Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 43
________________ કાળનો વધારતા જાય છે. મોક્ષે ન જઇએ ત્યાં સુધી પુદગલની સાથે રહેવાન છે એની સાથે રહીને જ જીવન જીવવાનું છે એ પરાધીનપણું અને પરતંત્રતા જીવનમાં સદા માટે લખાયેલી છે માટે જ આત્મામાં રહેલા સુખને વહેલું પેદા કરવું હોય તો એ પુદગલોની જે પરતંત્રતા છે તેમાં રાગાદિ કર્યા વગર સાવચેતી પૂર્વક તેનો ઉપયોગ કરીને જીવન જીવતા શીખવાનું છે તાજ આપણું સુખ જલ્દી પેદા કરી શકીશું. એ વર્ણાદિના સંયોગના કારણે ૨૩ વિષયો થાય છે. સ્પર્શેન્દ્રિયના-૮, રસનેન્દ્રિયના-૫, ધ્રાણેન્દ્રિયના-૨, ચક્ષરીન્દ્રિયના-પ અને શ્રોત્રેન્દ્રિયના-૩ એમ એ ૨૩ વિષયોને વિષે તેને ઓળખીને સાવચેતી પૂર્વક જીવન જીવતા જીવતા આપણા આત્મામાં રહેલા સુખને પેદા કરતાં કરતાં સંપૂર્ણ સુખ પેદા કરવાનું છે. કેવલજ્ઞાન પેદા થાય તો પણ પુગલની પરાધીનતાથી જીવન જીવવાનું ચાલુ હોય છે. કેવલજ્ઞાન થાય એટલે પુગલનો સંયોગ નાશ પામ્યો એમ જ્ઞાનીઓ કહેતા નથી. હવે એ કેવલજ્ઞાનીને રાગાદિ પરિણામનો નાશ થયેલો હોવાથી એ પુદગલના સંયોગવાળા જીવનમાં સાવચેતી રાખવાની જરૂર રહેતી નથી. એ સાવચેતી બેઠેલી જ હોય છે. જ્યારે સંપૂર્ણ પુદ્ગલનો સંયોગ નાશ પામે ત્યારે જ મોક્ષ થવાનો છે. એ પહેલા નહિ. માટે જ જ્ઞાનીઓ એ વાત વારંવાર કહી રહ્યા છે કે જે પુદગલોના સંયોગમાં જીવીએ છીએ તેમાં જે વણાદિનો સંયોગ હોય છે તેને ઓળખીને એનાથી સાવચેત રહીને એટલે રાગ-દ્વેષ-ક્રોધાદિ ન થાય એ રીતે અને ખરાબ પુગલોના સંયોગમાં ઉદાસીનભાવ ન થાય એ રીતે જીવવાનું કહેલ છે. બાંધેલું કર્મ ઉદયમાં આવેલું છે તો તેમાં રાગાદિ પરિણામ ન કરવા હોય તો એ શક્તિ આપણી પાસે છે. - રાગાદિ પરિણામ સંયમીત કરીએ તોજ આત્મદર્શનની આંશિક અનુભૂતિ થાય. અનુકૂળ પદાર્થોમાં સંગ્રહવૃત્તિ તો રહેવાની જ છે તેમાં આસક્તિ-મમત્વ બુધ્ધિ જેટલાં લાંબા કાળ સુધી રહે એટલો એ સંગ્રહ ટકાવવાના વિચારો ચાલ્યા કરે છે એ અઢાર પાપસ્થાનકમાંથી અઢારમું મિથ્યાત્વ નામનું પાપ કહેલું છે અને જે પદાર્થો પ્રત્યે જેટલો દ્વેષ વધે તેમ તેનાથી છૂટવાની વૃત્તિ ચાલુ હોય છે જે પદાર્થોમાં રાગ હોય તેના સંગ્રહની વૃત્તિ ચાલુ હોય છે. આજ મિથ્યાત્વ નામનું પાપ કહેવાય છે. આજે નહિ તો કાલે કામ લાગશે એ વિચાર સંગ્રહવૃત્તિનો કહેવાય છે. આ બધી મોહરાજાની રમત છે. ભોગવાઇ જવાથી એકવાર પાપ લાગે જ્યારે સંગ્રહ કરવામાં પાપ વધારે લાગે. કારણ ? રહેલાને સાચવવા માટે શું શું કરવું પડતું નથી ? સાચવવા, ટકાવવાના વિચારો કરતાં તેનો રાગ પણ વધતો જાય છે માટે તેમાં પાપ વધારે લાગ્યા કરે છે. ભગવાનના દર્શન કરતાં કરતાં તેમના ગુણો મારા આત્મામાં જે રહેલા છે તે પેદા થાય-ક્યારે પ્રગટે એવા ભાવ રાખે તો ખરેખર આત્મામાં ભગવાન જેવા ગુણ પ્રગટે. વારસાગત મળેલી ચીજમાં પણ રાગ રાખીને જીવે તો મારીને કાં નરકમાં જાય અને કાં તો ભોરીંગ થઇ એ ચીજ ઉપર બેસી જશે. અત્યારે હાલ આપણે વધારેમાં વધારે સાતમાં ગુણસ્થાનક સુધીનાં પરિણામને પામી શકીએ છીએ. આગળના ગુણસ્થાનકના પરિણામ પામી શકતા નથી. વ્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી ભગવાનના આત્માઓ અનુકૂળ પદાર્થોમાં રહેવા છતાં રાગાદિ પરિણામ કર્યા વગર સાવચેતીપૂર્વક જીવન જીવી ગયા છે એ આદર્શ આપણા માટે મુકીને ગયા છે અને એ જીવન જીવી અંતે એ બધું છોડીને ચાલતા થયા છે અને વીતરાગ બન્યા છે આપણે છોડી ન શકીએ તો છોડવાની ભાવના તો રાખી શકીએ ને ? એ માટે સૌથી પહેલા પુણ્યના ઉદયથી જે અનુકૂળ પદાર્થોનો સંયોગ થયેલો છે એમાં સંયમ રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરતાં રહેવાનું છે ! આનુપૂર્વી નામદમ Page 43 of 64

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64