________________
(૧) સ્વતંત્ર કર્મ અને (૨) સામુદાયિક કર્મ.
દા.ત. ઓરીસ્સાનું પૂર, વાવાઝોડું, ભૂકંપ વગેરે તથા ટી.વીની સીરીયલ એક સાથે બધા પોતા પોતાના સ્થાનોમાં જૂએ તેમાં પણ જે વિચારણાઓ ચાલે તે સામુદાયિક કર્મ કહેવાય છે અને પોતે એકલો ક્રિયા કરતો કર્મ બંધ કરે તે સ્વતંત્ર કર્મ કહેવાય છે. આવેલા દુ:ખને દૂર કરવાની ભાવના રાખ્યા વગર સ્વેચ્છાએ સહન કરીએ તો ઉદયમાં આવેલું પાપનું ળ આવીને ચાલ્યું જાય.
પુણ્યની ઉદીરણા માટે વૈરાગ્ય કહ્યો છે. પાપની ઉદીરણા માટે બાવીશ પરિષહો કહ્યા છે. બાંધવાનું પુણ્ય નથી પણ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવાનું છે. પાપના ઉદયકાળમાં પણ પુણ્યનો અનુબંધ કરવાનો છે.
આજે પૂજા અને પૂજનો વગેરે ભણાવાય છે. તેમાં હેતુ બદલવાની ખાસ જરૂર છે. દેહે દુ:ખમ મહાલૂમ એટલે કે દેવ, ગુરૂ, ધર્મની આરાધનામાં દેહના દુ:ખથી મહાળ પ્રાપ્ત થાય છે.
આટલા વર્ષોથી રખડપટ્ટીમાં ધર્મક્રિયા જે કરી તેનાથી પુણ્યનો અનુબંધ પડી રહ્યો છે એમ લાગે છે ખરૂં ? પાપનો અનુબંધ પાડવા પુરૂષાર્થની જરૂર નથી તેના સંસ્કારો તો અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. આહારાદિ પુદ્ગલોમાં રાગાદિ પરિણામ કરીને પાપનો અનુબંધ પાડ્યા જ કરે છે. ધર્મની પ્રવૃત્તિ કરવાના સંસ્કાર મજબૂત કરે તેનાથી પુણ્યનો અનુબંધ પડી શકે છે. પુણ્યથી મળેલી સામગ્રીમાં રાગાદિ પરિણામ કર્યા વગર જેટલા અલિપ્ત રહીએ તેટલો પુણ્યનો અનુબંધ પડી શકે દુ:ખ જાય એમ નથી માટે વેઠી લઇએ અને સુખની આશામાં દુ:ખ ભોગવતો જાય તો પાપનો અનુબંધ વધારે પડતો જાય છે. સુખની આશામાં જેટલું દુ:ખ ભોગવે એ વિચાર પાપનો અનુબંધ પેદા કરે છે.
નાની ઉંમરમાં જેટલું થાય એટલું કામ કરી લઇએ પછી નિરાંત અને શાંતિથી રહેવાય એ બધા વિચારો મોહરાજાની આધિનતાના વિચારો છે. આવા વિચારો કરતાં નાની ઉંમરમાંજ ઉપડી ગયો તો ? પાછલી જીંદગી ક્યારે આવશે એ ખબર છે ? મરણ તો ગમે તેને ગમે ત્યારે આવી શકે છે. મોત ક્યારે આવશે એ ખબર છે ? માટે જ જ્ઞાનીઓ કહે છે કે ધર્મ સદા કરવો જોઇએ.
પુણ્યનો અનુબંધ જો પાડવો હોય તો સમતા ભાવ અગત્યનો છે.
દેવતાઓને પણ પાપના ઉદયકાળને લઇને દેવલોકની સામગ્રીથી-દેવલોકના વિમાનમાંથી કાઢી મૂકવાની સજા મળે છે. ઘરમાંથી જેમ કુતરાને મારી મારીને કાઢે તેમ દેવલોકમાંથી કાઢી મૂકવામાં આવે છે. પાપનો ઉદયકાળ પણ દેવને કાઢવામાં નિમિત્ત બને છે અને એ કાઢી મૂકેલા દેવતાઓ તિરસ્કૃલોકને વિષે કોઇ પહાડ આદિ ઉપર રહીને પોતાનો બાકીનો આયુષ્ય કાળ પૂર્ણ કરે છે. દેવલોકમાંથી કાઢી મૂકેલા દેવને એટલે ઇન્દ્ર કાઢી મૂકેલા હોય તેને કોઇ રાખવા કે સંઘરવા તૈયાર થતાં નથી.
એક બીજા પાપ કરાવવામાં સામેલ થાય છે પણ દુ:ખમાં ભાગ પડાવવા કોઇ સામેલ થઇ શકે નહિ.
તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને નરકમાં ગયેલા જીવો જે દુ:ખના કાળમાં સારી રીતે જીવે છે તેની સામે અનુત્તર વિમાનમાં ગયેલા દેવતાનાં જીવો બંને જીવોનાં પરિણામ એક સરખા હોય છે. નરકમાં ગયેલા જીવો દુ:ખ ભોગવીને સકામ નિજરા કરે છે. દેવલોકમાં ગયેલા જીવો સુખમાં લીન થયા વગર સકામ નિર્જરા કરે છે. સુખમાં વિરાગ અને દુ:ખમાં સમતા રાખીને બંન્ને પુણ્યનો અનુબંધ કરી શકે છે. સામાન્ય સમકતી જીવો પણ નરકમાં દુ:ખ ભોગવીને સકામ નિર્જરા કરતાં પુણ્યનો અનુબંધ કરતાં જાય છે.
પાપાતુર્ભાવ પાપ
પાપના ઉદયકાળમાં જેટલી શક્તિ હોય એટલી ખર્ચીને દુઃખનો નાશ કરવાનો પ્રયત્ન કરતો જાય તે પાપાનુબંધિ પાપ કહેવાય છે.
દુ:ખનો નાશ કરવા જેટલો મન, વચન, કાયાનો વ્યાપાર કરીએ તેની સામે પાપનો નાશ કરવા માટેનો જીવનમાં વ્યાપાર કેટલો ?
Page 22 of 64