Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 52
________________ કરે છે. એજ રીતે ધ્રુવોદયી હોવાથી દરેક જીવો તેરમા ગુણસ્થાનક સુધી સતત ઉદયમાં ભોગવ્યા કરે છે. જેવા રસવાળું આ કર્મ હોય તે પ્રમાણે તે રીતે અંગોપાંગ ગોઠવાતા જાય છે. જે કર્મના ઉદયથી જ આ બધુ ગોઠવાતું જાય છે. ફાર થયા કરે છે. તો પછી આ શરીરનો મોહ શા માટે ? તેમાં મમત્વ બુદ્ધિ વધારવાનું કાંઇ પ્રયોજન ખરૂં ? શરીરને જોઇને આપણા રાગાદિ પરિણામો-મમત્વ બુદ્ધિ વધતા જાય એવો પ્રયત્ન કરવાની કોઇ જરૂર ખરી ? આ શરીર કૃત્રિમ સાધન જેવું છે તે કેટલા કાળ સુધી કામ કરવાનું? આપણે નિર્માણ નામકર્મ જેવા રસે બાંધીને આવેલા છીએ એ પ્રમાણે શરીરમાં ગોઠવાયેલા છે તો તેમાં રાજીપો અને નારાજી કરવાની કોઇ જરૂર ખરી ? આપણું કોઇ અંગ બરાબર ન હોય તો તેને વારંવાર જોઇને નારાજી થાય નહિ ને ? આપણા કર્મના ઉદયથી મળ્યું છે તો તે સમતાથી વેઠી લઇએ તોજ લાભ થાય ને ? માટે જ્ઞાનીઓ કહે છે એ પણ સમતાથી વેઠીએ તો પુણ્યાનુબંધી પુણ્ય રૂપે બંધાય અને નારાજીથી વેઠીએ તો પાપાનુબંધિ પુણ્યરૂપે બંધાય રાજી થઇએ કે નારાજ થઇએ એનાથી પાપના અનુબંધ વાળો રસ બંધાયા જ કરે છે. એવા જીવોને પુણ્યનો અનુબંધ બંધાતો નથી. સમાન વૃત્તિ રાખીને જીવીએ તો જ પુણ્યનો અનુબંધ થયા કરે. વિચારધારાને સરખી રાખીને કર્મના ઉદયને ભોગવવામાં વાંધો ખરો ? નિર્માણ નામકર્મના ઉદયથી અંગોપાંગની જે રચના થયેલી છે તેમાં રાજીપો કે નારાજી કરતાં જીવીએ તેમાં કાંઇ સુધારો થવાનો છે ખરો ? વિશેષ રીતે સારા બની જવાના ખરા ? એ રાજીપો નારાજી ન કરીએ તો ન જીવાય એવું તો નથી ને ? ભુતકાળમાં જેવો રસ બાંધ્યો હોય છે તેવો રસ ઉદયમાં આવ્યો છે ઉપરથી રાજીપો નારાજી કરતાં કરતાં પાપનો અનુબંધ કરીને આપણે આપણા આત્માના શત્રુ બનીએ છીએ તો આત્માના મિત્ર બનવું છે કે શત્રુ તે આપણા હાથની વાત છે. જ્યારે જીવ અપુનબંધક દશાના પરિણામને પામે ત્યારે તેને પોતાની સ્થિતિ શું છે તે સહજપણે દેખાય તેનાથી અભ્યાસ પાડીને શરીર પ્રત્યે મમત્વ ભાવથી રખડ્યો છું એની આસક્તિ મારા આત્માને દુ:ખી કરે છે એમ ઓળખીને સમભાવ રાખીને જીવન જીવતો જાય. અનંતી પુણ્યરાશીથી જૈન શાસન મળ્યું છે તેમાં શરીર પણ સારું મળ્યું છે. અંગોપાંગ પણ સારા મલ્યા છે. તો પછી બીજાના અંગોપાંગ ને જોઇને કપેર કરીને જીવવું એ ઉચિત છે ? બીજાનાં શરીરો જોવાતો મળવાના છે તો તે દેખીને કેવી રીતે જીવવું એ નક્કી કરવાનું છે. તે જીવે એના નિર્માણ નામકર્મના રસ પ્રમાણે પ્રાપ્ત કર્યું છે મેં મારા નિર્માણ નામકર્મના રસ પ્રમાણે પ્રાપ્ત કર્યું છે એમાં કપેર કરવાથી કોઇ ફ્રેક પડવાનો નથી. આ વિચાર જેટલો વારંવાર કરીએ તો શરીર પ્રત્યે સમભાવ પેદા થતો જાય છે. આપણે જે કોઇ ચીજો જોઇએ છીએ તે કર્મના સ્વભાવની વિચિત્રતા કેવા કેવા પ્રકારની હોય છે તે ઓળખવા માટે છે પણ તેમાં રાગાદિ કરવા માટે નથી. અનુકંપા દાનમાં વિચાર શું કરવાનો ? વિચાર એ કરવાનો છે કે આ મારો ઉપકારી છે એ મને યાદ કરાવવા આવ્યો છે મને ચેતવવા આવ્યો છે. મારી શક્તિ હોય તો મારે આપવું જ જોઇએ. દુ:ખી, દીન, અનાથ અને રોગી માણસને જોઇને થાય કે ખાવાનું પણ ભીખ માંગીને મેળવવું પડે છે જે સામગ્રી મળી છે તેમાં પાપ કરીશ તો ભવાંતરમાં મારી કેવી સ્થિતિ થશે ? એ ભુતકાળમાં કેવા પાપ કરીને આવ્યો છે માટે તેની આ સ્થિતિ થઇ છે બાકી એ મનુષ્ય છે હું પણ મનુષ્ય છું છતાં તેને માંગવું પડે છે. મારે વગર માગે મલે છે શાથી ? એ યાદ કરાવવા માટે અને આપણને પાપ કરવામાં ચેતવવા માટે આવેલો છે. આ ભાવ અનુકંપા. દાનમાં રહેલો છે. આ આર્યદેશના આર્ય સંસ્કારની સામાન્ય વાત છે. જો આ ચાલુ રહે તો અનુકૂળ પદાર્થો માટે જે પાપો થાય છે તે થાય નહિ. આ બાપડો કેવો રીબાય છે ? મારી તાકાત હોય તો એનું દુ:ખ હું દુર કરૂં આવી ભાવના આવે ને ? આથી મારું શરીર સારું હોય તો જોઇને રાજી થવાનું નથી. એના કર્મથી એને મળ્યું છે. એ ભોગવે એવું Page 52 of 64

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64