Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 39
________________ ઘણાં જીવોનું શરીર નબળું હોય છે પણ મન મજબૂત હોય છે. હાડકાની નબળાઇ હોય તો તેના શરીરમાં સહન શક્તિ રહેતી નથી. કર્મક્ષય કરવા માટે મનની મજબુતાઇ આવા સંઘયણવાળા જીવોને પ્રાપ્ત થાય છે. દૂધ અને પાણીની જેમ આત્માની સાથે એકમેક થયેલા ઓતપ્રોત થયેલા કર્મોનો નાશ કરવા માટે જે એકાગ્રતા જોઇએ તેવી એકાગ્રતા આવા સંઘયણવાળા જીવો જ પ્રાપ્ત કરી શકે છે. એ સંઘયણના બળમાં જો તેનો સદુપયોગ કરતાં ન આવડે તો દુર કર્મો કરીને સાતમી નારકીમાં પણ આ સંઘયણથી જ જીવો જાય છે. જો સદુપયોગ કરતાં આવડ તો આ જ સંઘયણ બળથી શુક્લધ્યાન પેદા કરીને કર્મોનો ક્ષય કરીને મોક્ષે પણ જઇ શકે છે માટે જેમ બાંધો મજબુત એમ મનોબલ પણ મજબુત. ચીકણા રસવાળા અશુભ કર્મોના. રસને ઉડાડવા માટે એટલે નાશ કરવા માટે આવા મનોબલની સ્થિરતા જોઇએ તે માટે આ સંઘયણની જરૂર છે માટે તે પુણ્યપ્રકતિ કહેવાય છે. આ સંઘયણની મજબૂતાઇ એટલી બધી જોરદાર હોય છે કે તે હાડકા ઉપર ધાણનાં ધાણ મારવામાં આવે તો પણ એક કરચપણ ખરતી નથી. ભગવાન મહાવીરના આત્મા ઉપર છેલ્લે સંગમે કાલચક્ર નાખેલા હતું તેના પ્રતાપે જમીનની અંદર ઢીંચણ સુધી પેસી ગયા પણ હાડકું એકે તુયું નથી. મૂઢ મારની વેદના થઇ. આ કાલચક્ર જો કોઇ બીજા મનુષ્યો ઉપર નાખવામાં આવે તો તત્કાલ મરણ પામી જાય એટલા જોરમાં નાંખેલું હતું. દરેકને મોક્ષે જવા માટે છેલ્લે આ સંઘયણ તો જોઇએ ને જોઇએ જ. જ્ઞાનીઓ કહે છે કે અશુભ ને શુભમાં અને શુભને અશુભમાં વવાની શક્તિ હાલ આપણી પાસે છે. પરંતુ કર્મનો ક્ષય કરવા માટેની શક્તિ તો પહેલા સંઘયણવાળા જીવોને જ હોય છે. આપણે છેલ્લા સંઘયણવાળા છીએ માટે સહન કરવાની ટેવ પાડવી જ જોઇએ. ૧ થી ૪ ગુણસ્થાનકમાં રહેલા જીવો પહેલું સંઘયણ બાંધી શકે છે. મનુષ્ય અને તિર્યંચો પહેલા અને બીજા ગુણસ્થાનકે બાંધી શકે છે. જ્યાર દેવતા અને નારકીના જીવો ૧ થી ૪ ગુણસ્થાનકમાં પહેલું સંઘયણ બાંધી શકે છે. અત્યારે આ સંઘયણ બળમાં પ્રેક્ટીસ પાડીએ તો એક કલાકમાં પાંચસો. ખમાસણા દઇ શકાય. એટલી શક્તિ રહેલી છે. આ રીતે સહન કરતાં થઇએ તો મનોબલ મજબૂત બનતું જાય છે. જેન શાસનમાં હાલ એકસો પાંસઠ પ્રકારના તપો કહેલા છે. તેનાં નવ લાખ ખમાસણાં થાય છે. આપણે શરીર પાસેથી પ્રેક્ટીસ પાડીને કામ લેવાનું છે. શરીરનો રોગ જો મનમાં પેસી જાય તો મન પાછું પડે. મનને મજબુત કરવા માટે સંઘયણની જરૂર છે. મહાવિદેહ ક્ષેત્રમાં મોટેભાગે દરેક જીવોને પહેલું સંઘયણ હોય છે. પાંચ દેવકુર અને પાંચ ઉત્તરકુર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને મોટે ભાગે પહેલું સંઘયણ જ હોય છે. છ સંઘયણમાંથી આ પહેલું જ સંઘયણ પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. આ પુણ્ય પ્રકૃતિ કાંતો સંસારનો નાશ કરાવે કાંતો સંસાર વધારે. જ્ઞાની ભગવંતો કહે છે કે બાકીના પાંચ સંઘયણના ઉધ્યકાળમાં જીવ શક્તિ કેળવે-ચિત્તની પ્રસન્નતા પેદા કરે-એકાગ્રતા અને સ્થિરતા કેળવવાનો પ્રયત્ન કરીને જીવન જીવે તો પોતાની ભવની પરંપરા ઘટાડીને મુક્તિ નજીક કરી શકાય છે. કાં એક ભવે કાં ત્રીજે ભવે કાં છેલ્લામાં છેલ્લા સાતમે ભવે તો મુક્તિ નક્કી કરી શકાય એટલું તો બળ મળે જ છે. કુમારપાલ મહારાજા એ સીત્તેર વર્ષની ઉંમરે ધર્મની પ્રાપ્તિ કરીને ચૌદ વરસ સુધી એકાગ્ર ચિત્તે એવી આરાધના કરી કે છેલ્લા સંઘયણના બળમાં રહીને ત્રીજે ભવે મુક્તિ નિશ્ચિત કરી અને સાથે ગણધર નામકર્મ પણ બાંધ્યું એવી જ રીતે આ કાળમાં છેલ્લા સંઘયણના બળમાં તેજપાલની પત્નિા અનુપમા દેવીએ એવી આરાધના કરી કે જેના પ્રતાપે અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાના પામીને વિચરી રહ્યા છે. આજે આપણને બે પ્રકારની અનુકૂળ સામગ્રી મળેલી છે. (૧) સંસારની અને (૨) દેવ, ગુરૂ, ધર્મની. આ બન્નેમાંથી ચિત્તની પ્રસન્નતા આપણી શેમાં ટકે છે ? દેવ, ગુરૂ, ધર્મ જ ચિત્તની પ્રસન્નતા પૂર્વક કરીએ તો અત્યારે પણ અશુભ કર્મોનો નાશ કરી શકીએ એવી સામગ્રી છે. ભગવાન મહાવીરના પોતાના ચૌદ હજાર સાધુઓમાંથી ભગવાને કયા મહાત્માના વખાણ કર્યા ? Page 39 of 64

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64