________________
વિજ્ઞાનીઓ પણ બ્લડગ્રુપ રૂપે ભેદો માને છે. કાચી વનસ્પતિ કાકડી, મોગરી વગેરે ખાવામાં જેટલો આનંદ અંતરમાં થતો જાય એનાથી ગુણાકાર રૂપે ભવની પરંપરા વધતી જાય છે.
ગંધના બે ભેદો હોય છે. સુગંધ અને દુર્ગધ. સુગંધ એ પુણ્યપ્રકૃતિ છે અને દુર્ગધ એ પાપ પ્રકૃતિ કહેવાય છે.
રસ પાંચ પ્રકારના હોય છે. કડવો, તીખો, તૂરો, ખાટો અને મીઠો. આ પાંચમાંથી કડવો અને તીખો. અશુભ ગણાય છે. તુરો, ખાટો અને મીઠો એ ત્રણ શુભ ગણાય છે.
સ્પર્શના આઠ ભેદો છે. લઘુ = હલકો, ગુરૂ = ભારે, ઉષ્ણ = ગરમ, શીત = ઠંડો, સ્નિગ્ધ = ચીકણો, રૂક્ષ = લખો, મૃદુ = કોમળ, કર્કશ = ખરબચડો.
લઘુ-ઉષ્ણ-સ્નિગ્ધ-મૃદુ. આ ચાર શુભ ગણાય છે. ગુરૂ-શીત-રૂક્ષ-કર્કશ. આ ચાર અશુભ સ્પર્શ ગણાય છે.
લઘુ સ્પર્શવાળા પુદ્ગલોથી જીવને આલ્હાદ પેદા થાય છે માટે તે શુભ અને ભારે સ્પર્શવાળા પુગલોનાં સ્પર્શથી જીવને નારાજી, ખેદ, ગ્લાનિ પેદા થાય છે માટે તે અશુભ. શરીરની ઉષ્ણતાને લીધે ઉષ્ણતાવાળા પુદ્ગલના સ્પર્શથી આલ્હાદ પેદા થાય છે માટે તે શુભ અને શીત સ્પર્શવાળા પુદ્ગલોના સ્પર્શથી જીવને નારાજી થાય છે માટે તે અશુભ ગણાય છે. મૃદુ-કર્કશ. જીવને મૃદુ સ્પર્શથી વિશેષ આલ્હાદ પેદા થાય છે. કોમળ સ્પર્શથી અનુકૂળતા વિશેષ સચવાય છે. તેમાં રાગાદિ વિશેષ થાય છે માટે તે શુભ કહેવાય છે.
ખરબચડા સ્પર્શમાં નારાજી પેદા થાય છે માટે તે અશુભ કહેવાય. સ્નિગ્ધ-રૂક્ષ. જે પુગલોમાં સ્વાદ કરવામાં વિશેષ આલ્હાદ થાય છે માટે તે શુભ ગણાય. જે પુગલોમાં રૂક્ષતા વધારે હોય તે પુગલો ગમતાં નથી. નારાજી થાય તે અશુભ ગણાય છે.
જીવના શરીરને વિષે પ્રતિપક્ષી સ્પર્શ હંમેશા રહેલા હોય છે. બાંધેલા રસ જે ઉદયમાં આવે છે એ રસના પ્રતાપે શરીરને વિષે પ્રતિપક્ષી કોઇને કોઇ સ્પર્શ હંમેશા રહેલા હોયને હોય જ. જગતમાં રહેલા દરેક જીવો ચાર સ્પર્શવાળા પુગલોનો જ આહાર કરે છે ઓછા સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર જગતમાં કોઇ કરતાં જ નથી.
નામકર્મમાં સ્પર્શ જે રીતે બાંધેલો હોય તેવા સ્પર્શનો જીવોને ઉદય થાય છે. કોઇ ભાગનો સ્પર્શ શીત હોય. કોઇ શરીરના ભાગનો સ્પર્શ ઉષ્ણ હોય. કોઇ સ્નિગ્ધ હોય ઇત્યાદિ જે સ્પશ હોય છે તે જે પ્રમાણે, બાંધેલા હોય તે પ્રમાણે હોય છે.
શરીર પુગલમય રહેલું છે. જીવો અંતર્મુહૂd અંતમૂહર્ત કોઇને કોઇ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને બાંધ્યા કરે છે. તેમાં શુભ પણ બંધાય અને અશુભ પણ બંધાય છે. શુભાશુભ પણ બંધાય છે. તેમાં જે પ્રમાણે બાંધ્યા હોય એ પ્રમાણે ઉદયમાં આવે અને ભોગવાય છે.
વર્ણાદિ ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. વર્ષાદિનો ૧૩ ગુણસ્થાનક સુધી સતત ઉદય ચાલુ હોય.
આપણા શરીરના વર્ણાદિને જોવામાં આનંદ આવે અને બીજા પ્રતિપક્ષી પદાર્થોને વિષે વર્ણાદિને જોવામાં દ્વેષ થાય છે તેનાથી સંસાર વધે છે એ પુદગલોના વર્ણાદિમાં રાગાદિ કર્યા વગર સમભાવે વેઠવામાં આવે એટલે ઉપયોગ કરવામાં આવે તો એજ પુદ્ગલો સંસાર વધારવામાં સહાયભૂત થાય નહિ માટે જ રાગાદિ પરિણામ ન થાય એ રીતે જીવન જીવતા શીખવાનું છે.
આ વર્ણાદિ ચાર સંસારનું પરિભ્રમણ વધારવામાં એનો સંગ્રહ ખુબ જવાબદાર છે. એ સંગ્રહવૃત્તિમાં જીવો એટલા મુંઝાયેલા છે કે તેમાં આસક્તિ-મમત્વ બુધ્ધિ કરતાં મારૂ છે મારું છે એમ વારંવાર કરતાં કરતાં પોતાના આત્માના જન્મ મરણની પરંપરા રૂપ સંસાર સંખ્યાત કાળનો-અસંખ્યાત કાળનો કે અનંતા
Page 42 of 64