Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 26
________________ પુણ્યાનુબંધિ પાપરૂપે બાંધે-કેટલાક પાપાનુબંધિ પુણ્યરૂપે બાંધી શકે છે. એ સો સોની વિચારધારા ઉપરથી જાણી શકે. હમણાં કોઇએ પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે બાંધી હોય તો એક કલાક કે થોડાકાળ પછી પાપાનુબંધિ પુણ્ય રૂપે પણ બાંધી શકે. કારણ એક સરખો વિચાર ન રહે તો વિચાર બદલાયે આ ફર થઇ શકે છે. સ્વાર્થ માટે વેઠેલા દુ:ખોથી પાપનો અનુબંધ જોરદાર પડી શકે છે અને તે વખતે પુણ્ય બંધાય તો થોડુંક જ બંધાય પણ અનુબંધ રૂપે બંધાતું નથી. એકેન્દ્રિય જીવો શરીરની મમત્વ બુદ્ધિ અને સ્પર્શેન્દ્રિયના પ્રતાપે પાપ અનુબંધરૂપે બાંધી શકે છે. બેઇન્દ્રિય જીવો સારા સ્વાદને મેળવવાની ઇચ્છાના પ્રતાપે પાપનો અનુબંધ જોરદાર કરી શકે છે. તેઇન્દ્રિય જીવો સુગંધવાળા પદાર્થોને મેળવવાની ઇચ્છાથી પાપનો અનુબંધ જોરદાર કરી શકે છે. ચઉરીન્દ્રિય જીવો ચક્ષુથી જે વર્ણાદિવાળા પુદગલો દેખાય તેમાં સારાપણાની બુદ્ધિથી પાપનો અનુબંધ કરી શકે છે. અસન્ની પંચેન્દ્રિય જીવો શ્રવણેન્દ્રિયથી સારૂ સાંભળવા મળે ત્યાં તલ્લીન થાય છે એનાથી પાપનો અનુબંધ કરી શકે છે. સન્ની પંચેન્દ્રિય જીવો પાંચ ઇન્દ્રિય ઉપરાંત દ્રવ્ય મન એટલે મનના વિચારો કરી શકે છે. એ શક્તિ વધારે મળેલી છે તેનાથી આપણું કામ જ કરવું. બીજાને સહાયભૂત ન થવું મારે શા માટે એનું કામ કરવું ? એ મારું કરવા આવે છે ? આવા વિચારોથી આપણો સંસાર વધારતા જઇએ છીએ. આપણે એટલે સન્ની જીવો અને સારા વિચારો નિ:સ્વાર્થ ભાવે કરીએ. તેનાથી પુણ્યનો અનુબંધ પણ કરી શકીએ છીએ. જ્યારે અસન્ની સુધીનાં જીવો દ્રવ્યમન ન હોવાથી પુણ્યનો અનુબંધ કરી શકતા નથી. માત્ર અકામ નિર્જરાથી દુ:ખ ભોગવીને પૂણ્ય બાંધી શકે છે. એટલે દ્રવ્ય મનથી ખરાબ વિચારો કરીએ અનુકૂળસામગ્રીનાં જ વિશેષ વિચારો કરીએ તેનાથી પાપનો અનુબંધ જોરદાર કરી શકીએ છીએ. એવી જ રીતે સારા વિચારો સારાભાવથી કરીએ તો પૂણ્યનો અનુબંધ પણ જોરદાર કરી શકીએ છીએ માટે આપણે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે ! વેદનીય કર્મનીપુજા ભણાવવાથી પુણ્ય બંધાય પરંતુ શારીરિકની વેદના થયેલી હોય, માનસીક વેદના થયેલી હોય, એ માટે ભણાવવામાં આવે તો પાપના અનુબંધ સાથેનું પુણ્ય બંધાય છે. પુણ્યનો અનુબંધ તો અશરીરી બનવાના હેતુથી મને આવેલી વેદનામાં સહન કરવાની શક્તિ મલે સમાદિ સહન કરી શકું એ ભાવના હોય તો બંધાય. દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ભક્તિ કરતાં મારા શરીરનો, ઘરનો, કુટુંબ-પરિવારનો, ધનનો રાગ છૂટે એવી શક્તિ મળે એવા વિચારો રાખવાના છે. મને મળ્યું તે બધાને મલજો એવી ભાવના ખરી ? કે બીજાનું ખેંચી લેવાની ભાવના છે ? સમકીતી જીવો સંસારમાં વસવું પડે છે માટે વસે છે પણ રમે નહિ એટલે સુખના પદાર્થોમાં રમણતા. કરે નહિ. માટે વંદિતા સૂત્રમાં અખોસિ હોઇ બંધો કહેલું છે. સમકિતીના રાગનો ઢાળ બદલાઇ ગયેલો હોય કોઇ પણ પ્રત્યે ભક્તિ કરવાની તો તે જ તરીકે કરવાની કીધી છે. માતા પિતાની ભક્તિ પ્રશસ્ત રાગથી કરવાની છે. પત્નિ, સંતાનો પ્રત્યેની ભક્તિ-પ્રીતિ રાગથી કરવાની હોય છે. આ રીતે કરે તો વાત્સલ્ય ગુણ પેદા થતો જાય, રાગ ઓછો થતો જાય. સંસારમાં રહીને પણ પહેલા-ચોથા-પાંચમાં ગુણઠાણે ધર્મની ક્રિયાઓ રાગથી જ કરવાની કહી છે સંસારમાં પત્ની પ્રત્યેનો પ્રીતિ રાગ સંસાર વર્ધક કહ્યો છે. તેમાં ધર્મ પ્રત્યેનો, પહેલા પ્રીતિ રાગ સંસાર કાપવા માટે શરૂ કરી પછી ભક્તિ રાગ માતા-પિતાની ભક્તિની જેમ દેવાદિ પ્રત્યે રાગ પેદા કરતો જાય તો તે રાગ સંસાર કાપવામાં સહાયભૂત થાય. સાતમા ગુણઠાણે રહેલા જીવોને મોક્ષના સુખની આંશિક અનુભૂતિ થયેલી હોય છે માટે ત્યાં રાગ કાપવાની એટલે નાશ પામવાની શરૂઆત થાય છે અને દશમાં ગુણસ્થાનકે રાગ સદંતર નાશ પામે છે. સંસારમાં રહીને પણ દુર્ગતિ ન થાય તેમ સાવચેતી રાખવામાં જ પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય. માટે શુભ Page 26 of 64

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64