________________
મિથ્યાત્વને કાઢવાની કદી ઇચ્છા ન જ થાય કારણ કે મારાપણાની બુધ્ધિ એ અનુકળ પદાર્થોમાંથી જાય જ નહિ માટે નિયમાં પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યા કરે છે આથી આપણું લક્ષ્ય એક જ હોવું જોઇએ કે ઇચ્છા એજ દુઃખનું મૂળ છે માટે જેમ બને તેમ ઇચ્છાઓનો સંયમ કરવાનું જ લક્ષ્ય હોવું જોઇએ. એ લક્ષ્ય જેટલું મજબુત કરીએ એનાથી જ કલ્યાણ થાય. ટ્રેનમાં ઉભા ઉભા ત્રણ ચાર કલાક કષ્ટ વેઠીને જાય તેનાથી અકામ નિર્જરા થાય, પુણ્ય બંધાય પણ તે પાપના અનુબંધવાળું. સંસારની દરેક ક્રિયામાં સહન કરે તેમાં અકામ નિર્જરા થાય. એ અકામ નિર્જરા પાપની ક્રિયા માટે છે તેથી પાપનો અનુબંધ કરાવે. માટે રસોઇ કરતાં કરતાં સંસારમાં છું માટે કરવું પડે છે. ક્યારે તાકાત આવે કે આ બધું છોડી દઉં ? આ પ્રકારની વિચારણા ચાલુ રહે તો સકામ નિર્જરા થાય છે. શુભ કર્મના બંધમાં પુણ્યાનુ
શુભ કમેના બધમાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જો આપણી ઇચ્છાઓ સંયમીત ન કરતાં હોઇએ અને સંયમીત કરવાનું લક્ષ્ય ન હોય તો ભગવાનનું દર્શન, ભગવાનની પૂજા, સ્તવન, પુસ્તકોનું વાંચન, તેનું ચિંતન, મનન પણ પાપાનુબંધિ પુણ્યા બંધાવે. ભગવાને જે છોડ્યું એ છોડવાના ભાવ આવે એ માટે સ્તવના કરવાની છે. અનુકૂળ પદાર્થોની ઇચ્છાપૂર્તિ પાપના અનુબંધનું કારણ બને છે. અનુકૂળ પદાર્થોનો જે આનંદ છે અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો જે દ્વેષ છે તેમાં આત્માને વધારે નુક્શાન અનુકૂળ પદાર્થનો જે આનંદ છે તે છે. ઇરછા કર્યા વગર જે મલતું જાય તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય એવા જીવોને તો એવા વિચાર હોય છે કે જે પુણ્ય મને આપ્યું છે એ પુણ્ય ભોગવાવશે -એ પુણ્ય સચવાવશે-ટકાવશે. એ સાચવવાની ટકાવવાની મારે. શું કામ ચિંતા કરવાની ? એની ચિંતા કરીને મનુષ્ય જન્મને ફોગટ શા માટે ગુમાવવો ?
નાશવંત પદાર્થોની વિચારણા કરવામાં જેટલો સમય પસાર થાય એટલો મનુષ્ય જન્મ નિરર્થક થાય છે એમ જાણવા છતાંય આપણે એની વિચારણામાં જ વધારે સમય પસાર કરી રહ્યા છીએ એમાં કાંઇ આત્માની દયા આવે છે ખરી ? આ બધુ સમજીને આપણે આપણા જીવનમાં શક્ય એટલું ઉતારવાનું છે.
ધર્મક્રિયા કરતાં કરતાં પાપનો અનુબંધ શાથી પડે છે એ સમજાય છે ખરું ? માટે જ આપણી ઇચ્છાનો ઢાળ વાળી દેવાની જરૂર છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ઇચ્છાઓ વધારવાની કે જેથી સંસારિક ઇચ્છાઓ અટકી જશે. આજે સંપૂર્ણ ઇચ્છાઓ આપણે નાશ કરી શકીએ એટલી શક્તિ આપણી પાસે નથી. ક્ત ઢાળ વાળી શકાય એટલી તાકાત એટલે શક્તિ છે. મંદિરમાં મારાપણાની બુદ્ધિ વધારશો તો ઘરની મારાપણાની બુદ્ધિમાં ઘસારો આવશે. જીનેશ્વરદેવોની રોજ ત્રિકાલ પૂજા કરવાથી ઇચ્છાઓનો નાશ થાય છે.
પુણ્યાનુબંધ પાપ
જે જીવોને વર્તમાનમાં પાપનો ઉદય ચાલતો હોય છતાં તે પાપના ઉદયકાળમાં સમાધિ જાળવીને દીન થયા વગર દુ:ખ ને ભોગવતા હોય તો તે પાપના ઉદયકાળમાં પુણ્યનો અનુબંધ કરે તે પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે. જેમકે પુણીયો શ્રાવક.
પુણ્યનો ઉદય એટલો ભયંકર હોય કે સુખની સામગ્રી મલે પણ સમજણ ન હોય તો એજ સામગ્રી દુ:ખ આપે છે. પાપના ઉદયથી આવેલું દુ:ખ એક, બે, ચાર, પાંચ દિવસ સુધી કદાચ રહે પણ સુખની સામગ્રી તો વર્ષો વર્ષ સુધી સાથે રહીને સંયોગ થયેલા પદાર્થોમાં રાગ કરીને, સંયોગ થયેલા પદાર્થોનો વિયોગ થાય અને જો સમજણ ન હોય તો વિર્યાગમાં ગાંડો થઇને દુર્ગતિમાં ભટકવા માટેનાં પરિણામોને પામે
રાગાદિ ઓછા કરવાં પુણ્ય અને પાપ ઉપરની શ્રધ્ધા મજબૂત કરતા જવાની છે. પુણ્ય છે ત્યાં સુધી જ સંયોગ છે, સંયોગ છે ત્યાં વિયોગ આવવાનો જ છે. પછી વિયોગમાં નારાજી દ્વેષ આદિ શાને માટે કરવાનો ? આવું શ્રધ્ધાપૂર્વક સમજે તો પછી રાગાદિ રહે જ નહિ !
Page 19 of 64