________________
જૈન શાસન આજ્ઞા પ્રધાન શાસન છે દયા પ્રધાન શાસન નથી જરૂર પડે આજ્ઞાથી હિંસા કરે તો પણ પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે. એટલે હિંસાનું પાપ લાગતું નથી. આણાએ ધમ્મો આજ્ઞા એજ ધર્મ છે. આજ્ઞા વગરની અહિંસા એ અહિંસા નથી. સંયમ એ સંયમ નથી અને તપ એ તપ નથી એ બધું નકામું છે. આજ્ઞા રાગાદિને મારવા માટે છે. બાદર નામકર્મ બાંધવા માટે આ બધો વિવેક જોઇશે. જેના દર્શનમાં જે ઉચ્ચ કોટિનો વિવેક છે તે બીજા કોઇ દર્શનોમાં નથી. આજ્ઞાથી નિર્જરા વિશેષ થાય છે. આજ્ઞા વગર કર્મબંધ વિશેષ થાય. આજે લગભગ લક્ષ્ય બદલાઇ ગયું છે. બાહ્ય તપ જૈન શાસનમાં આજે વધારે દેખાય છે. પણ વૈરાગ્ય દેખાતો નથી માટે તપ કરીને પણ કર્મ વધારે બાંધે. આપણને જે બાબતમાં સમજ ન પડે તો ગુરૂ ભગવંતને પૂછવું જેમ દુનિયામાં બાપ એક જ હોય. વડીલ ઘણાં હોય છતાં બાપ કેટલા ? એક જ. તેમ ગુરૂ પણ એક જ રાખવા એક ગુરૂના ખીલે જીવન સમર્પત કરી દેવું જોઇએ. એટલે ગુરૂના ખીલે બંધાઇ જવું જોઇએ. જીવન સમર્પિત કર્યા પછી કશું વિચારવું નહિ. અલગ અલગ સાધુને પૂછ પૂછ કરવાથી સ્વભાવ નિંદક વધારે બને છે. અને જૈન શાસન પામવામાં વિઘ્ન રૂપ બને છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહ, આજ્ઞા પૂર્વક ન હોય તો તે ધર્મ નથી. ગમે તેટલી જયણા પાળતા હોય પણ આજ્ઞા મુજબ પાળીએ તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે. જીવ આજ્ઞામાં બંધાયો પછી જોવાનું નહિ.
અભયકુમાર ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવી ગયા ને ? સમકીતી જીવો ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતા હોય છે. સમકીતીનું જીવન વૈરાગ્ય જરાય આઘો પાછો ન થાય તે પ્રકારનું હોય છે. પેલાએ અટ્ટમ કર્યો માટે મારે કરવો એવું નહિ. મારામાં તાકાત નથી તો ખાઇ લેવું પણ રાગ પૂર્વક ખાવું નહિ. વૈરાગ્ય રાખીને ખાવાથી પણ ઉપવાસ જેટલું જ ળ મળે કેમકે વૈરાગ્ય રાખીને ખાવામાં સ્વાદ આવે. જ નહિ. તિથિને દિવસે પણ જો નવકારશી કરે છે એમ ન બોલાય. ભગવાનના શાસનમાં-આજ્ઞામાં દરેકને શક્તિ મુજબ તપ કરવાનું કહ્યું છે. વૈરાગ્ય ભાવ પૂર્વક ખાય તો કર્મ નિર્જરા પણ વધારે કરે. માટે શક્તિ મુજબ કરવું પણ વૈરાગ્ય ભાવ સાથે કરવું તો જ નવકારશી કરવાવાળાન કર્મનિર્જરા વધારે થાય.
ચોદપૂર્વી એવા ભદ્રબાહુસ્વામીજી એ એકસો વીસ ઉપવાસ ચોવીહારા કરનારા સિંહ ગાવાસી-સાપના બીલ પાસે રહેનારા-કુવાના ભારવઠીયા ઉપર રહેનારા મહાત્માઓને આજ્ઞા આપી તેમાં તેમની હાજરીમાં જ વેશ્યાને ત્યાં રહીને ચોમાસું કરનાર સ્થૂલભદ્રજીને દુષ્કર દુષ્કર શાથી ? કારણ કે તેઓ વૈરાગ્યમાં અણનમ રહ્યા હતા. ભોગવિલાસની સામગ્રીની વચ્ચે પણ અણનમ રહ્યા છે. માટે આથી વિચારો અને સમજો કે ચૌદપૂર્વી એવા મહાત્માઓ પણ વૈરાગ્ય પૂર્વકના ત્યાગને મહત્વ આપે છે. આજે ચતુર્વિધ સંઘમાં તપ વધ્યો છે. ધાર્મિક અનુષ્ઠાનો બાહ્યતા ધાર્મિક ક્રિયાઓ વધી છે. પરંતુ વૈરાગ્ય પૂર્વકનું શોધો તો કેટલું મળે ? ક્ત ત્યાગજ આગળ હોય અને વૈરાગ્ય ન હોય અને લાવવાની એટલે પેદા કરવાની ભાવના પણ ન હોય તો મોહરાજા એવો ચઢી બેસશેકે આપણી ગાડી બીજી દિશામાં જતી રહેશે. હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ રાખીને વરાગ્ય પૂર્વકની અનુમોદના કરવી તોજ સતત સમયે સમયે બાદર નામકર્મ પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે બંધાશે નહિ તો પાપાનુબંધિ પુણ્ય રસે અથવા પરાવર્તમાન રૂપે સૂક્ષ્મ નામકર્મ બંધાશે !
પતિ નામમ
જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે. તે સંપૂર્ણ પૂર્ણ કરે તેને પર્યાપ્ત નામકર્મ કહેવાય છે. પર્યાપ્તિ એટલે શક્તિ એ જ હોય છે.
જીવ પોતે પોતાનું આયુષ્ય બાંધીને, તે આયુષ્યનો ઉદય પ્રાપ્ત કરી, આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરી, તેને પરિણમાવી, તેમાંથી જે જે શક્તિઓ જોઇએ જીવન જીવવા માટે તે પ્રાપ્ત કરીને પોતાનું આયુષ્યા હોય ત્યાં સુધી તે શક્તિઓને ટકાવીને જીવન જીવ તે પર્યાપ્ત નામકર્મ કહેવાય છે.
Page 55 of 64