Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 23
________________ પાપ કરાવનારા ત્રણ પ્રકારના કર્મો કહેલા છે. (૧) દુ:ખ આપનારા કર્મો (૨) સુખ આપનારા કર્મો. (૩) પાપ કરાવનારા કર્મો આ ત્રણમાંથી આપણે કયા પાપનો નાશ કરવાનો છે ? સવ્વપાવપણાસણો બોલતાં કયા પાપોનો નાશ કરવા ઇચ્છિએ છીએ ? સુખ આપનારા કર્મોનો નાશ ક્યારે થાય એમ માનીને નવકાર ગણાય તે સાચો નવકાર કહેવાય. બાકીના એટલે દુ:ખ આપનારા કર્મોથી છૂટકારો મેળવવા માટે અને પાપા કરાવનારા કર્મોનો નાશ કરવા માટે ગણાતો નવકાર વ્યર્થ છે એટલે પાપાનુબંધિ પુણ્ય બંધાવનાર થાય છે. જો સુખ આપનારા કર્મોથી છૂટવાનો પ્રયત્ન કરીએ તો દુઃખ અને પાપ આવે ખરા ? પાપથી દુ:ખી મળે પુણ્યથી સુખ મળે એ સુખ પાછા પાપ કરાવે પાછું દુઃખ આવે તો સુખ આપનારા કર્મો ખરાબ કે દુ:ખા આપનારા કર્મો ખરાબ કહેવાય ? - પાપના ઉદયથી આવેલા દુ:ખનો કોઇ કાળે નાશ કર્યા વગર છૂટકો નથી એવો વિચાર કરો ખરા ? સુખ આપનારા કર્મો જે પાપરૂપ કહ્યા છે તેનાથી છૂટવાની વિચારણા કરવાની છે. સુખની ભાવના એ પાપ છે. માટે જ જ્ઞાની ભગવંતોએ સુખ આપનાર કર્મોને પાપરૂપ કહ્યા છે. આત્માના કલ્યાણ માટે એટલે આત્મિક સુખ પેદા કરવા માટે ઉપયોગી ચર્તુભંગીમાંથી બે પ્રકારના ભેદ હોય છે. (૧) પુણ્યાનુબંધિ પુણ્ય અને (૨) પુણ્યાનુબંધિ પાપ. બાકીના બે આત્માને માટે અકલ્યાણ ઉભા કરીને દુર્ગતિમાં લઇ જનારા છે. સારા વિચારો પેદા કરવા માટે પુરૂષાર્થ જરૂરી છે. કપટ વગરના સરલ વિચારોથીજ પુણ્યાનુબંધિ પુણ્ય થઇ શકે. સારા વિચારો સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને પેદા થતાં જ જાય એવો નિયમ નથી જ્યારે ખરાબ વિચારો સહજ રીતે સદા માટે અંતરમાં રહેલા જ છે. પાપનો અનુબંધ સહજતાથી થાય જ્યારે પુણ્યના અનુબંધ માટે પુરૂષાર્થ જરૂરી છે. હવે પુણ્યના ૪ર ભેદો જે છે તે ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે. (૧) બેંતાલીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદ પુણ્યાનુબંધી પુણ્ય રૂપે બાંધી શકાય છે અને ઉદય રૂપે પણ ભોગવી શકાય છે. (૨) બેંતાલીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદ પુણ્યાનુબંધિ પાપ રૂપે બાંધી શકાય છે અને તે રૂપે ભોગવી શકાય છે. (૩) બેંતાલીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદ પાપાનુબંધી પુણ્યરૂપે બાંધી શકાય છે અને તે રીતે ઉદયમાં ભોગવી શકાય છે. પાપાનુબંધી પાપ રૂપે વિભાગ પુણ્ય પ્રકૃતિઓમાં પડી શકતો નથી કારણકે પાપ પ્રકૃતિનાં ભેદો નથી માટે. હવે આમાં વિચાર આપણે કરવાનો એ છે કે આપણે જે સારા વિચારો કરીએ છીએ તે સરળ સ્વભાવથી કરીએ છીએ કે કપટ સ્વભાવથી કરીએ છીએ ? વિચારો જે સારા કરીએ છીએ તે સ્વાર્થના વધારે કરીએ છીએ કે નિ:સ્વાર્થના વધારે કરીએ છીએ ? ચોવીસ કલાકમાં સારા વિચારો કેટલો સમય કરીએ છીએ ? રાગાદિ પરિણામ પૂર્વકના વિચારો આત્મા માટે અશુભ વિચારો કહેવાય છે. પૂણ્યના ઉદયથી મળેલી સામગ્રીમાં રાગાદિ કરીને કરેલા વિચારો એજ અશુભ વિચારો કહેવાય છે. સ્થલ દ્રષ્ટિથી વિચાર કરીએ તો શરીર, ધન અને કુટુંબ આ ત્રણેની સુખાકારી માટેનાં જે વિચારો કરીએ છીએ તેમાં આખોય પુરો સંસાર આવી ગયેલો છે. Page 23 of 64

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64