Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ મૂળ છે એમ જ્ઞાનીઓ કહે છે. દા.ત. પેંડા ખાવા મલ્યા તો ખાતા બહુ સારા છે એમ થાય અને સાથે સાથે આજે જ બધા ખાઇ લઇશ તો કાલે શું ખાઇશ આ જે વિચાર પેદા થાય- બીજા દિવસ માટે રાખવાની ઇરછા. થાય તે ઇચ્છા પૂર્વકનો પદાર્થ કહેવાય છે. જ્યારે ઇરછાના સંયમવાળો પેંડા મલ્યા છે તો તે દિવસે ખાવાના પણ કાલની ચિંતા કે સ્વાદની ચિંતા ન કરે. સ્વેચ્છાએ વિચારીને ઇરછાનો ત્યાગ કરે તે ઇચ્છા નિરોધ કહેવાય છે. માટે જ જીવન ઇચ્છા વિરોધ કરીને જીવતા શીખવું જોઇએ. એટલે કે રાગનો ત્યાગ કરવાનો અને ત્યાગનો રાગ એટલે સ્વેચ્છાએ સ્વીકાર કરવાનો કહ્યો છે. ઇચ્છા નિરોધ કરીને જીવનાર એમ વિચારે કે ઇચ્છા કરી કરીને મારે મારા આત્માને દુ:ખી કરવો નથી. ઇરછા કરીને જીવન જીવવામાં એને દયા આવે છે આવું જ્ઞાન પેદા થાય તેને જ્ઞાનીઓએ ગુણયુક્ત ગુણસ્થાનકની શરૂઆત કહી છે. તેથી જ દેવ, ગુરૂ, ધર્મની ક્રિયાઓને જ્ઞાની ભગવંતોએ આવશ્યક કરણી રૂપે કહી છે. આવા અનુષ્ઠાનો પણ કરણી રૂપે કહ્યા છે. સંસારીક ઇચ્છાઓ વાળું જીવન જેમને અકારું લાગે તેનેજ જ્ઞાની ભગવંતો એ વૈરાગ્ય ભાવવાળું જીવન કહેલું છે. આહાર-ભય-મેથુન અને પરિગ્રહ સંજ્ઞાઓમાં જીવો એવા ગુંથાયેલા છે કે એમાં સુખ મેળવવાની ઇરછાઓનો અંત હજી સુધી આવ્યો જ નથી. ઉપરથી સંજ્ઞાઓ ઇરછા રૂપે વધતી જ જાય છે. એ ઇરછાઓને સંયમીત કરીને એટલે એ સંજ્ઞાઓને સંયમીત કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો એને જ જ્ઞાનીઓએ પહેલું ગુણસ્થાનક વાસ્તવિક રૂપે કહેલું છે. જૈન શાસન કયા વૈરાગ્ય ઉપર ભાર આપે છે એ સમજાયું ને ? વૈરાગ્ય ત્રણ પ્રકારના હોય છે. (૧) મોહ ગર્ભિત વૈરાગ્ય, (૨) દુ:ખ ગર્ભિત વૈરાગ્ય અને (૩) જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. પહેલા બે વૈરાગ્યની કોઇ કિંમત જેન શાસનમાં નથી અને ત્રીજે જ્ઞાન ગર્ભિત વેરાગ્ય ભાવ પેદા કરવામાં નિસ્વાર્થ બુદ્ધિ અને સરળ સ્વભાવ જરૂરી છે. એ વૈરાગ્ય ભાવ પેદા થયા પછી જ ઇરછાઓનો નિરોધ એટલે સંયમ થતો જાય છે જેના કારણે આત્માને આંશિક સુખની અનુભૂતિ થાય છે. પૂણ્યાનુબંધિ પુણ્ય બાંધવામાં હવે વિધિવત્ જિનપૂજનમ્ કારણ કહ્યું છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થયેલો હોય અથવા પેદા કરવાનું લક્ષ્ય હોય તો જિનપૂજા કેવી રીતે કરવી ? વિધિપૂર્વક. એવીજ રીતે ધાર્મિક ક્રિયાઓ સામાયિક-પૌષધ વગેરે વિધિ પૂર્વક કરવા માટે તેનું નિરિક્ષણ કરી કરીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે તે પૂયાનુબંધિ પૂણ્ય બાંધવાનું કારણ કહેલું છે. જિનપૂજા કરતાં જો એમ વિચારે કે નથી કરતાં તેના કરતાં જેટલું કરીએ એટલું સારું અમારા માટે આટલું ઘણું છે. ન્હોતા કરતાં એના કરતાં આટલુંય કરતા થયા ન ? આવા બધા પરિણામની વિચાર ધારાને જ્ઞાનીઓએ ધીઠ્ઠો પરિણામ કહેલો છે. કારણ આ પરિણામ જીવને આગળ વધવા-વિધિપૂર્વક કરવામાં સહાયભૂત થતો નથી માટે આ વિચારો પાપનું કારણ બને છે. અવિધિથી થતી ક્રિયાનું દુ:ખ હોવું જોઇએ. અવિધિ ક્યાં થાય છે એ ઓળખીને વિધિપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. જ્ઞાની ભગવંતોના કહ્યા મુજબ વિધિપૂર્વક નહિ કરી શકવા બદલ અંતઃકરણ પૂર્વકનું દુ:ખ થવું જોઇએ. વિધિપૂર્વક કરવાની અંતરમાં ભાવના ન હોય તો જીવ પાપનો અનુબંધ કરીને સંસાર વધારતો જાય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યભાવનો પરિણામ જેટલો દ્રઢ થતો જાય એનાથી ભય દૂર થતો જાય છે અને નિર્ભયતા તથા અભયગુણ પેદા થતો જાય છે. એ નિર્ભયતાના પ્રતાપે વિચાર કરતો જાય છે કે ઉંચી કોટિનું જીવન જીવવાની શક્તિ મળે (પેદા થાય) એ માટે મારે વિધિવત ક્રિયા કરવી જ જોઇએ. અને આવી વિધિવત ક્રિયા કરવાથી તેનામાં અખેદ ભાવ પેદા થતો જાય છે. એટલે કે અત્યાર સુધી દર્શન, પૂજન વગેરે ક્રિયા જીવનમાં જે કરતો હતો તે ખેદ પૂર્વક કરતો હતો એટલે કે કરવા માત્ર કરતો હતો. અનુકૂળતાઓને સાચવીને અનુકૂળતાઓમાં જરાય વિક્ષેપ ન પડે એ માટે કરતો હતો હવે નિર્ભયતાના કારણે જેના પ્રતાપે Page 11 of 64

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64