________________
શકતું નથી. તેજસ શરીર કામ ન કરે તેને બધી તકલીફો શરૂ થઇ જાય છે. અનેક પ્રકારના રોગો આમાંથી ઉત્પન્ન થાય છે. ઇંટના નિભાડામાં જેટલી ગરમી હોય છે તેના કરતાં કઇ ગણી અધિક ગરમી આ તેજસ શરીરની હોય છે. જગતમાં સઘળાય જીવોને આ તેજસ શરીર ભિન્ન ભિન્ન રૂપે જુદુ હોય છે અને દરેક ને જે પ્રમાણે જે રસે બાંધેલું હોય તેવા રસે ઉદયમાં કામ કરતું હોય છે. વિશિષ્ટ તપ કરીને આ તેજસ શરીરમાં તેજો લેશ્યા પેદા થઇ શકે છે અને તે તેજો વેશ્યાની સાથે સાથે જો વિશિષ્ટ તપ કરવામાં આવે તો શીત લેશ્યા પણ પેદા થઇ શકે છે. જેમ પાણીથી અગ્નિ શમે છે તેમ પાણીમાં પણ અગ્નિ હોય છે માટે જ્ઞાનીઓ કહે છે અગ્નિથી અગ્નિ પણ શમે છે એટલે અગ્નિ અગ્નિનો નાશક થાય છે. અગ્નિ સળગેલો હોય તેની સામે એવો બીજો અગ્નિ સળગાવવામાં આવે તો પહેલો અગ્નિ અને બીજો અગ્નિ બન્ને શાંત થઇ જાયા એટલે શમી જાય. આ તેજસ શરીરનો ઉદય તેરમા ગુણરથાનક સુધી દરેક જીવોને હોય છે. આ તેજસ શરીર દરેક જીવોને પોતાના કર્માનુસાર મળેલું હોય છે. કોઇ ઝાડના મૂળીયા પચાવી શકે એવું હોય અને કોઇ રોટલી પણ ન પચાવી શકે એવું હોય માટે આ શરીર જેવા રસે બાંધ્યું હોય તેવા રસથી ફ્રારવાળું હોઇ શકે છે.
શામણિ શરીર
જગતમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને સાતકર્મ રૂપે કે આઠ કર્મરૂપે, છ કર્મરૂપે, એક કર્મરૂપે પરિણામ પમાડનાર અને વિસર્જન કરનાર એ કામણ શરીર કહેવાય છે. આ શરીરનો ઉધ્ય જીવને તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. સમયે સમયે કાશ્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરાય છે તેમાં ગ્રહણ વધારે થાય છે અને ઓછા નીકળે છે આથી પુગલો વધતાં જાય છે. મન, વચન, કાયાના યોગનો વ્યાપાર જીવને તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. તેના કારણે આ પગલો ગ્રહણ થતાં જાય છે. આના કારણે જીવ અયોગીપણાને પ્રાપ્ત કરી શકતો નથી જ્યારે પુરુષાર્થ કરીને યોગ નિરોધ કરે ત્યારે કામણ વર્ગણાના પુદગલો આવતાં બંધ થાય છે અને અયોગીપણાને પ્રાપ્ત કરે છે. અત્યારે હાલ આપણે અશુભ કર્મો રોકી શકીએ એટલી તાકાત છે. શુભ કર્મોને વિશેષ રીતે ગ્રહણ કરીએ એવી શક્તિ છે. આવતાં કર્મોને રોકવાની શક્તિ આપણી પાસે નથી. તે ચોદમાં ગુણસ્થાનકે જ પ્રાપ્ત થઇ શકે છે. અત્યારે આપણે વધારેમાં વધારે સાતમાં ગુણસ્થાનકના પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. વધારે પરિણામને પામી શકીએ એમ નથી. મનુષ્યોને વિષે મોટા ભાગના મનુષ્યોને દારિક- તેજસ-કાશ્મણ એમ ત્રણ શરીરો હોય છે અને કેટલાક વિક્રીય લબ્ધિવાળા જીવોને વક્રીય શરીર સાથે ચાર શરીરો હોય છે અને કેટલાક ચૌદ પૂર્વધર મનુષ્યોને આહારક લબ્ધિ પ્રાપ્ત થતાં આહારક શરીર કરે તો પાંચ શરીરો પણ હોય છે. પણ એટલું વિશેષ છે કે એક સાથે એક મનુષ્યને ચાર શરીર જ ઉદયમાં હોય છે. વક્રીય શરીર હોય તો આહારક શરીર ન હોય અને આહારક હોય તો વેક્રીય શરીર ન હોય અને પહેલાના ત્રણ સાથે ચાર હોય. એજ રીતે મનુષ્યો એક સાથે ત્રણ કે ચાર શરીરનો બંધ કરી શકે છે. દારિક તેજસ કાર્પણ આ ત્રણ બાંધતા હોય અથવા વૈક્રીય, તેજસ કાર્પણ શરીર બાંધતા હોય અથવા વૈક્રીય આહારક તેજસ કાર્પણ એ ચાર શરીર બાંધતા હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચોને દારિક-તેજસ અને કાર્પણ આ ત્રણ શરીર ઉદયમાં હોય છે અને કેટલાક તિર્યંચોને ઓદારીક વક્રીય-તેજસ અને કાર્મણ એ ચાર શરીર ઉદયમાં હોય છે. આ જીવો એક સાથે શરીરનો બંધ કરે તો ત્રણ જ શરીર બાંધી શકે છે. ઓદારીક-તેજસ અને કાર્પણ આ ત્રણ શરીર મનુષ્યગતિ કે તિર્યંચગતિ બાંધતા હોય ત્યારે બાંધે છે અને વક્રીય-તેજસ અને કાર્પણ આ ત્રણ શરીર નરકગતિ અને દેવગતિ બાંધતા બાંધે છે.
અંગોપાંગ નામદમ
Page 36 of 64