Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 18
________________ નક્કર રત્નનાં બે બળદો બનાવવા માટે આખી જીંદગી ખર્ચી નાંખી પણ છેલ્લે બે સીંગડા થયા નહિ અને મરીને સાતમી નારકીમાં ગયો માટે કેટલો વિચાર કરવો પડશે એ વિચારો ? ધર્મ હંમેશા પુરૂષાર્થ પ્રધાન છે. ધર્મમાં ભાગ્ય ચાલે નહિ જ્યારે સંસારમાં સુખ પુરૂષાર્થથી મલે નહિ પણ પુણ્ય હોય તો જ મલે. જે પુણ્યના ઉદય કાળમાં મળેલી અનુકૂળ સામગ્રી પાપના અનુબંધમાં સહાયભૂત થાય તેને પાપાનુબંધિ પુણ્ય કહેવાય છે. નરકગતિ સિવાયના દરેક જીવોને સામાન્ય રીતે અનુકૂળ સામગ્રી અને પ્રતિકૂળ સામગ્રી બન્ને પ્રકારની સામગ્રી મલ્યા વગર રહેતી નથી. એકેન્દ્રિયથી માંડીને અસન્ની પંચેન્દ્રિય સુધીનાં જીવોને જેટલી અનુકૂળ સામગ્રી મલે એ એનો પુણ્યોદય ગણાય છે. પુણ્યથી મલતી સામગ્રીને જીવો ભોગવે તેમાં જ્ઞાની ભગવંતોને કોઇપણ જાતનો વાંધો નથી. તો વાંધો ક્યાં છે ? પણ મળેલી સામગ્રીમાં રાગાદિ પરિણામ, અધિકને અધિક આશાઓ કર્યા કરે છે. તેમાં વાંધો છે કારણકે એ રાગાદિ પરિણામ અને આશાઓથી પાપનો અનુબંધ જીવો કર્યા કરે છે અને તે પાપનો અનુબંધ થયા કરે છે. એનો વાંધો છે. મળેલી સામગ્રી જો રાગપૂર્વક સાચવવામાં આવે તો ભવાંતરમાં તે સામગ્રી ન મળે એવું પાપ બંધાય છે. રાગાદિ પરિણામથી એ સામગ્રીમાં જેટલી જોરદાર આશાઓ-ઇચ્છઆઓ એટલું જોરદાર પાપ અનુબંધ રૂપે બંધાયા કરે છે. એ પરિણામની સ્થિરતા અને એકાગ્રતા પેદા કરાવીને જીવની પાસે એ આશાઓ, ઇચ્છાઆ દુર્ગતિનું આયુષ્ય બંધાવીને દુર્ગતિમાં ધકેલી દે છે. વર્તમાનમાં મળેલી સામગ્રીથી મોટા ભાગના જીવો એવી રીતે જીવે છે કે પાપનો અનુબંધ પેદા કરતા જાય છે. જે સામગ્રી આત્મકલ્યાણ કરાવવા માટે મળેલી છે તેના બદલે દુર્ગતિના માર્ગે લઇ જાય એ રીતે જે ઉપયોગ કરી રહ્યા છે તેનાથી બચવા માટેજ એટલે સદ્ગતિ તરફ જીવને લઇ જાય એ રીતે ઉપયોગ કરતાં શીખે તે માટે જ જગતમાં જૈન શાસન ઉભું છે. જૈન શાસન ભૌતિક ઇચ્છાઓનો નાશ કરવા માટે જ છે. ઇચ્છાઓ એજ પાપનું મૂળ છે. એ સમજવા માટે જ જૈન શાસન છે. જૈન શાસન જીવોને ઓળખાણ કરાવે છે કે મને દુઃખ શા માટે આવે છે ? એ ઓળખાવીને તેનાથી બચવા ધર્મની આરાધના કરતાં કરતાં કરીને પુણ્ય કેમ સારૂં બંધાય એ જણાવવા માટે છે. જો સુખની ઇચ્છાઓ ધર્મ કરતાં કરતાં વધતી હોય તો પાપાનુબંધિ પુણ્ય નિયમા બંધાય છે એમ કહેવાય. ઇચ્છાઓ, આશાઓ જો ઘટતી હોય, સંયમીત થતી હોય તો સમજવુ કે આંશિક પુણ્યાનુબંધિ પુણ્ય જરૂર બંધાય છે. આથી નક્કી થાય છે કે મનથી, વચનથી, કાયાથી, ધનથી, ધર્મની ક્રિયાઓનાં અનુષ્ઠાનો કરીએ અને અનુકૂળ પદાર્થોમાં રાગ હોય અથવા વધતો જતો હોય તો એનાથી પાપાનુબંધિ પુણ્ય મેળવી રહ્યા છીએ અને રાગ ઘટતો જતો હોય સંયમીત બનતો હોય તો પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી રહ્યા છીએ અને આત્મ કલ્યાણમાં આગળ વધી રહ્યા છીએ. પુણ્યથી મળેલી સામગ્રીમાં જેટલી મારાપણાની બુધ્ધિ એ પાપના અનુબંધનું કારણ છે. ભૂતકાળમાં પાપાનુબંધિ પુણ્ય ભેગું કર્યું હશે તેના કારણે અત્યારે વર્તમાનમાં આપણી મારાપણાની બુધ્ધિ નાશ પામતી નથી. એ મારાપણાની બુધ્ધિનો નાશ કરવા માટે દેવ, ગુર, ધર્મની આરાધના કરવાની છે. દેવ, ગુરૂ, ધર્મમાં મારાપણાની બુધ્ધિ કેટલી ? એ જો ન હોય તો આત્મકલ્યાણ કરવાનું વિચારવાનું આપણું લક્ષ્ય કેટલું ? અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી જીવો, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા બંધ આ આઠ તત્વોની વિચારણા કરવામાં એટલો ટાઇમ એકાગ્ર ચિત્તે પસાર કરે કે જેના કારણે બધી ખાવા પીવા આદિની પ્રવૃત્તિ ભૂલી જાય. નિરતિચાર ચારિત્રનું પાલન કરે છતાંય પોતાના આત્મામાં રહેલા Page 18 of 64

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64