________________
દર્શનથી પણ પામી શકે છ. અઢી દ્વીપની બહારના ભાગમાં અસંખ્યાતા દેશવિરતિ તિર્યંચો છે. તેમાં વાઘ, સિંહ વગેરે પણ જીવો હોય છે. તેઓ ઇર્યસમિતિ પાળતા જાય છે. સુકું ઘાસ ખાય છે. તે પણ જોઇને અને તળાવમાં જ્યાં સૂર્યના કિરણોથી પાણી વિશેષ ગરમ થયેલું હોય તે પીએ છે અને પોતાના આયુષ્યનો કાળ સમતા-સમાધિ ભાવ રાખીને પૂર્ણ કરી રહ્યા છે.
જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી જીવોને પેદા થાય છે. આવા તિર્યંચો મરીને દેવલોકમાં જાય છે. સમકીતી મનુષ્યો સંખ્યાતા હોય છે. તે દેવલોકમાં જાય તો સંખ્યાતા દેવોની જગ્યા પૂરાય જ્યારે અસંખ્યાતા દેવોની સંખ્યાતો આવા સમકીતી દેશવિરતિવાળા તિર્યંચો પૂરે છે.
આપણે સન્ની છીએ માટે વિચાર કરવાનો છે કે કેવી રીતે દુ:ખ ભોગવ્યું છે ? નરકના જીવોની અપેક્ષાએ વર્તમાનમાં આપણને શું દુઃખ છે ? જગતમાં રહેલા બીજા જીવો કરતાં આપણું દુઃખ કેટલું ? દુઃખમાં સાવધ કેમ રહેવું એવો વિચાર કર્યા કરીએ તો દુઃખ ઓછું થાય. આવેલું દુ:ખ સહન ન થાય એટલે અવાજ નીકળે. નીકળી જાય તેનો વાંધો નહિ પણ અંદરથી સાવધ હોઇએ કે નહિ ? આટલી સમજ શક્તિ ખરી ? તિર્યંચ વગેરેને પણ આટલી સામાન્ય વિચારણા હોય છે તો આપણને તો આથી વિશેષ બુધ્ધિ અને શક્તિ મળેલી છે તો આનાથી આપણો વિચારણા વધારેજ હોય ને ? તો આવા વિચારો પેદા કરવા આત્માને કેળવીએ છીએ ખરા ?
દેવલોકમાં અસંખ્યાતા વર્ષો સુધી મળેલા સુખોને રાગ રાખીને ભોગવ્યા હોય અને રાગની મજબૂતાઇ કરેલી હોય અને છ મહિના બાકી રહે ત્યારે મારે અહીંથી જવાનું છે જવાની જગ્યા પણ જૂએ તો આ સંયોગવાળા પદાર્થોના વિયોગનું દુઃખ જીવોને કેવું પેદા થાય એ વિચાર કરો ! માટે જ્ઞાનીઓએ એ દુઃખને છઠ્ઠીનું ધાવણ કાઢી નાંખે એવું હોય છે એમ જણાવેલ છે. આ બધા જીવોની અપેક્ષાએ આપણું પુણ્ય કેટલું બધુ છે કે જેથી આ ઉંચી કોટિની સામગ્રી મલી ગયેલ છે. માટે આ સામગ્રીથી અભ્યાસ એ પાડવાનો કે ઉભા કરી કરીને દુઃખ સારી રીતે વેઠતા થઇએ. કદાચ ઉભા કરીને દુઃખ ન વેઠીએ તો કર્મના ઉદયથી આવેલા દુ:ખોને સારી રીતે વેઠીએ એ અભ્યાસ પાડવાનો છે શાથી ? કારણકે જ્યારે ખરેખર દુઃખના ડુંગરા તૂટી પડે ત્યારે સહન કરવાની તાકાત મળે.
જૈન શાસન તો કહે છે કે રોગાદિ આવ્યા પછી સહન કરવામાં તાકાત હોય અને સમાધિ રહેતી હોય તો ચતુર્વિધ સંઘને દવા કરવાનો (લેવાનો) નિષેધ કર્યો છે. માટે જૈન શાસન પામેલાની વિચારસરણી ધર્મ કરતાં કરતાં દુ:ખ કાઢવાની-આવેલા દુ:ખો નાશ થાય એવી ન હોય પણ આવેલા દુઃખોને સહન કરવાની શક્તિ આપો એવી વિચારણા હોય છે માટે જ સાધુ અને શ્રાવકને બાવીશ પરિષહો ઉભા કરીને વેઠવાનું કહ્યું છે.
ભૂખ લાગે ત્યારે જમવાનું નહિ પણ ભૂખ લાગ્યા પછી જ્યાં સુધી સહન થાય સમાધિભાવ ટકે ત્યાં સુધી ખાવાનુ નહિ. સમાધિ ન ટકે અને આર્તધ્યાન થાય એમ લાગે તોજ ભોજન લેવાનું કહ્યું છે. આ પહેલો પરિષહ છે. પૂરમાં ત્રણ દિવસ સપડાયેલાઓ ભૂખ્યા રહીને પણ પછી મળેલું ભોજન બીજાને પહેલા આપે એ ભાવ ક્યારે થાય ? આ રીતે ભૂખ સહન કરવાની ટેવ પાડી હોય તો ? અને આ રીતે બીજાને આપે તેમાં પુણ્ય કેટલું સારૂં બંધાય. આ કારણથી જૈન શાસનમાં સહન કરવાની ટેવ પાડવાનું જે કહ્યું છે તે આવા વખતે કામ આવે છે.
તપ કરનારા પારણા વખતે અર્ધો કલાક મોડું થાય તો ઉંચા નીચા થઇ જાય છે ત્યાં પુણ્યના અનુબંધને બદલે બીજા વિચારો કરી કરીને પાપનો અનુબંધ કરીએ છીએ એ વખતે શાંતિથી સહન કરવાથી કેટલી નિર્જરા થાય. આ ગુણ નાનો નથી કદાચ આજે નહિ અને કાલે પારણું થાય તો સમતા શાંતિ રાખી ભગવાનની આરાધના કરનારા કેટલા ?
આપણા શાસ્ત્રોમાં બે પ્રકારના કર્મો કહ્યા છે.
Page 21 of 64