________________
આનંદ પૂર્વક કરતો હતો તેને બદલે રસ વગર ખેદ પૂર્વક પ્રવૃત્તિ થતી જાય છે. અત્યાર સુધી જે ક્રિયાઓ હોંશ પૂર્વક કરતો હતો તે ક્રિયાઓ કરવી હવે ગમશે નહિ આટલો ફ્રાર પરિણામોમાં થવા માંડે છે.
મિથ્યાત્વનો ઉદય હોવા છતાં ઢાળ બદલાયો છે માટે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. હજી તો રાગાદિ પરિણામની ઓળખ જ થઇ છે. ઓળખના કારણે સંસારની પ્રવૃત્તિ ખેદ પૂર્વક ચાલુ થઇ શકે છે તો પછી. આગળના પરિણામ પેદા થતા જાય ગ્રંથી ભેદ થતો જાય તો પરિણામ કેવા હોય એ વિચાર કરવાનો છે !
મળેલા અનુકૂળ પદાર્થો ચાલ્યાં તો નહિ જાય ને ? ચાલ્યા જશે તો હું શું કરીશ કેવી રીતે એના વગર જીવન જીવીશ એવી જે વિચારણાઓ એ ભયભીત વિચારણાઓ કહેવાય છે. અનાદિકાળના. અભ્યાસના કારણે ભયભીતની વિચારણાના સંસ્કારો દ્રઢ થયેલા છે તેથી ધર્મની આરાધના કરતાં કરતાં એ રીતે જ જીવન જીવાય છે. એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે.
પર પદાર્થોમાં પરતંત્રતાના વિચારો-ભયના વિચારો મોહનીય કર્મના ઉદયથી ચાલ્યા કરે છે. આ બધા વિચારો જીવના અનાદિ કાળના છે. એ વિચારોને ઓળખી એનાથી છુટવાનો પ્રયત્ન કરવા માટે જગતમાં શાસન રહેલું છે.
જેન એટલે મોહનીય સામે લડવામાં શુરવીર હોય તે.
આ અનાદિના સંસ્કારોને ભૂંસવા માટે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની જરૂર છે. એ વિચારથી નિર્ભયતા. આવે. દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ અખેદ રીતે થતી જાય. એનાથી અદ્વેષ ભાવ આવે એના પ્રતાપે દુનિયાના અનુકૂળ પદાર્થોમાં નિર્લેપ ભાવ આપો આપ પેદા થતો જાય છે એ નિર્લેપ ભાવના આનંદથી હવે સુખ ક્યાં છે એ શોધવાનું મન પર પદાર્થોમાં થતું નથી પણ આવું સુખ મોક્ષમાં છે અને તે મારા આત્મામાં રહેલું છે એને પેદા કરવાની જે ભાવના વિચારણા થાય તેને માટેનો પ્રયત્ન કરવાનું મન થાય એજ અપુનબંધક પરિણામ કહેલો છે.
વિધિવત્ જિનપૂજનમ્ એટલે માત્ર ટીલાં જ કરવા એવું નથી પણ જનાજ્ઞા મુજબ જીવન જીવવું તે છે. સાધુપણામાં કે શ્રાવકપણામાં વિધિપૂર્વક જિનાજ્ઞા મુજબ જીવન જીવવું તે પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે.
' પહેલા ગુણસ્થાનકે ઢાળ બદલીને જીવન જીવવા માંડે એટલે જીવન જીવવાની કળા તેનામાં પેદા થતી જાય છે. જે જીવનથી પાપનો અનુબંધ કરતો હતો તે હવે પુણ્યનો અનુબંધ કરતો થયો.
જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી પાપની ક્રિયામાં પણ પાપને ઓળખીને પુણ્યનો અનુબંધ કરતો જાય પછી પશ્ચાતાપ કરીને તે પાપની ક્રિયાની ગહ કરતો જાય આને જ આંજી જંજી અનુભૂતિ કહી છે. અશુભની ઓળખાણ જ ન હોય તો પછી પાપની ગહપણ શી રીતે કરી શકે ? દુ:ખના લેશ વગરનું પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવું શાશ્વત સુખ આપણે મેળવવાનું છે. એવું લક્ષ્ય પેદા કરી સતત વિચારણા ચાલુ રાખવી પડશે. આ માટે પૈસો એકાંતે દુ:ખરૂપ છે. ઇરછાઓને કોઇ જ મર્યાદા નથી માટે એનાથી સાવધા રહેવું પડશે. આ વિચારણા સતત ચાલુ રાખવી પડશે તોજ આશ્રવની ક્રિયા સંવરરૂપ બનશે. તો જ પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું જશે.
પાપાનુબંધી પુણ્યા
પુણ્ય બાંધતા બાંધતા આત્માને જેટલો અશુભ વિચાર પેદા થાય તેના કારણે તેનું બંધાયેલું પુણ્યા પણ પાપમાં વાઇ જાય છે. સમકીત પામેલો આત્મા ચોથા, પાંચમાં, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો હોય અને અપ્રશસ્ત ક્રોધ-માન-માયા કે લોભને આધીન થઇ જાય તો બંધાયેલો પૂણ્યનો અનુબંધ પણ પાપ રૂપે બની જાય અને વખતે નિકાચીત પણ થઇ જાય તેના કારણે ભોગવ્યા વિના ચાલે નહિ એવું પણ બની શકે છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી પ્રમાદ પણ આ રીતે કર્મબંધનું કારણ થઇ શકે છે માટે જીવે છઠ્ઠા ગુણસ્થાનક સુધી સતત સાવધગીરી રાખવી પડે છે. જો સાવધ ન રહે અને અપ્રશસ્ત કષાયને પ્રમાદના કારણે આધીન બની.
Page 13 of 64