________________
મોહના અંધાપામાં આધીન રહીને જીવ અસંખ્યાતા કાળ સુધી કે અનંતાકાળ સુધી દેવ, ગુરૂ, ધર્મની સામગ્રીનું દર્શન દુર્લભ કરતો જાય છે. ભવાંતરમાં ઘર, પેઢી આદિ પણ મલે નહિ એવું પાપાનુબંધિ પુણ્ય બાંધતો જાય છે. મોહના અંધાપામાંથી જીવ બહાર નીકળે તો એને મંદ કરતો કરતો આત્મામાં ક્ષયોપશમ ભાવ પેદા કરતો કરતો પહેલા ગુણયુક્ત ગુણસ્થાનકમાં આવે પછી ચોથે, પાંચમે, છઠ્ઠ આદિ ગુણસ્થાનકે મોહના ઉદયથી રહે ખરો પણ તે મોહના ઉદયથી પાપ બાંધે પણ અનુબંધ રૂપે બાંધે નહિ. કારણકે મોહનો ઉદય જીવને દશમા ગુણસ્થાનક સુધી રહેવાનો છે. આપણી તાકાત એ મોહને જીતવાની અત્યારે નથી પણ તેના ઉદયને નિક્ળ કરીને જીવવાની જરૂર છે. જો મોહમાં ભાન ભૂલો થઇ જાય તો જીવ
નરકમાં પણ ગયા વગર રહેતો નથી.
સમકીતીને મોહનો ઉદય હોય પણ મોહનો અંધાપો હોય નહિ.
અનુબંધ એટલે ભવાંતરમાં ય ઉદયમાં આવે અને અહીં પણ ઉદયમાં આવે તે.
જેટલું સ્વાર્થી જીવન વધુ તેટલું પાપ વધારે બંધાય. ઉચિત વ્યવહારવાળું જીવન જીવતાં પાપ બંધાય ખરૂં પણ અનુબંધ રૂપે બંધાય નહિ.
જીવ એમ વિચારે કે મેં પાપ કર્યા છે માટે દુઃખ આવ્યું છે માટે શાંતિથી દુઃખ વેઠી લઉં આવો વિચાર કરી દુઃખ ભોગવે તો પુણ્યનો અનુબંધ જીવ કરતો જાય છે.
પાપના ઉદયકાળમાં જીવને પુણ્યનો અનુબંધ પેદા કરાવે તે પુણ્યાનુબંધી પાપ કહેવાય. પાપાનુબંધિ પુણ્ય કરતાં પુણ્યાનુબંધિ પાપ કંઇક અંશે સારૂં છે. હાય વ્હોય કરીને દુઃખ ભોગવે તેનાથી અકામ નિર્જરા થાય છે અને પાપનો અનુબંધ પડે છે.
સુખની ઇચ્છામાં-આશામાં દુઃખ વેઠે તેનાથી પાપનો અનુબંધ પડે છે.
પુણ્ય-પાપની થોડી શ્રધ્ધાવાળો જીવ એમ વિચારે કે મેં આ ભવે કે પરભવે પાપ કર્યા હશે માટે જ મને દુઃખ આવ્યું છે તો હું આવેલા દુઃખને સારી રીતે વેઠી લઉં કે જેથી ભવાંતરમાં દુ:ખ ન આવે. આવા વિચારથી દુઃખ વેઠે તો પુણ્ય બંધાય અને પાપ ખપે. આવી સામાન્ય સમજણ તો તિર્યંચ જીવોમાં પણ પેદા થઇ શકે છે અને એનાથી એ દુઃખ વેઠીને સદ્ગતિને ઉપાર્જન કરી શકે છે.
અશુભ અને ચીકણા કર્મોને ખપાવવા માટે જેટલી એકાગ્રતાપૂર્વક સારી રીતે ધર્મના અનુષ્ઠાનોની ક્રિયા કરે તેનાથી બંધાયેલા નિકાચીત ચોકણાં કર્મો પણ ખપીને નાશ પામે છે. દા.ત. પૃથ્વીચન્દ્ર અને ગુણસાગરના જીવો બન્નેને એકવીશ ભવથી સંબંધ ચાલ્યો આવે છે. શંખ કલાવતીના ભવથી સંબંધ ચાલ્યો આવે છે. પૃથ્વીચન્દ્રનો આત્મા રાજગાદી ઉપર કેવલજ્ઞાન પામવાના છે અને ગુણસાગરનો જીવ ચોરીમાં આઠ પત્નીઓની સાથે હાથ મીલાવતાં મીલાવતાં કેવલજ્ઞાન પામવાના છે. એ જીવોએ બાંધેલા અશુભ કર્મોને સારા ભાવથી કરેલા અનુષ્ઠાનોથી પુણ્યાનુબંધિ પુણ્યમાં ફેરવીને ખપાવી નાંખ્યા છે.
કેટલાક અકાયમાં રહેલા જીવો પણ એવા હોય છે કે જેઓ ૫૦૦ યોજન-હજાર યોજન ઉંચે ધોધમાંથી પાણી રૂપે પથ્થર ઉપર પડે તેમાં જે અટ્કાયના જીવો પછડાય તેમાં કેટલી વેદના થાય તો પણ તે વેદના વેઠતી વખતે કાંઇક રાગાદિની મંદતાના કારણે મહાવિદેહ ક્ષેત્રનું આયુષ્ય બાંધી ત્યાં ઉત્પન્ન થઇ આઠ વર્ષે સંયમ લઇ નવમા વર્ષે કેવલજ્ઞાન પામી મોક્ષે જનારા હોય છે. આવા પ્રકારના આયુષ્યનો બંધ અકાય જીવો પણ કરી શકે છે. આ રીતે અકામ નિર્જરાથી દુઃખ વેઠે તેમાં પણ જોરદાર નિર્જરા પેદા થઇ શકે છે. આવા જીવો અપ્લાયમાં અસંખ્યાતા રહેલા હોય છે. માટે જ દુઃખ આવે ત્યારે હાય વોય કરવી નહિ. તિર્ધ્યાલોકને વિષે અસંખ્યાતા ક્ષાયિક સમકીતી પંચેન્દ્રિય તિર્યંચો અત્યારે વિધમાન છે. અસંખ્યાતા તિર્યંચો દેશવિરતિને પાળીને જીવનારા વિધમાન છે. અસંખ્યાતા ક્ષયોપશમ સમકીતી તિર્યંચો પણ વિધમાન છે. ક્ષાયિક સમકીત તો મનુષ્યપણામાંથી લઇને ગયા હોય તેમને હોય છે. ક્ષયોપશમ સમકીત લઇને ય ગયા હોય અને ત્યાં નવું પણ પામેલા હોય છે. ત્યાં જાતિ સ્મરણ જ્ઞાનથી પામી શકે. ભગવાનની મૂર્તિ કે સાધુના
Page 20 of 64