Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 16
________________ સામર્થ્યવાન હોય તો એ પરિણામ અસંખ્યાત કાળ સુધી ટકી રહે છે. એકવાર પુણ્યાનુબંધિ પુણ્ય બંધાઇ જાય પછી તેના અંતરમાં એ ભાવ ચાલુ જ હોય છે. આથી આંશિક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થતાં સુખની સામગ્રીમાં એને રાગ થતો નથી. આવા પરિણામથી જીવનારા જીવોને પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળા કહેવાય પછી તેને દેવલોકના કે ચક્રવર્તીના સુખની સામગ્રી દુર્ગતિમાં ધકેલવામાં સહાયભૂત બનતી નથી. ચક્રવર્તીના પ્રમાણમાં આપણી પાસે સામગ્રી કેટલી ? અને જે છે તે પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળી ખરી ? આપણને પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી રાગ વધારવામાં સહાયભૂત થતી નથી ને ? વર્તમાનમાં મળેલી સામગ્રી દુર્ગતિમાં લઇ જવા લાયક કર્મ તો બંધાવતી નથી ને ? આપણે નવકાર બોલીએ છીએ માટે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા નથી કારણ કે નવકારમંત્ર બોલતા આવડે એ જીવો અંત:કોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ કરતા જ નથી. જ્યારે એક કોટાકોટી સાગરોપમ કે એથી અધિક સ્થિતિ બંધાવા માંડે એટલે કે જીવ બાંધે તો તેને નવકાર બોલવો સાંભળવો કે યાદ કરવો પણ ગમે નહિ. નવકારને પ્રાણ કરતાં અધિક રીતે સાચવે તે અંત:કોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ કરેજ નહિ. માટેજ આપણે વિચારવાનું છે કે નવકાર ગણીએ છીએ માટે સુખનો રાગ આપણને દુ:ખ ઉભું કરાવે એવો તો નથી ને ? આપણને પુણ્યથી નવકાર મલ્યો છે. અનંતી વાર મલ્યો હશે પણ નવકાર પામીને પુણ્યથી મળતી સામગ્રીમાં રાગ કરી કરીને જીવ્યા માટે દુર્ગતિમાં જવા લાયક કર્મો કર્યા અને તેથી જ દુ:ખો ઉભા કર્યા. પુણ્યાનુબંધો પુણ્યના ઉદયકાળમાં દુનિયાની સારામાં સારી સામગ્રી મળે તો પણ તેમાં રાગ ઉભો થતો નથી જેમકે શાલીભદ્ર-પેથડશા વગેરે. શાલીભદ્રને ત્યાં રોજની નવ્વાણું પેટીઓ દેવતાઇ આવતી હતી જેમાં તેત્રીશ પેટીઓ નવા નવા કપડાની, તેત્રીશ પેટીઓ નવા નવા અંલકારોની અને તેત્રીશ પેટીઓ નવી નવી ખાવા પીવાની સામગ્રીની આવતી. હતી તે સામગ્રીઓનો પોતે અને પોતાની બત્રીશ પત્નીઓ રોજ ભોગવટો કરતા હોવા છતાં દુર્ગતિમાં લઇ જાય એવો રાગ તેઓ ને એ સામગ્રી પ્રત્યે પેદા થતો નહોતો. ઉપરથી જેમ જેમ ભોગવતા જાય તેમ તેમ સદ્ગતિમાં જવા લાયક કર્મનો બંધ થતો હતો તેનું કારણ ? વૈરાગ્ય ભાવ સાથે હતો એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય સાથે ભોગવતા હતા. એવી જ રીતે આ અવસરપિણી કાળમાં થયેલા પહેલા ચક્રવર્તી ભરતા મહારાજાને કેટલી બધી હદ્ધિ સિદ્ધિની સામગ્રી હતી તેનો ભોગવટો પણ કરતા હતા. છતાંય સગતિનો બંધ કરાવે એવી રીતે ભોગવતા હતા. અવિરતિના ઉદયથી એ સુખ ભોગવવાની ક્રિયા કરવી પડે છે પણ તે કરતાં રાગથી અલિપ્ત રીતે રહેતા હતા માટે દુઃખની પરંપરા સુખ ભોગવતા પણ વધતી નથી અને એ ભવમાં કેવલજ્ઞાન પામ્યા. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકીતનાં ધણી હતા. મગધ દેશના માલિક હતા છતાં એ સામગ્રી દુ:ખની પરંપરા સર્જે એનો અનુબંધ કરે એવી રીતે જીવતા નહોતા તો પછી નરકમાં કેમ ગયા ? કારણકે સમકીત પામતાં પહેલા રાગાદિ પરિણામમાં ગાંડા થયા તેથી નરકનું આયુષ્ય પહેલા જ બંધાઇ ગયેલું માટે નરકમાં ગયા પણ તે આયુષ્ય બાંધ્યા પછી ભગવાન મહાવીર મલ્યા અને જીવનનું એવું પરિવર્તન કરી નાંખ્યું કે જેના પ્રતાપે આ ભવમાંજ પુણ્યાનુબંધિ પૂણ્ય ઉપાર્જન કરીને તીર્થંકર નામકર્મ નિકાચીત કરી નાંખ્યું અને આવતા ભવે તીર્થકર થશે. એવી જ રીતે કૃષ્ણ મહારાજાએ ધર્મ પામતાં પહેલા નરકનું આયુષ્ય બાંધી દીધું. પછી તેમનાથ ભગવાન મલ્યા-દેશના સાંભળી અને સભ્યત્વની પ્રાપ્તિ કરી ત્રણ ખંડના માલિક હોવા છતાં અંતરમાં જુવાન કન્યાઓને જોતાં રાગ પેદા થઇ જતો તેની સાથે લગ્ન કરી. ઘરે લાવે છેડા છેડી બાંધેલી હોય અને છતાંય એ આવેલી કન્યા પત્ની બનીને આવેલી સંયમ લેવાની વાત કરે તો તરતજ રજા આપી દે. કારણકે તેઓએ પોતાના આત્માને કન્યાના રાગથી સંયમનો રાગ અધિક કેળવેલો હતો કે જેના કારણે પોતે સંયમ લઇ શકે એવી શક્તિ ન હોવા છતાંય અનેકને સંયમના માર્ગે જોડતા હતા અને સંયમ અપાવતા હતા. આ સંયમ પ્રત્યેના અધિક રાગના કારણેજ અઢાર હજાર સાધુઓને ભાવથી વંદન કરતાં ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ કરી અને ચાર નારકીના દુ:ખોનું નિવારણ કરી Page 16 of 64

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64