Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 14
________________ જાય તો પુણ્યનો અનુબંધ પાપમાં ટ્રાન્સફ્ટ થઇ જાય છે. શ્રી મલ્લિનાથ ભગવાનના આત્માએ ત્રીજા ભવે જ્યારે તીર્થકર નામકર્મ નિકાચીત કરેલું છે તેજ ભવમાં એવી બીના બનેલી છે કે તે ભવે પાંચ મિત્રોની સાથે સંયમનો સ્વીકાર કરેલો છે. નિરતિચાર પણ મિત્રોની સાથે સો સુંદર રીતે સંયમનું પાલન કરી રહ્યા છે. સો એક સાથે તપ પણ સુંદર રીતે કરી રહેલા છે. તેમાં ગુરુ ભગવંત પાંચ મિત્રોનાં સપનાં વખાણ કરે છે. પણ શ્રી મલ્લીનાથ ભગવાનના આત્માના તપના. વખાણ કરતાં નથી. બસ આના કારણે એ આત્માને પોતાના વખાણ ગુરૂ કરે એવી ભાવના પેદા થઇ છે અને એ વખાણ કરાવવા માટે જ્યારે બધાયને તપ પૂર્ણ થાય અને પારણાનો દિવસ આવે ત્યારે આ આત્મા. મને આજે ઠીક નથી પેટમાં દુ:ખે છે. એવાં કોઇ વ્હાના કાઢીને ગુરૂ ભગવંત પાસે આગળ તપ કરવાની વિનંતી કરી ઉપવાસ આદિ તપ વધારે કરતાં જાય છે. બસ, આટલી જ અપ્રશસ્ત માયા કષાયના પ્રતાપે બંધાતા પુરૂષ વેદનો સારો રસ બંધ નહિ બંધાતા-સત્તામાં રહેલા સ્ત્રીવેદ રૂપે એ સ્થિતિ અને રસનો સંક્રમ થઇને સ્ત્રીવેદને એવો મજબુત બનાવતા નિકાચીત રૂપે કરતા ગયા છે. આ રીતે તપ કરતાં જાય છે અને ગુરૂ તેમની પ્રશંસા કરતાં જાય છે. તેમાં આનંદ આવે છે. બસ. આ આનંદના પ્રતાપે નિકાચીત રૂપે સ્ત્રીવેદ છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામમાં રહીને કર્યો. એ એવો નિકાચીત જોરદાર કર્યો કે ત્યાંથી કાળ કરીને અનુત્તર વિમાનમાં સમકીત લઇને ઉત્પન્ન થયાં ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદનો ઉદય ભોગવી રહ્યા છે છતાંય બંધાયેલો-નિકાચીત થયેલો સ્ત્રીવેદનો રસ જરાય સંક્રમ પામીને ક્ષય થઇ શક્યો નહિ અને ત્યાંથી મનુષ્યપણામાં સ્ત્રી તીર્થકર રૂપે ઉત્પન્ન થયા. આમાં વિચાર એ કરવાનો છે કે આટલો પણ અપ્રશસ્તા ભાવ જીવને પુણ્યના અનુબંધ રૂપે બંધાયેલો વેદ પાપના અનુબંધ રૂપે સંક્રમ પામી ઉદય રૂપે અવશ્ય ભોગવવો પડે છે. એવી જ રીતે બ્રાહ્મી અને સુંદરી એ બે હેનોનાં જીવો પણ અનુત્તરમાંથી આવેલા છે. પૂર્વ ભવમાં પીઠ અને મહાપીઠ મુનિઓ તરીકે સુંદર રીતે આરાધન કરીને વૈયાવચ્ચ કરેલી છે પણ અપ્રશસ્ત માયાના પ્રતાપે તેઓ પણ સ્ત્રીવેદને નિકાચીત કરી સ્ત્રી રૂપે ઉત્પન્ન થયા છે. સામાન્ય રીતે મોટે ભાગે નિયમ છે કે અનુત્તર વિમાનમાંથી જે મનુષ્યપણાને પામે છે તે પુરૂષ વેદ રૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે આવા કોઇ જીવો. નિકાચીત સ્ત્રીવેદ સંક્રમથી કરીને ગયેલા હોય તેવા જીવો સ્ત્રી અવતારને પણ પામી શકે છે. આના ઉપરથી એ વિચારવાનું છે કે છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓને અપ્રશસ્ત કષાયોથી કેટલા સાવધ રહેવું પડે તોજ બંધાયેલું પુણ્ય પાપમાં ટ્રાન્સ ન થાય. આથી એ નિશ્ચિત થાય છે કે પુણ્યાનુબંધિ બંધાયેલું હોય એ ભોગવવા મલેજ એવો નિયમ નહિ જો અપ્રશસ્ત કષાયોને આધીન થઇને જેટલા અશુભ વિચારો કરીએ એટલું એ પુણ્ય ટ્રાન્સ થઇ પાપના અનુબંધ રૂપે ભોગવવું પડે એવું પણ બની શકે છે. જેમ લાખ રૂપિયા ખર્ચીને સારામાં સારી રીતે ભગવાનનો મહોત્સવ કર્યો હોય અને કોઇ વખાણ કરે તો તે સાંભળીને અંતરમાં થાય કે ચાલો પેસા ઉગી નીકળ્યા અને જો કોઇ વખાણ ના કરે તો એમ થાય કે એ તો છે જ એવો એને કશું આવડતું જ નથી. આવા વિચારો પેદા કરવા એ અપ્રશસ્ત ભાવ કહેવાય છે તે વખતે એટલું જ વિચારવાનું કે મારી સંપત્તિના પ્રમાણમાં મેં લઇ લઇને આટલોજ લાભ લીધો ? આનાથી. વધારે લાભ લઇ શકું એવી શક્તિ હોવા છતાં આટલોજ લાભ લીધો ! તો કાંઇક ધર્મની પ્રાપ્તિ થાય. આપણને ક્ષયોપશમ ભાવે ધર્મ પેદા થયો નથી માટે આવા વિચારા આવતા નથી અને તેનાથી વિરુધ્ધ વિચારો આવ્યા કરે છે. સાધુ ભગવંતો પણ માન પચાવવાની શક્તિ પેદા કરે તોજ બચી શકે. બાકી નહિ તો સાધુપણામાં પડવાના નિમિત્તો ઘણાં છે. આપણી આરાધનાથી પુણ્યાનુબંધી પુણ્ય કદાચ બંધાતું હોય તો તે ભવાંતરમાં ભોગવી શકાય એ રીતે ટકી શકે છે ખરું કે પછી પાપમાં ટ્રાન્સફ્ટ થઇ જાય છે. આનો રોજ વિચાર કરવો પડશે. જો છઠ્ઠા ગુણસ્થાનકે રહેલાને સાવધગિરિ રાખવાની જરૂર છે તો પછી અપુનબંધક દશાના Page 14 of 64

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64