________________
આથી સૂર્યના વિમાનની જેમ જેમ નજીક જઇએ તેમ તેમ ગરમી ઓછી થતી જાય છે એટલે શીતતા. પ્રાપ્ત થતી જાય છે. એ સૂર્યનું વિમાન ગોળ હોય છે તેમાં પૃથ્વીકાયના અસંખ્યાતા જીવોનો સમુદાય રહેલો હોય છે.
અગ્નિમાં એટલે તેઉકાયમાં એ જીવોનું શરીર ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદયવાળું જ સ્વાભાવિક રીતે રહેલું હોય છે માટે તે સદા માટે ઉષ્ણતાવાળું જ હોય છે અને તેનો સ્વભાવ ઉર્ધ્વગતિ ગમનવાળો હોય છે. આથી તે આતપ નામકર્મ રૂપે કહેવાતું નથી. અઢી દ્વીપ અને બે સમુદ્રોને વિષે એકસો બત્રીશ સૂર્યો અને એકસો બત્રીશ ચન્દ્રો હોય છે. આ દરેક વિમાનો પૃથ્વીકાય રૂપે જ હોય છે અને સચેતન હોય છે. ચન્દ્રના વિમાનને આતપ નામકર્મ હોતું નથી. માત્ર સૂર્યના વિમાનોની જ આ વિશેષતા છે. આ જીવોને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તાથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી બીજું ગુણસ્થાનક હોઇ શકે છે. કેટલાક જીવોને પછી પહેલું ગુણઠાણું હોય છે. એ સૂર્યના વિમાનમાં પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થઇ જઘન્ય આયુષ્ય એક એક અંતર્મુહુર્તનું પણ હોય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીશ હજાર વર્ષનું પણ હોય છે. આ સૂર્યના વિમાનો અઢી દ્વીપમાં અનાદિ કાળથી ચાલે છે અને સદા માટે અનંતકાળ સુધી ચાલ્યા જ કરવાના છે. એ એની ગતિ રૂપે સદા માટે તાજ રહેવાના છે એ એનો સ્વભાવ છે તે સૂર્યના. આપના કિરણોનો અગ્નિ અચિત્ત અગ્નિકાય રૂપે નથી. સચિત્ત અગ્નિકાય રૂપે હોય છે માટે સોલારના સાધનોમાં છએ કાયની હિંસાનું જોરદાર પાપ લાગ્યા કરે છે. કારણકે એ કિરણોની ગરમીથી કેટલાય ઉડતા જીવો શેકાઇ શેકાઇને નાશ પામે છે. સોલારના કોઇપણ સાધનોની અનુમોદના પણ ન કરાય કારણકે સચિત્ત અગ્નિકાયનો ઉપયોગ થયો માટે નિષેધ છે. ચાલુ ગેસના-અગ્નિમાં-લાકડા-છાણા વગેરેના કોઇપણ અગ્નિમાં છએ કાયના જીવોની હિંસાનું પાપ લાગ્યા કરે છે. આ સૂર્યના કિરણોનો અગ્નિ અચિત્ત છે કે સચિત્ત એ તો કેવલી ભગવંતો જ જાણી શકે અને આજે કોઇ કેવલી ભગવંતો આપણા કાળમાં એટલે અત્યારે જ્યાં આપણે આરાધના કરીએ છીએ એ ક્ષત્રમાં વિધમાન નથી માટે જ્ઞાની ભગવંતો એ કહ્યું કે સચિત્તનો વ્યવહાર કરીને જ જીવન જીવવું જોઇએ. માટે આ બધાનો ઉપયોગ કરવો પડતો હોય તો દુ:ખતે હૈયે કરવાનો પણ જેમ બને તેમ તેમાં સંયમ વધારે રાખવાની જરૂર છે. ગૃહસ્થને એક બીજાને અગ્નિ આપવાનો નિષેધ કહેલો છે. આઠમા અનર્થદંડ વ્રતની અંદર એ વાત આવે છે. એવી જ રીતે નવો અગ્નિ પેદા કરવામાં પણ દોષ વધારે લાગે છે. માટે આગળના કાળમાં અગ્નિનું કામ પતી જાય પછી હાંલ્લીમાં ભરી દેવામાં આવતો અને તેના ઉપર રાખ નાખવામાં આવતી જ્યારે બીજા દિવસે અગ્નિનું કામ પડે તો તે હાંલ્લીનાં અગ્નિને એક બાજુ ઢગલો કરી તેમાં સળગતો જે અંગારો હોય તે લઇને તેમાંથી અગ્નિ પેટાવવામાં આવતો હતો કે જેથી દોષ ઓછો લાગે. જ્યારે આજે તો ગેસ વગેરે થઇ ગયેલા હોવાથી આ બાબતનું વિશેષ ધ્યાન અપાતું નથી.
આતપ નામકર્મ શુભ છે કારણકે પોતે શીત હોવા છતાં બીજાને જીવાડવામાં ગરમી આપે છે. સૂર્યકાન્ત મણિ નામનો પથ્થર આવે છે કે જે અગ્નિમાં રાખવામાં આવે અને એમાં હાથ રાખવામાં આવે તો દઝાતું નથી. અગ્નિ ઠંડો થઇ જાય છે. કારણ એ મણિ અગ્નિની બધી ગરમીને શોષી લે છ માટે આતપ નામકર્મની વિશેષતા એજ કે તે બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય સૂર્યના વિમાનમાં રહેલાને જ ઉદય હોય
છે.
જે કર્મના ઉદયથી જીવોનું પોતાનું શરીર શીત એટલે ઠંડુ હોય છે અને જેમ જેમ એના શરીરમાંથી પ્રકાશના કિરણો નીકળે તેમ તેમ ઉષ્ણતા વધતી જાય એટલે જેમ જેટલા દૂર વધારે કિરણો ફ્લાય તેમ ગરમી વધતી જાય એવું જે શરીર પ્રાપ્ત થાય તે આતપ નામકર્મ કહેવાય છે. આ શરીર બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય નામકર્મની સાથે બંધાય છે અને આનો ઉદય નિયમા જગતમાં એક જ એટલે સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાય રૂપે જે જીવો છે એવા પૃથ્વીકાય જીવોને જ ઉદયરૂપે હોય છે. બીજા કોઇને ઉદયરૂપે હોતું
Page 48 of 64