________________
(૧) શુભ વિહાયોગતિ :- જે કર્મના ઉદયથી જીવોને શુભ ચાલ પ્રાપ્ત થાય અર્થાત્ હાથી, બગલા જેવી ચાલ પ્રાપ્ત થાય કે જે ચાલ જોતા આનંદ આવે તે શુભ વિહાયોગતિ નામકર્મ કહેલ છે. આનો બંધ પહેલાથી આઠમા ગુણસ્થાનક સુધી હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરીન્દ્રિય જીવોને નિયમા તથા અસન્ની પંચેન્દ્રિય જીવોને અશુભ વિહાયોગતિનો જ ઉદય હોય છે.
નારકીના જીવોને નિયમા અશુભ વિહાયોગતિનો જ ઉદય હોય છે. મનુષ્ય અને તિર્યંચના જીવોને બન્ને વિહાયોગતિમાંથી કોઇને કોઇ વિહાયોગતિનો ઉદય પરાવર્તમાન રૂપે હોય છે. દેવતાઓને નિયમા શુભ વિહાયોગતિનો ઉદય હોય છે. આ જ રીતે વિકલેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયને લાયક પ્રકૃતિઓનો બંધ કરતાં એટલે પર્યાપ્તની સાથે બંધ કરતાં અશુભ વિહાયોગતિ નિયમા બંધાય છે.
નારકીમાં જવાલાયક પ્રકૃતિઓનો બંધ કરતાં નિયમા અશુભ વિહાયોગતિ બંધાય છે. દેવગતિને લાયક પ્રકૃતિઓના બંધ કરતાં નિયમા શુભ વિહાયોગતિ બંધાય છે.
જ્યારે મનુષ્ય અને તિર્યંચને લાયક બંધાતી પ્રકૃતિઓમાં બે વિહાયોગતિ પરાવર્તમાન રૂપે બંધાય
પ્રત્યેક પ્રકૃતિઓનું વર્ણન
પરાઘાત નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ પોતે નબળો હોવા છતાં પોતાના શરીરને જોઇને બલવાન પણ થીજી જાય એટલ કે બળવાન માણસ પણ તેને માર્યા વગર અથવા વાદ વિવાદ કરવા આવેલ હોય તો તે વાદ વિવાદ કર્યા વગર પાછો જાય. તેને તે વ્યક્તિની સાથે વાદ વિવાદ કરવાનું મન ન થાય તે પરાઘાત નામકર્મ કહેવાય છે.
છે.
આ કર્મનો ઉદય હોય તો પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવોને હોય છે. અપર્યાપ્ત નામકર્મની સાથે આનો ઉદય હોતો જ નથી. અથવા પ્રાચીન કર્મગ્રંથમાં મહાપુરૂષોએ જુદો જ અર્થ કર્યો કે જે કર્મના ઉદયથી પારકાનો એટલે બીજાનો ઘાત કરવો તે પરાઘાત નામકર્મ કહેવાય. અહીં વિચાર કરતાં એ અર્થમાં એમ જણાય કે બીજાનો ઘાત એટલે તેના વિચારોને સ્થગીત કરી દેવા, વિચાર શૂન્ય બનાવી દેવા, એ વાદ આદિ કર્યા વગર પાછો જાય એવું જે માનસ પેદા થાય એને પણ ઘાત અર્થમાં કહી શકાય એમ લાગે છે. માટે એ અર્થથી પણ પરાઘાત નામકર્મ કહેવાય છે.
આ કર્મનો બંધ પર્યાપ્ત નામકર્મ બંધાય તેની સાથે એકથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી બંધાય અને તેરમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે.
ઉચ્છવાસ નામકર્મ :- જે કર્મના ઉદયથી જગતમાં રહેલ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસ અને નિઃશ્વાસરૂપે પરિણમાવી વિસર્જન કરવા તે અથવા ઉચ્છવાસ નિ:શ્વાસ લેવો તે ઉચ્છવાસ નામકર્મ કહેવાય છે. જીવોને ઉચ્છવાસ લબ્ધિ ઉચ્છવાસ નામકર્મથી પેદા થાય છે. એટલે સાધ્ય છે અને જે શક્તિ વડે ઉચ્છવાસનો વ્યાપાર થાય તે ઉચ્છવાસ પર્યાપ્તિથી સાધ્ય છે. આ કર્મનો બંધ પર્યાપ્ત નામકર્મની સાથે પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છ ભાગ સુધી અને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી હોય છે.
આતપ નામ
માત્ર સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોને વિષે આ નામકર્મનો ઉદય હોય છે. તે સિવાય બીજા કોઇને એનો ઉદય હોતો નથી. જેનું શરીર શીત સ્પર્શવાળું છતાં ઉષ્ણ પ્રકાશરૂપ તાપને કરે એટલે એના કિરણો જેમ જેમ દૂર ફેંકાય તેમ તેમ ગરમી વધે છે, અર્થાત્ તાપને આપે છે તે આતપ નામકર્મ
કહેવાય છે.
Page 47 of 64