________________
જગતમાં સંસારી જીવોને એક સ્થાનેથી બીજા સ્થાને ઉત્પન્ન થવામાં સહાય થતું નામકર્મ તે આ આનુપૂર્વી નામકર્મ કહેવાય છે.
બે પ્રકારે જીવો ઉત્પન્ન થઇ શકે છે. (૧) હજુગતિથી, (૨) વક્રગતિથી.
(૧) સહજુગતિ એટલે સરલ ગતિથી ઉત્પન્ન થવું તે. જે સ્થાનેથી બીજા સ્થાને જવા માટે સીધી ગતિમાં જાય તે હજુ ગતિ કહેવાય છે. આ ગતિથી ઉત્પન્ન થનારને એક સમય લાગે છે.
(૨) વક્રગતિથી ઉત્પન્ન થવું તેમાં એક સ્થાનેથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થવામાં વધારેમાં વધારે પાંચ સમય લાગે છે અને વક્રગતિથી ઉત્પન્ન થવામાં ઓછામાં ઓછા બે સમય લાગે છે.
કસ નાડીમાં રહેલા ત્રસ જીવોને એક સ્થાનેથી બીજા સ્થાને હજુ ગતિથી ઉત્પન્ન થતાં ચોદ રાજલોક સુધી જઇ શકે છે અને વક્રગતિથી ઉત્પન્ન થાય તો બે વક્રથી એટલે ત્રણ સમયે ઉત્પન્ન થાય છે.
જ્યારે ત્રસ નાડીની બહારના ભાગમાં સ્થાવર જીવ જે રહેલા હોય છે તે બસ નાડીમાં ઉત્પન્ન થાય તો બે સમય અને ત્રણ સમયે ઉત્પન્ન થઇ શકે છે. જ્યારે ત્રસ નાડીની બહારમાં રહેલો સ્થાવર જીવ ત્રસ નાડીમાં થઇને બસ નાડીની બહાર બીજી બાજુ ઉત્પન્ન થાય તો ચાર સમય અથવા પાંચ સમય પણ લાગે છે. આ દરેકમાં બે સમયે એક વક્રથી ઉત્પન્ન થનારને પહેલો સમય આહારી અને બીજો સમય પણ આહારી હોય છે. ત્રણ સમયે ઉત્પન્ન થનાર જીવોને પહેલો સમય આહારી, વચલો બીજો સમય આહાર મળતો ન હોવાથી અણાહારી અને ત્રીજા સમયે તે સ્થાને પહોંચતા આહારી હોય છે.
ચાર સમયે બીજા સ્થાને પહોંચનારને પહેલો સમય આહારી બીજો અને ત્રીજો સમય અણાહારી અને ચોથો સમય આહારી અમ બે સમય અણાહારી હોય છે.
પાંચમા સમયે બીજા સ્થાને પહોંચનારને પહેલો આહારી. બીજો-ત્રીજો-ચોથો એ ત્રણ અણાહારી અને પાંચમો આહારી હોય છે.
આ રીતે જીવોને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચતા વધારેમાં વધારે પાંચ સમય લાગે છે. તેમાં ત્રણ સમય અણાહારીના થાય છે.
() મનુષ્યાનુપૂર્વી - જીવોને એક સ્થાનેથી બીજા સ્થાને જુગતિથી અથવા વક્રગતિથી લઇ જઇને ઉત્પત્તિ સ્થાને પહોંચાડવામાં સહાયભૂત થનાર જે કર્મ તે મનુષ્યાનુપૂર્વી કહેવાય.
(૪) દેવાનુપૂર્વી :- જીવોને એક સ્થાનેથી બીજા સ્થાને, સહજુગતિ અથવા વક્રગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચાડવામાં સહાયભૂત થનાર જે કર્મ તે દેવાનુપૂર્વી કહેવાય છે.
સામાન્ય રીતે આનુપૂર્વી વક્રગતિથી લઇ જવામાં સહાયભૂત થાય છે એમ વાત આવે છે પણ છઠ્ઠા કર્મગ્રંથમાં નામકર્મના ઉદયના ભાંગાઓનું વર્ણન જોતાં તેમજ પૂ. આત્મારામજી મ. ની નવતત્વ ઉપદેશ બાવનીમાં જોતા કાજુ અને વક્રગતિથી એક સ્થાનેથી બીજા સ્થાને જતાં જીવોને સહાયભૂત થનાર આનુપૂર્વી કહેલી છે તે અર્થ બરાબર બેસે છે. માટે તે રીતે લખેલ છે. તત્વ કેવલી ગમ્ય. આનુપૂર્વીનો ઉદય જીવોને પહેલા ગુણઠાણે, બીજા ગુણઠાણે અને ચોથા ગુણઠાણે હોય છે. આ ત્રણ ગુણસ્થાનક જીવ મરીને બીજી ગતિમાં જતાં સાથે લઇને જાય છે.
અગ્યારમાં ગુણસ્થાનકને પહેલા ત્રણ સંઘયણવાળા જીવો પ્રાપ્ત કરે છે માટે ત્યાં આયુષ્ય પૂર્ણ થયે કાળ કરે તો નિયમા વૈમાનિક દેવલોકમાં જાય છે. આ જીવો કાળ કરીને ઋજુગતિથી જાય છે. તેમાં પહેલા સંઘયણવાળા કાળ કરે તો નિયમાં અનુત્તરમાં જાય છે અને બીજા અને ત્રીજા સંઘયણવાળા કાળ કરે તો અનુત્તર સિવાય વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે એમ સમજવું. ઉપશમ શ્રેણી સાતમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય ત્યાર પછી આઠથી અગ્યાર ગુણસ્થાનકમાં ચઢતાં કે અગ્યારમે જઇ આવી પડતા. ૮-૯-૧૦ ગુણસ્થાનકે કાળ કરે તો વૈમાનિક દેવલોકમાં જાય છે.
Page 44 of 64