Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 49
________________ નથી. આથી આપ નામકર્મનો બંધ અને ઉદય પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ઉદ્યોત નામઠમી પોતાનું શરીર શીત હોય અને તેમાંથી શીતતાનો પ્રકાશ જેમ જેમ દૂર કિરણો ફ્લાય તેમ નીકળતો. જાય છે તે ઉધોત નામકર્મ કહેવાય છે. સૂર્ય સિવાયના સઘળા વિમાનોનો પ્રકાશ જગતમાં રહેલા જેટલી. જાતિના રત્નો એ ઉધોત નામકર્મના ઉદયવાળા કહેવાય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીનાં જીવોને કોઇને પણ ઉદયમાં હોઇ શકે છે. આ પ્રકૃતિનો બંધ તિર્યંચ ગતિની સાથે જ હોય છે. ઉદય પણ તિર્યંચગતિની સાથે જ હોય છે. માટે તે તિર્યંચ ગતિન યોગ્ય પ્રકૃતિ કહેવાય છે. બધા વિમાનો પૃથ્વીકાયના બનેલા હોવાથી આ ઉધોત નામકર્મ એકેન્દ્રિય જીવોને છે. એમ કહેવાય છે અને શીતતાના કારણે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. બંધ પહેલા બીજા બે ગુણઠાણે હોય છે. ઉદય પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. મનુષ્યો ઉત્તર વક્રીય શરીર કરે છે ત્યારે તેઓનું શરીર પ્રકાશ કરનારું હોય છે પણ તેઓને ઉધોત નામકર્મનો ઉદય હોતો નથી. એજ રીતે દેવોને પણ શરીર ઉધોતવાળું એટલે પ્રકાશવાળું હોય છતાં ઉધોત નામકર્મ કહેવાતું નથી. અરૂલા નામમ જીવને જે શરીરની પ્રાપ્તિ થયેલી હોય છે તેમાં ગુરૂ પણ નહિ અને લઘુ પણ નહિ એવા શરીરની જે પ્રાપ્તિ તે અગુરુલઘુ નામકર્મ કહેવાય છે. જેઓને ભારે શરીર હોય અને લઘુ ન હોય. ઘણાંને લઘુ હોય અને ભારે ન હોય તેઓને એ પુણ્ય પ્રકૃતિમાં રસ ઓછો ઉદયમાં ચાલે છે એમ સમજવું. જો પુણ્યાનુબંધિ પુણ્યા રસ ઉદયમાં હોય તો સમતોલપણું શરીરમાં પ્રાપ્ત થાય છે. જેના કારણે બેસાડી શકાય, ઉઠાડી શકાય, ચલાવી શકાય ઇત્યાદિ થઇ શકે છે. જે કર્મના ઉદયથી જીવોને જે શરીરની પ્રાપ્તિ થયેલી હોય છે તે ગુરૂ એટલે ભારે પણ ન હોય અને લઘુ એટલે હલકું પણ ન હોય. જે પ્રમાણમાં જોઇએ તે પ્રમાણમાં સમ હોય તે અગુરુલઘુ નામકર્મ કહેવાય છે. આ નામકર્મનો ઉદય જીવોને ધ્રુવોદય રૂપ એટલે સતત હોય છે. બંધ પણ સતત હોય છે. તેમાં જો જીવોને ભારે શરીર પ્રાપ્ત થયેલ હોય તો સમજવું કે આ નામકર્મ બરાબર નથી. તેમજ સમ કરતાં લઘુરૂપે મળેલા હોય તો સમજવું કે આ નામકર્મ બરાબર નથી. જગતમાં એવા ઘણાં જીવો મળે છે કે જે જીવોનું શરીર ભારે થઇ જાય છે પછી ઉઠવા, બેસવામાં, ચાલવામાં, સુવાડવામાં તકલીફ પડી જાય છે. એકવાર બેઠા પછી બેઠા બેઠા જે કામ કહો તે બધા કામ કરી શકે. ઉભા થયેલા હોયતો ઉભા ઉભાના જે કામો કહો તે કરી શકે. પણ બેસાડ્યા પછી ઉભા થવાનું કામ કહો તો કરી ન શકે તે આ નામકર્મમાં ગરબડ સમજવી. માટે આ નામકર્મના ઉદયથી જ્યારે જ્યાં શરીરને બેસાડવું, ઉઠાડવું હોય, ચલાવવું હોય તો તેમાં જરાય આળસ વગેરે ન થાય તે આ અગુરૂ લઘુ નામકર્મ કહેવાય છે. આ નામકર્મનો બંધ એકથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી હોય છે અને ઉદય તેરમા સુધી હોય છે. જિનનામ દમ જિનનામ કર્મ :- જે કર્મના ઉદયથી જીવોને ત્રણે લોકને વિષે રહેલા જીવોને માટે જગત પૂજ્ય બનાવે. અધોલોકને વિષે, ભવનપતિ દેવોને વિષે, તિચ્છ લોકને વિષે, વ્યંતર વાણવ્યંતર દેવો, જ્યોતિષી. દેવો, મનુષ્યો અને તિર્યંચોને વિષે તથા ઉર્ધ્વ લોકને વિષે, વૈમાનિક દેવોને વિષે, પૂજ્યતા પ્રાપ્ત કરાવે તે Page 49 of 64

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64