________________
ક્રિયાઓથી જ એકાંતે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય એવો નિયમ નહિ. અશુભ ક્રિયાઓમાં સાવચેતી પૂર્વક જીવે તો પણ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકાય છે.
સાધુ વગેરે મહાત્માઓને પણ શાસન પ્રભાવનાના કાર્યો કરતાં કરતાં પોતાના માન પાનાદિ પોષાય. ભક્ત વર્ગ ઉભો કરવાની ભાવના હોય તેમાં આનંદ થાય તો પણ પાપાનુબંધિ પુણ્ય બંધાય. માટે તે ખોટનો ધંધો કર્યો કહેવાય છે. પુણ્યાનુબંધિ પુણ્ય બાંધ્યા પછી ટકાવવા માટે ગાંભીર્ય ગુણ કેળવવો. પડશે.
કુટુંબને ધર્મમાર્ગે વાળવા માટે વાત્સલ્ય ગુણ કેળવીને સાચવે અને ધર્મમાં આગળ વધતા જાય તો તેનાથી ગણધર નામકર્મ ઉપાર્જન થઇ શકે છે. વાત્સલ્ય ગુણ ક્ષયોપશમ ભાવે છે. જ્યારે રાગ મોહનીયા કર્મના ઉધ્ય ભાવે રહેલો હોય છે.
કોઇ આપણી વસ્તુ ઝુંટવી જાય, પડાવી જાય તો વસ્તુ લઇ જવાનો. ક્યાં ગઇ હશે ? આ શા માટે લઇ ગયો હશે ? હવે હું શું કરીશ એમ રાગ દ્વેષ નહિ કરતાં તે આપણી વસ્તુ ભલે લઇ ગયો પણ તેનો દુરૂપયોગ ન કરો સારો ઉપયોગ કરે તો સારું એવો ભાવ રાખવામાં પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય. આમાં દુરૂપયોગ ન થાય પણ તેનો સદુપયોગ કરે એવી ભાવના હોય છે. તેમાં પાછું મેળવવાની ભાવના નથી. માટે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે. જે પાછું મેળવવાની ભાવના કરે તો પાપાનુબંધિ પાપ બંધાય છે.
આટલી ઉદારતા જો હૈયામાં આવી જાય તો સંસારમાં બધા દેવલોકની જેમ જીવતા થઇ જાય. અવળાં જ વિચારો જો આવતા હોય તો પુણ્યાનુબંધિ પુણ્ય શી રીતે બંધાય ? આના ઉપરથી રાગના પરિણામોની મંદતા કેટલી લાવવાની છે ? કર્મોની નિર્જરા કરીને આત્મકલ્યાણમાં કેમ આગળ વધવું એજ જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. હવે વિચારધારા બદલવીજ પડશે એમ નક્કી કરો. વસ્તુ ન મળે તો તે વગર ચલાવવાની તૈયારી કરી લો તેથી ઓટોમેટીક ક્રિયા બદલાઇ જશે. તોજ દેવ, ગુરૂ, ધર્મના સ્થાનમાં જવાના વિચારો અંતરથી ઉઠશે.
૧. શાતા વેળીય ભેદ
એકથી દશ ગુણસ્થાનકને વિષે પુણ્યના ઉદયની સાથે પાપનો ઉદય સાથે ને સાથે જ હોય છે. જેમ પુણ્ય અને પાપ સાથે જ બંધાય છે. તેમ તેનો ઉદય પણ સાથે જ હોય છે. આજ નિયમ ઉપર જૈન શાસનનો કર્મવાદ ટકી રહેલો છે. “બંધ સમયે ચિત્ત ચેતીએ રે ઉદયે શ્યો સંતાપ” એમ જ્ઞાની ભગવંતોએ ગુજરાતી. ભાષાની પૂજાઓમાં પણ લખ્યું છે કે ઉદયને વિષે સંતાપ કરવાનો નથી પણ બંધ સમયે ચેતવાનું છે. આવી. રીતે ચેતીને જીવે, તેને પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો છે એમ કહ્યું છે. પહેલા ગુણસ્થાનકે સાવચેતી એટલે અશુભ પ્રવૃતિઓ રૂપે પાપનો બંધ ન પડે તે. આવા જીવો પણ સંસારમાં રહીને આત્મિક ગુણનું દર્શના કરતા જાય છે.
સંસારની ક્રિયાના અશુભ વિચારોને સ્થિર થવા દેવા નહિ. જેટલી એમાં એટલે અશુભ ક્રિયાઓના વિચારોમાં સ્થિરતા વધુ એટલી તીવ્રતા વધુ હોય, જેટલી તીવ્રતા વધુ હોય એમ પાપના અનુબંધ પણ વધારે હોય.
શુભ વિચારોની સ્થિરતા વધારે હોય તો પુણ્યનો અનુબંધ વધારે થતો જાય માટે અશુભા ક્રિયાઓની વિચારણા કે વાતચીતો કરવી પડે તો કરે પણ એ વાત પૂર્ણ થાય કે તરત જ એ વિચાર છોડી દે એ વિચારને વારંવાર યાદ કરીને સ્થિર ન કરે. જો વારંવાર વિચારીને સ્થિર કરતો જાય તો એ પરિણામને તીવ્ર પરિણામ કહેવાય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે પરિણામે બંધ અને પરિણામે નિર્જરા ! સમયે સમયે જીવ પુણ્ય અને પાપ બન્ને પ્રકારના કર્મોની પ્રકૃતિઓ બાંધતો જાય છે. તેમાં એક અનુબંધ વગર બાંધે અને એક અનુબંધ પૂર્વક બાંધે એ પરિણામ કહેવાય છે !
Page 27 of 64