Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 45
________________ નરકગતિમાં જીવો બીજું ગુણસ્થાનક લઇને જાય નહિ. પહેલું અને ચોથું ગુણસ્થાનક લઇને જઇ શકે છે. તિર્યંચગતિમાં પહેલું બીજું અને ચોથું ગુણસ્થાનક લઇને જઇ શકે છે. મનુષ્યગતિમાં પણ પહેલું બીજું અને ચોથું ગુણસ્થાનક લઇને આવી શકે છે. તેમાં તીર્થકરના આત્માઓ મનુષ્યગતિમાં છેલ્લે ભવે આવતા હોય છે ત્યારે નિયમાં ચોથું ગુણસ્થાનક લઇને આવે છે. દેવગતિમાં જીવો પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાનક લઇને જઇ શકે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને વિષે પણ જીવો પહેલું, બીજું અને ચોથું ગુણસ્થાનક લઇને જઇ શકે છે. બસનાડીવાળા જીવો ત્રસનાડીમાં ઉત્પન્ન થાય તો એક સમયે-બે સમયે અથવા વધારેમાં વધારે ત્રણ સમયે ઉત્પન્ન થઇ શકે છે. જ્યારે ત્રસ નાડીની બહારના ભાગમાં એકથી પાંચ સમયમાંથી ગમે તે સમયે ઉત્પન્ન થઇ શકે છે. વિહાયોર્ણાતિ-શણ વિહાયોર્ણાતિ વિહાય = આકાશ તેને વિષે ગતિ કરવી તે વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. મનુષ્યગતિના જીવોને બે પ્રકારની ચાલ હોય છે. (૧) શુભ અને (૨) અશુભ. હંસ અને હાથી જેવી ચાલ હોય તે શુભ વિહાયોગતિ કહેવાય છે. તે એક સરખી રીતે ચાલે, દોડે એવું કરે નહિ. મહાપુરૂષોની ચાલને શુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. મનની પ્રસન્નતા અને સ્થિરતા ટકી રહેતી હોય એવી જે ચાલ કે જેમાં ફર થાય નહિ તે શુભ વિહાયોગતિ કહેવાય છે. સોબત એવી અસર તે આના ઉપરથી એટલે ચાલ ઉપરથી વાક્ય નીકળેલું છે. સજ્જનતા અને ર્જનતાનો ભેદ ચાલ ઉપરથી ઓળખાય છે. મહત્વના કામ હોય કે સામાન્ય કામ હોય પણ મહાપુરૂષોને વિશ્વાસ હોય છે કે જે ટાઇમે જે કામ થવાનું હોય છે તે ટાઇમે જ થવાનું છે તેમાં સ્ટેજ પણ આઘું પાછું કરી શકવાની તાકાત કોઇનામાં નથી તો પછી ઉતાવળ કરવાની શી જરૂર ? એમ માનીને પોતાની ચાલે ચાલે જે જીવોની ચાલ ખર એટલે ગધેડા જેવી ચાલ હોય, કુદકા મારતો ચાલે, ઠેકડા મારતો ચાલે, લંગડી, ખોખા, હુતુતુ. આ બધી રમતો રમવી તે અશુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. આવી રમતોમાં સરખી રીતે રમે તે હોંશિયાર ગણાય ન આવડે તો બીજા હસે મશ્કરી કરે, આવા બધા જીવોને અશુભ વિહાયોગતિ નામકર્મ બંધાય છે. ભવાંતરમાં તેને સારી ગતિ મળે નહિ. તિર્યંચગતિના જીવો તિચ્છ જ ચાલે તેમની ચાલ ટેટી હોય છે તેમને સીધું દેખાય જ નહિ. આપણા શાસનમાં આથીજ આવી બધી રમતો. રમવાની છૂટ આપી જ નથી અને જોવાની પણ છૂટ આપી નથી. તો આપણે શું કરવું એ જોવાનું. જગતના બીજા જીવોના દોષ જોવાય નહિ. બીજામાં સારું શું છે એ જોવાનું. આપણા ખરાબ દોષો જોઇન સારા બનવાની કોશીષ કરવી. આપણું કર્તવ્ય શું છે તે વિચારવાનું. બીજાના દોષ જોવા કરતાં આપણા દોષોને જોઇને તે સુધારવાના છે. સંસારના દરેક જીવોમાં દોષો રહેલા છે. કદાચ સામાના દોષ આપણને દેખાઇ જાય તો વિચારવાનું એ છે કે એ જીવ અજ્ઞાન છે માટે તેનામાં દોષ છે, હું અજ્ઞાન હતો ત્યારે મારામાં પણ આવા જ દોષો હતા. આનાથી વધારે પણ દોષો હતા. આવા વિચારો કરીએ તો આપણામાં જે નુક્શાનકારી વિચારધારા આવવાની હોય તે અટકી જાય. બીજા માટેના દોષને સ્થિર કરવાની વિચારધારા જરૂર અટકી જશે. કદાચ કોઇનો દોષ દેખાય તો પણ તે જીવ પ્રત્યે દ્વેષ બુધ્ધિ ન થાય એની કાળજી રાખવી જેથી તે દોષ આપણામાં આવે નહિ. શ્રી કૃષ્ણ મહારાજા ત્રણ ખંડના માલીક છે. ચોથા ગુણસ્થાનકે રહેલા છે એટલે પહેલેથી એમનો સ્વભાવ એવો બનાવેલો છે કે કોઇ પણ પદાર્થમાં પછી સચેતન પદાર્થ હોય કે અચેતન પદાર્થ હોય તેમાં સારું Page 45 of 64

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64