________________
તેઓને વૈક્રીય લબ્ધિ પ્રાપ્ત થયેલી તેના કારણે રોજ વૈક્રીય શરીર કરીને જંબુદ્વીપમાં રહેલા શાશ્વતા. જિનમંદિરોના દર્શન કરવા જતાં હતા. જ્યારે રાવણની સાથે યુદ્ધ થયું અને રાવણ હાર્યો ત્યારે તેને પડીને બગલમાં ઘાલીને જંબુદ્વીપની એક્વીશવાર પ્રદક્ષિણા આપેલ અને કહ્યું કે બોલ આ લવણ સમુદ્રમાં નાંખુ ? રાવણે “મિચ્છામિ દુર્ડ' માગ્યો માટે તેને છોડી દીધો છે. આ શક્તિનો ઉપયોગ આ રીતે કર્મખપાવવા માટે કરતા હતા. હૈયામાં દયાનો પરિણામ જીવંત છે. માત્ર શિક્ષા કરવા પૂરતું જ વે છે. વક્રીય લબ્ધિવાળા મનુષ્યો ઠેઠ તેરમા રૂચક દ્વીપ સુધી જઇ શકે છે અને પાછા આવી શકે છે. અત્યારે આ ભરતક્ષેત્રમાં પણ વૈતાઢય પર્વત ઉપર રહેલા વિધાધર મનુષ્યો છે તેઓને આ લબ્ધિ હોય છે અને આ રીતે તેઓ ઉપયોગ કરી શકે છે. આ શરીરની ગતિ આજના વિમાનોની ગતિ કરતાં કઇ ગણી અધિક હોય છે. ઠેઠ રૂચક દ્વીપે ત્રણ પગલામાં પહોંચી જાય અને બે પગલામાં પાછા આવી જાય છે. આવી લબ્ધિઓ પ્રાપ્ત થાય તો શાસન માટે ઉપયોગ કરી શકાય બાકી નિષેધ છે.
આપણું ઓદારીક શરીર માત્ર કવલાહારથી ચાલતું નથી પણ રોમાહારથી અનંતા અનંતા પગલો ગ્રહણ કરી પરિણામ પમાડીએ છીએ એનાથી ચાલે છે. અને સમતુલા જળવાય છે. એજ રીતે વક્રીયા શરીરવાળા જીવો, વક્રીય વર્ગણાના પુગલોને અનંતા અનંતા ગ્રહણ કરે, પરિણમાવે અને છોડે એનાથી સમતુલા જળવાઇ રહે છે. વક્રીય શરીર કરતાં આપણું ઓદારીક શરીર ઉંચું છે. જો ઉપયોગ કરતાં આવડે તો મોક્ષે જવાય અને ન આવડે તો અનંતકાળ સુધી દુ:ખની વેદના પણ પ્રાપ્ત કરી શકે છે. નારકીના જીવો. પોતાના વક્રીય શરીરથી કર્મો બાંધીને મનુષ્ય કે તિર્યંચ થઇ શકે પણ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય ન થઇ શકે.
જ્યારે દેવતા વક્રીય શરીરથી કર્મ બાંધીને એકેન્દ્રિય થઇ શકે છે પણ વિકલેન્દ્રિય થઇ શકતા નથી. પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય થઇ શકે છે. દેવ મરીને દેવ ન થાય અને નારકી ન થાય નારકી મરીને પણ નારકી ન થાય અને દેવ પણ ન થાય.
લોભવૃત્તિ અને મમત્વ બુધ્ધિના કારણે દેવતાઓ એવા કર્મો બાંધે છે કે અસંખ્યાતા કે અનંતા ભવ સુધી પાછું એ શરીરની પ્રાપ્તિ ન થાય. આ બધું જાણીને આપણે એજ વિચારવાનું છે કે આ મળેલા દારિક શરીરનો સદુપયોગ કરીએ છીએ એટલે અશરીરી બનવા માટે ઉપયોગ કરીએ છીએ કે શરીરથી દુ:ખ વેદના વધે એ પ્રયત્ન કરી રહ્યા છીએ ?
આહારક શરીર
આ શરીર આહારક લબ્ધિથી જગતમાં રહેલા આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરે તે આહારક શરીર કહેવાય છે. આ શરીર ચોદપર્વધર મનુષ્યો જ કરી પોતાને સ્વાધ્યાય કરતાં શંકા પડેલ હોય તેના સમાધાન માટે કે ભગવાનનું સમવસરણ જોવાની ઇચ્છાથી આ શરીર કરે છે. આ શરીરનો કાળ એક અંતર્મુહુર્તનો હોય છે. અદ્રશ્ય હોય છે એટલે બીજા જોઇ શકતા નથી. એક હાથનું શરીર હોય છે. દરેક ચૌદ પૂર્વધરો કરે એવો નિયમ નહિ આખા ભવચક્રમાં ચાર વાર આ શરીર બનાવી શકે. મહાવિદેહ ક્ષેત્રમાં વીશ તીર્થકરો વિચરે છે. તેમાંના કોઇપણ તીર્થંકર પાસે આ. શરીર મોકલી શકે છે. આ શરીરનું તેજ વક્રીય લબ્ધિ કરતાં કેઇગણું વધારે હોય છે માટે જોઇ શકાતું નથી.
તૈજસ શરીર
જગતમાં રહેલા તેજસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને તેજસ શરીર રૂપે પરિણમાવી વિસર્જન કરે તે તેજસ શરીર નામકર્મ કહેવાય છે. આ શરીર આહાર પચાવવાનું કામ કરે છે. લીધેલા ખોરાકને પચાવીને સાત ધાતુરૂપે પરિણાવવાનું કામ કરે છે. જીવને જો ખોરાક પચે નહિ તો શરીરનું સમતુલન ટકી
Page 35 of 64