Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 38
________________ અતિશયો પણ નિકાચીત કર્મના ઉદયવાળાને કામ કરી શકતા નથી. માટે સાવચેત થવા જેવું છે. જે અંગોપાંગ આપણને મલ્યા છે તેનો છતી શક્તિએ દુરૂપયોગ કરીએ તો ભવાંતરમાં તેવા અંગોપાંગ ન મળે એવાં કર્મો બંધાતા જાય છે. અંગોપાંગ હલન ચલન કરી શકતા હોય અને ચમચી. વગેરેનો ઉપયોગ કરીને જમવા આદિની ટેવ હોય તો તે પરતંત્રતા જ છે માટે તે દૂરપયોગ કહેવાય છે. એ અંગોપાંગ અટકી ગયા હોય અને ઉપયોગ કરે તો બરાબર છે. બાકી ? એકેન્દ્રિય જીવોને અંગોપાંગ હોતા નથી. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવોને અંગોપાંગ હોય છે. વિલેન્દ્રિય જીવોને અંગોપાંગ નામકર્મ લક્ષણથી રહિત હોય છે. કારણકે એવું જ બંધાય છે. તીર્થકરના આત્માઓ સમકીત પામતા પહેલા પણ સંસારમાં રહેલા હોય છે છતાંય વિલેન્દ્રિયમાં કોઇ કાળે જતાં નથી. એકેન્દ્રિયમાં તેઉકાય, વાયુકાયમાં પણ જતાં નથી તેમનું તથાભવ્યત્વ જ એવા પ્રકારનું હોય છે. તેનાથી એવા પ્રકારના કર્મનાં બંધ થઇ શકે કે ત્યાં ઉત્પન્ન થઇ ન શકે. પહેલા ગુણઠાણે નિ:સ્વાર્થભાવે સરલ સ્વભાવથી બીજાને ઉપયોગી થવાય એવી ભાવનાથી પ્રવૃત્તિ કરવામાં આવે તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે. મળેલા શરીરથી બીજાને સહાય કરવાની ભાવના કેટલી ? શરીર નિરોગી છે તો કેટલી સહાય કરીશ એટલી ઓછી છે અને લાભ વધારે થશે એમ માનીને બીજાને સહાય કરવી જોઇએ. બાકી તો આ શરીરથી પાપાનુબંધિ પાપના પોટલા બંધાવાના છે. આહારક શરીરને વિષે આહારક અંગોપાંગ સંપૂર્ણ લક્ષણ યુક્ત જ હોય છે. આરીસા સામે ઉભા રહીને અડધો કલાક કે કલાક ટાપટીપ કરતાં મોંઢાને અને અંગોપાંગને જો જો. કરી રાજી થાઓ છો તેનાથી ભવાંતરમાં આવું પણ મોં અને અંગોપાંગ ન મલે એવો અરસ આ અંગોપાંગનો બંધાતો જાય છે કે જેથી મોટા ભાગે ભવાંતરમાં મોટું મલશે નહિ. મલશે તો ઠેકાણા વગરનું મલશે માટે ખાસ ચેતવા જેવું છે ! અત્યારે લક્ષણથી યુક્ત-પ્રમાણો પેત અંગોપાંગ મલે તો પચાવવાની તાકાત આપણામાં છે ? મારા જેવું કોઇ નથી. એવો વિચાર કરવો નહિ એ તાકાત છે ! કોઇ તમને જોઇને વખાણ કરે તો રાજીપો કરવો નહિ ! આપણને મળેલા અંગોપાંગમાં રાજીપો કે નારાજી કરવી નહિ ! આ રીતે જીવીએ તો જ વહેલું કલ્યાણ સાધી શકીએ. પ્લાસ્ટીક સર્જરીથી અંગોપાંગ સારા બને છે. એમાં એવા પ્રકારનું કર્મ બાંધીને આવ્યો હોય તો જ બાકી તો ન બને એવું પણ બને. એમાં પણ કર્મની પ્રધાનતા સમજવાની છે. પ્લાસ્ટીક સર્જરી કરાવવાથી સારું થાય અને તેમાં રાગ કરે તો પણ દોષ પરંતુ સારૂં થયા પછી સારી ભક્તિ કરે-સેવા કરે અને જો મનોદશા બદલાઇ જાય તો લાભ મેળવીને પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી જાય. દારિક અંગોપાંગનો ઉદય તેરમા સુધી-વૈક્રીય અંગોપાંગનો ઉદય ચોથા સુધી-આહારક અંગોપાંગનો ઉદય માત્ર છટ્ટે જ. વજwષભનારાય સંઘયણ વજ = ખીલો. કઢષભ = પાટા અને નારાચ = મર્કટ બંધ. સંઘયણ = શરીરનો બાંધો. જે શરીરને વિષે મર્કટ બંધ જેટલી મજબુતાઇ હાડકાની હોય તેના ઉપર હાડકાનો પાટો હોય અને તેની બરાબર આખો હાડકાનો ખીલો હોય એવા સંઘયણને વજ8ષભ નારાજ સંઘયણ કહેવાય છે. વાંદડું પોતાના બચ્ચાને છાતી સાથે લગાડીને એક સ્થાનેથી બીજે સ્થાને કુદાકુદ કરે છતાં બચ્યું પડે નહિ એવું મજબુત એ બચ્ચાનું બંધન હોય છે. એવું જે બંધન તે મર્કટ બંધ કહેવાય છે. આવા સંઘયણને પુણ્ય પ્રકૃતિ કહેલી છે. જે પ્રકારનું સંઘયણ હોય તે પ્રમાણે મનોબળ હોય છે. શરીર ગમે તેવું સારું હોય પણ હાડકાની મજબુતાઇ હોય નહિ તો જીવને મનની મજબૂતાઇ પ્રાપ્ત થતી નથી. Page 38 of 64

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64