________________
દ્વાદશાંગીના રચયીતા હતા છતાંય ભગવાન ગૌતમ મહારાજાને રોજ આ વાક્ય કહે છે ! ચોવીહાર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતાં હતાં પારણે એકાસણું કરતાં હતા છતાંય આમ કહે છે તો આપણી દશા શી ?
શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા તપ કરે છે છતાં કાયા સ્કુલજ રહે છે. પ્રમાદના કારણે પુંડરીક કંડરીક રાજાઓની વાત જાણો છો ?
પુંડરીક મોટાભાઇ છે કંડરીક નાનોભાઇ. બાપાના મરણ પછી રાજગાદી કોને લેવી તેની વિચારણા ચાલે છે તેમાં પુંડરીકે નાના ભાઇને કહ્યું કે જોતું રાજગાદી સંભાળતો હોય તો હું સાધુપણાનો સ્વીકાર કરી આત્મકલ્યાણ કરૂં ! ત્યારે નાના ભાઇએ કહ્યું કે ભાઇ તો લગ્નગ્રંથીથી જોડાયેલા છો માટે રાજગાદી સંભાળો મારે રાજ્ય જોઇતું નથી. સંયમનો સ્વીકાર કરવાનો છે ત્યારે મોટાભાઇએ આગ્રહ કર્યો નહિ. રાજા થયા પછી નાના ભાઇનો સારી રીતે દીક્ષા મહોત્સવ કરી દીક્ષા આપી તે કંડરીક મહાત્મા પણ સુંદર રીતે સંયમનું પાલન હજારો વર્ષ સુધી કરે છે. એક વખત નિકાચીત કર્મના ઉદયના કારણે સંયમ પાલન કરવાનું મન ન થતાં વિહાર કરતાં કરતાં પુંડરીક રાજાના ગામ બહાર ઉદ્યાનમાં આવી ઝાડ ઉપર ઓઘો લટકાવી બેઠા છે તેમાં જતા આવતા લોકોએ જોયા એટલે રાજાને સમાચાર આપ્યા. રાજા ત્યાં આવીને મહાત્માને ઘણું સમજાવે છે પણ મહાત્મા મૌન જ રહે છે. છેલ્લે કહ્યું કે રાજા બનવું છે ? તો મારો વેષ તું પહેર અને તારો વેષ હું પહેરું. કંડરીક મુનિએ કબુલ કર્યું અને વેશ રાજાનો પહેર્યો. રાજાએ સાધુવેશ પહેર્યો અને ગુરૂની શોધમાં નીકળી ગયા. આ બાજુ કંડરીક રાજા થયા. રાજ્ય રસોઇ જોઇ ખુબ ખાધી રાતના તોયત બગડી, નોકર, ચાકર સેવા કરવા તૈયાર નથી. તેવામાં રૌદ્રધ્યાન કરી સાતમી નારકીનું આયુષ્ય બાંધી સાતમી નારકીમાં ગયા. પુંડરીક મુનિ ગુરૂ શોધમાં જતાં ક્ષુધા ઘણી લાગેલી છે તે સહન કરી અનશન કરી અનુત્તરના સર્વાર્થસિધ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. વિચારો હજારો વર્ષ સંયમ પાલન કરે છતે એક માત્ર થોડો પ્રમાદ કરીને સાતમી નારકીમાં ગયા અને અપ્રમત્ત ભાવ પુંડરીક મુનિ પેદા કરીને સર્વાર્થ સિધ્ધમાં ગયા. આ અપેક્ષાએ આજે જે રીતે ધર્મ પ્રવૃત્તિ જીવનમાં આચરીયે છીએ તેમાં અપ્રમત્ત ભાવનું લક્ષ્ય કેટલું પેદા થાય છે ? પ્રમાદ પૂર્વકની ધર્મ આરાધના કરતાં અંતરમાં દુઃખ કેટલું થાય છે ? જો આ વિચારો ચાલુ રહે તોજ કાંઇક આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકીશું !
આઠ કર્મોને વિષે ચાર ઘાતી કર્મો કહેવાય છે.
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય) એની પ્રકૃતિઓ બધી જ પાપ પ્રકૃતિઓ હોય છે. બાકીના ચાર અઘાતી કર્મો (વદનીય-આયુષ્ય-નામ અને ગોત્ર) એ કર્મોની પ્રકૃતિઓનાં ભેદોમાં પાપ પ્રકૃતિઓ રૂપે ૪૨ અને ૪૨ પુણ્ય પ્રકૃતિઓ રૂપે ભેદો હોય છે.
પુણ્ય પ્રકૃતિઓનાં ૪૨ ભેદો
(૧) વેદનીય કર્મ-શાતા વેદનીય-૧
(૨) આયુષ્ય કર્મ-૩ તિર્યંચ, મનુષ્ય, દેવાયુષ્ય એમ ત્રણ ભેદો હોય છે. ગોત્રકર્મ-૧ ઉચ્ચગોત્ર-૧
નામકર્મ-૩૭ :- પિંડ-૨૦, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, પિંડ-૨૦. મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રીય, આહારક, તૈજસ, કાર્મણ એ પાંચ શરીર, ઔદારિક-વૈક્રીય-આહારક એ ૩ અંગોપાંગ. વ્રજૠષભનારાચ સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ. (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ) મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ.
પ્રત્યેક-૭. પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ. ત્રસ-૧૦. ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. કેટલાક જીવો આ બેંતાલીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદો પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે બાંધે-કેટલાક
Page 25 of 64