________________
માછલાઓ રહેલા છે કે જે આકૃતિને જોઇને બીજા અસંખ્યાતા માછલાઓ વિચારો કરતાં કરતાં મનમાં ઓહાપોહ કરતાં કરતાં સ્થિરતા પામે છે અને વિચારે છે કે મેં કોઇ જગ્યાએ આવી આકૃતિ જોયેલી છે તેના કારણે જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પોતાના પૂર્વભવને જએ છે અને આરાધના કરતાં કરતાં વિરાધના કરીને આ તિર્યંચ ભવને પામ્યો છું એમ પાપનો પશ્ચાતાપ કરી પોતાની શક્તિ મુજબ અનશન કરીને મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને ઘણાં તિર્યંચો મનથી એવો પશ્ચાતાપ પણ કરે છે કે જેથી. દેવલોકમાંથી મનુષ્યપણું પામીને મોક્ષે જાય છે માટે જ્ઞાની ભગવંતોએ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ. ચારે નિક્ષેપાના ધ્યાનથી ચારમાંથી કોઇપણ એકના ધ્યાનથી જીવો ભવની પરંપરાનો નાશ કરીને નિકટમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ત્રેસઠ શલાકા પુરૂષોને નિયમાં આ આકૃતિ એ ભવમાં હોય. દેવોને નિયમાં આ આકૃતિ હોય. એ સિવાયના મનુષ્યો અને તિર્યંચોને છમાંથી કોઇપણ આકૃતિ શરીરની હોઇ શકે. નારકીના જીવોને નિયમો હુંડક સંસ્થાનવાળી છેલ્લી આકૃતિ હોય છે.
સારી આકૃતિ જોઇને જીવો રાગ કરે અને ખરાબ આકૃતિ જોઇને દ્વેષ કરવાથી જીવો પોતાનો સંસાર વધારતા જાય છે અને આવી વિચારણાઓ કરવાથી ભવાંતરમાં સારા શરીરની આકૃતિ પ્રાપ્ત થતી નથી. જો શરીરની આકૃતિમાં રાગ દ્વેષ ચાલુ હોય તો એમ જણાય છે કે મોક્ષની જિજ્ઞાસા જીવને નથી. શરીર નાશવંતુ છે તે અહીંજ રહેવાનું છે માટે તેમાં રાજીપો અને નારાજી કરવાની જરૂર નથી. આવી. વિચારણા વારંવાર કરવી જોઇએ. જો આવી વિચારણાઓ ન કરીએ તો આપણા માટે મોક્ષના અભિલાષની. કક્ષા ઘણી ઉંચી છે એમ કહેવાય. નામકર્મના ઉદય વખતે પણ જીવ જો સાવચેતી ન રાખે તો એ પણ દુર્ગતિમાં લઇ ગયા વગર રહે નહિ. ' જેવું મળ્યું તેવું એમાં જેટલો ટેસ કરે, જેટલા રાગાદિ કરે તેટલી એ ચીજ દુર્લભ થતી જાય છે. જેટલી ચીજો મળેલી છે એટલી કે એથી વધારે ભવાંતરમાં મેળવવી હોય તો રાગાદિ મંદ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો પડે. એ સામગ્રીમાં રાગાદિ પરિણામ કરે તોજ ભોગવાય એવો નિયમ નથી. સામગ્રીને ભોગવ્યા પછી રાગાદિના વિચારો કરવા એવું પણ નથી. દા.ત. ભાવતું ભોજન ટેસ પૂર્વક ખાઇ લીધા પછી રાગાદિને બ્રેક મારવાનો વિચાર કરીએ એ ખોટું છે. ભગવાનની મૂર્તિના દર્શન કરતાં કરતાં એનાં સંસ્કાર દ્રઢ કરવાના. એ કરતાં થઇએ તો પોતાના કે બીજાના શરીરને જોઇને આનંદ આવે નહિ, રાગ થાય નહિ. એ રાગ અને આનંદ ઘટાડવા માટેજ રોજ ભગવાનના દર્શન કરવાના હોય છે. (કહ્યા છે.) અહીં ભગવાનના દર્શન કરીને એમના ગુણોને વારંવાર યાદ કરીએ તેનાથી કદાચ આગળના ભવમાં તિર્યંચમાં ગયા હોઇએ કે દેવલોકમાં ગયા હોઇએ તો એવી આકૃતિ ફ્રીથી જોતાં જ એમના ગુણો યાદ આવી જાય. માટે એ સંસ્કાર દ્રઢ કરવાના કહ્યા છે. આપણે નાશવંતા પદાર્થોના સંસ્કારો દ્રઢ કરવાનો પ્રયત્ન સતત કરીએ છીએ પણ જો સાથે ભગવાનની મૂર્તિના આકૃતિના સંસ્કારો જો સ્મૃતિ રૂપે દ્રઢ કર્યા હશે તો એ લાભ કર્યા વગર રહેશે નહિ. આ કારણથી આ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ કહી છે.
વણી
વર્ણ પાંચ પ્રકારના હોય છે. કાળો, લીલો, લાલ, પીળો અને સદ્. તેમાંથી કાળો અને લીલો અશુભ ગણાય છે અને લાલ, પીળો અને સર્દી શુભ એટલે પુણ્ય રૂપે કહેવાય છે. (લીલો અને નીલો એક જ છે.) જે જીવોને કાળા અને નીલા, લીલા વર્ણવાળા પદાર્થોને જોઇને વિશેષ આનંદ આવતો હોય રાગાદિ પરિણામ થતાં હોય તો સમજવું કે પૂર્વ ભવોમાં અશુભ વર્ષોનો રસ તીવ્ર બાંધીને આવેલો છે. લાલ, પીળો અને સફેદ વર્ણવાળા પદાર્થોમાં જેને રાગ આદિ ઉત્પન્ન થતાં હોય અને વિશેષ ગમતાં હોય તો પૂર્વ ભવોમાં. શુભરસ તીવ્ર રસે બાંધીને આવેલો છે એમ કહેવાય છે. ઉત્કૃષ્ટ પુણ્યશાળી જીવોને લોહી સદ રંગનું હોય છે. લાલ લોહી પણ બધાનું એક સરખું હોતું નથી. આછું લાલ, ઘાટું લાલ ઇત્યાદિ ભેદો પડી શકે છે.
Page 41 of 64