________________
પણ વિચારવાનું નથી. એના સંસ્કાર જ એવા પ્રકારના હોય કે રોગી આદિને જોઇને સતત સાવચેતીથી જીવતો હોય છે. શરીરને સાચવવા સુખાકારી રાખવા જીવહિંસા કરીશ તો ભવાંતરમાં આટલું શરીર પણ મલશે નહિ. અંગોપાંગમાં રોગાદિ ન થાય તેની કાળજી માટે હિંસા કરવી પડે તો હિંસા કરવા તૈયાર ખરા ને ? અને તે પણ રાજીપાથી કે નારાજીથી ?
અંગોપાંગને સારા અને સ્વચ્છ રાખવા માટે આખા દિવસમાં પાણીનો ઉપયોગ કેટલો ? પાણી એ અકાય જીવો છે તેની હિંસા રાજીપાથી કે નારાજીથી ? જે જે જીવોની હિંસા અંગોપાંગને સાચવવા માટે કરો છો એનાથી એવું પાપાનુબંધી પાપ બંધાય છે કે ભવાંતરમાં આવા અંગોપાંગ મલશે નહિ એ મળેલા અંગથી કાંઇક સારૂં કામ કરીએ તો પાપાનુબંધિ પુણ્ય બંધાય પુણ્યનો રસ ઓછો પાપનો વધારે. ભગવાને મળેલા શરીરથી જે પરિષહો અને ઉપસર્ગો વેઠ્યા એની અપેક્ષાએ આપણા શરીરનો દુઃખાવો કેટલો ? આપણા કર્મો કેવી રીતે ખપાવીશું ? આવા વિચારોથી આંશિક પુણ્ય બંધાય એના માટે ડોક્ટર પાસેથી દવા વગેરે લેવાની જરૂર નથી. માટે આવા વિચારો કરીને મનને સ્થિર કરવાનું છે. શરીર એના સ્વભાવ મુજબ તો કામ કરવાનું છે. કોઇવાર હાથ દુઃખે, કોઇવાર પગ દુઃખે, કોઇવાર માથું દુઃખે પણ એનાથી આપણે નારાજી કરવાની જરૂર નથી. એનાથી સાવચેત થવાનું છે. જો આ રીતની સાવચેતી રાખીને જીવીએ તોજ નિર્માણ નામકમનો પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે બંધ કરી શકીએ.
ત્રસનામ
સુખ મેળવવાની ઇચ્છાથી અને આવેલા દુ:ખને દૂર કરવાની ઇચ્છાથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તે ત્રસનામ કર્મનો ઉદય ગણાય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને આ કર્મનો ઉદય અવશ્ય હોય છે માટે એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે છે.
આ નામકર્મ જે જીવોએ જેવા રસે બાંધ્યું હોય તેવા રસ પ્રમાણે ઉદયમાં આવે છે.
આ મળેલી શક્તિનો એટલે એક સ્થાનકેથી બીજા સ્થાને જવાની શક્તિનો જેટલો દુરૂપયોગ કરવામાં આવે એનાથી ભવાંતરમાં પાછા એવી શક્તિ પેદા ન થાય એવું કર્મ બંધાય છે. એટલે સ્થાવર નામકર્મ જીવ બાંધતો જાય છે. આત્મકલ્યાણ કરવાના હેતુથી ત્રસનામ કર્મથી મળેલી શક્તિનો ઉપયોગ કરીએ તે સદુપયોગ કહેવાય છે. અને શરીર-ધન અને કુટુંબની સુખાકારી માટે તે મળેલી શક્તિનો જેટલો ઉપયોગ કરીએ તે દુરૂપયોગ કહેવાય છે.
જીવનમાં સદુપયોગ વધારે થાય છે કે દુરૂપયોગ ? મોં મલ્યું છે તેનાથી ગમે તેવા પદાર્થો ખાઇને ભવાંતરમાં પ્રતિપક્ષી શક્તિ મળે તેવું કર્મ બંધાતુ જાય છે. કદાચ જીભ ન મળે અને કદાચ જીભ મળે તો તેમાં સ્વાદ ન આવે. એવા પ્રકારનું કર્મ બંધાય છે. ભૂખ લાગે અને ખાય તેમાં જ્ઞાનીઓએ નિષેધ કર્યો નથી પણ એ બધી ચીજોનો ઉપયોગ વિવેક પૂર્વક કરે તો તેનાથી ત્રસનામ કર્મ બંધાય આનાથી વધારે સતેજ ત્રસનામકર્મનું પુણ્ય બાંધતો જાય નહિં તો એકેન્દ્રિયમાં નિગોદમાં જવા લાયક કર્મ બંધાય. આ કર્મ આઠમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને ચૌદમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. બીજા ગુણસ્થાનકથી સતત બંધાય છે. પહેલા ગુણસ્થાનકે જેવા અધ્યવસાય હોય તે પ્રમાણે સ્થાવર નામકર્મ ત્રસનામકર્મ એક એક અંતર્મુહૂર્તે બંધાયા કરે છે. મળેલી પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ સ્થાવર નામકર્મને બાંધવામાં કરતાં નથી
ને ? બંધાય તો ત્રસનામકર્મ જ બંધાય છે. એટલો વિવેક આપણા અંતરમાં ખરો ને ? મળેલી ત્રસપણાની શક્તિનો ઉપયોગ વિવેકપૂર્વક કે વિવેક વગર થાય છે ? દુન્યવી પદાર્થો મેળવવામાં, ટકાવવામાં કે ભોગવવામાં જો આપણને વિશેષ સ્થિરતા રહેતી હોય તો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે સ્થાવર નામકર્મ વિશેષ બાંધી રહ્યા છીએ એમ કહેવાય. માટે આનાથી નક્કી એ થાય છ કે આપણે સમકીત પામેલા નથી. અપુનબંધક દશાના પરિણામને પણ પામેલા નથી તોજ પરાવર્તમાનરૂપે આ બંધાય.
Page 53 of 64