમાં ઇચ્છા નિરોધના ભાવથી રસનેન્દ્રિયના સંયમ કરવાની ભાવનાથી ઓછું ખાય તો અશાતાનો નાશ કર્યો કહેવાય અને એનાથી લાભ પ્રાપ્ત થયો કહેવાય. એમ પૈસો જરૂર મુજબ મલ્યા પછી અધિક મેળવવાની ઇચ્છા રાગમોહનીયનો ઉદય અને અશાતાનો ઉદય બતાવે છે. લાભાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાયનો ઉદય છે માટે મલે નહિ અને ભોગવી શકાય નહિ ! અધિક મેળવવાની ઇચ્છા ન હોય અને મળેલી ચીજનો ભોગવટો કરતા હો તો શાતાનો ઉદય ગણાય. આપણે મળેલી ચીજનો ઉપયોગ શાતા રૂપે કરીએ છીએ કે અશાતા રૂપે ? અધિક મેળવવાની ઇચ્છા એ અશાતાના ઉદયના કારણે મળેલી સુખની સામગ્રીને સુખના અનુભવ પૂર્વક ભોગવવા દેતી નથી એટલે એવા જીવોને સુખમાં સુખની અનુભૂતિ થતી નથી રાગાદિ પરિણામ આહાર, ભય, મેથુન અને પરિગ્રહના વિચારોથી જ અશાતાનો ઉદય થાય છે. રાગાદિના ઉદયને પાપના અનુબંધનો ઉદય કહેલો છે. પૂણ્યના ઉદયકાળથી સામગ્રી મળી છે. પાપના અનુબંધથી રાગાદિ પરિણામ પીડે છે માટે ભોગવટો કરવા છતાંય સુખની અનુભૂતિ થતી નથી. આ મનુષ્ય ભવમાં આપણે મનને આત્મિક ગુણોમાં દેવ, ગુરૂ, ધર્મની આરાધનામાં સ્થિર કરવાનું છે. સુખની લાલસા અને પૈસાનો લોભ અનાદિકાળથી જીવોને હેરાન કરી રહ્યો છે. Page 29 of 64

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64