Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 10
________________ રૂપ કેમ છે તે ઓળખી લો. આપણે તો આ પદાર્થો આજે નહિ તો કાલે બે દિવસ પછી-પંદર દિવસ પછી-મહિના પછી-બે મહિના પછી-છ મહિના પછી કે વર્ષ પછી કામ લાગશે એમ વિચારણાઓ કરી કરીને જે જે પદાર્થોનો સંગ્રહ કરીએ છીએ તેનાથી જ દુ:ખની પરંપરા વધારી રહ્યા છીએ માટે એ બધા પદાર્થો દુ:ખ રૂપ છે એમ લાગવું જ જોઇએ તો જ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પેદા થાય. પાપની પ્રવૃત્તિ કરાવનાર પદાર્થો કદી સુખ આપે ખરા ? માટે જ જ્ઞાનીઓ કહે છે કે તે પદાર્થો સુખ નહિ પણ એકાંતે દુ:ખ આપનારા જ છે. આ વિચારણા અંતરમાં સ્થિર કરવાની છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં આ વિચારણા કરવાની છે તોજ સાચું સુખ કર્યું એ મેળવવાની ઇચ્છા થશે અને તોજ ખ્યાલ આવશે કે એ સુખ આપણા. આત્મામાં જ છે. દુનિયાના કોઇ પદાર્થોમાં એ સુખ રહેલું નથી. આપણે મહેનત કરીને તે સુખની આંશિક અનુભૂતિ કરીએ પછી બીજા સુખની ઇચ્છા પેદા થતી જ નથી કારણકે બીજા પદાર્થોમાં એવું સુખ એને લાગતું જ નથી. આ જ જ્ઞાન ગભિત વૈરાગ્ય કહેવાય છે. માટે જૈન દર્શનનો વૈરાગ્ય ભાવ સદા માટે ઉચ્ચ કોટિનો છે. જ્યારે ઇતર દર્શનનો વૈરાગ્ય ભાવ દુ:ખ ગર્ભિત છે માટે તે ઉચ્ચ કોટિનો ગણાતો નથી. - આ આંશિક સુખની અનુભૂતિમાં પેલી બધી સુખની ઇચ્છાઓની પૂર્તિ થાય છે. ઇચ્છાઓને સંયમિત કરવાની તાકાત એનામાં છે. પેલું સુખ અનેક પ્રકારની પાપની ઇચ્છા પેદા કરાવીને દુઃખની પરંપરા વધારનાર છે. જ્યારે આત્માના સુખની આંશિક અનુભૂતિ એવી છે કે તેમાં દુનિયાના સુખની ઇચ્છા પેદા થવાની નથી. એનામાં એવી તાકાત છે કે અનુકૂળ પદાર્થોના રાગને અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષને એટલે ગ્રંથીને ઓળખાવે છે અને એ ઓળખાણથી જ એ સુખના પદાર્થોથી સાવચેતી પૂર્વક જીવન જીવવાની શક્તિ પેદા થાય છે. આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આપણા અંતરમાં ખરો ? જીવન તો જીવવાનું જ છે પણ કેવી રીતે જીવવું એ આપણા હાથની વાત છે. મીરાંબાઇ-નરસિંહ મહેતા વગેરેનો વૈરાગ્ય ઢાંકેલા અગ્નિ જેવો છે. અગ્નિ ઉપર રાખ ઢાંકેલી હોય અને તે પવન આવવાથી ઉડી જાય અને અંગારો પ્રજ્વલિત થઇ જાય એવો છે તેમ તે આત્માઓને સુખની સામગ્રી પ્રાપ્ત થઇ જાય તો તે વૈરાગ્ય હટી પણ જાય અને એ સુખ ભોગવવામાં પડી જાય. માટે જ જ્ઞાનીઓ કહે છે કે આત્માના સુખની આંશિક અનુભૂતિ પેદા થયા પછી જ એને વિચાર આવે કે જે પદાર્થોમાં સુખ નહોતું એ પદાર્થોમાં સુખની કલ્પના કરીને સુખની ઇચ્છાઓ કરીને જે દોડધામ કરતો હતો એતો દુ:ખ રૂપ જ છે એમ લાગે. આવી વિચારણા તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળાને જ આવે. જીવન તો દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત વેરાગ્યવાળા બન્ને જીવવાના જ છે. દુ:ખગર્ભિત વૈરાગ્યમાંથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોકને જ એટલે લઘુકર્મીને જ થાય. સાતમે મજલેથી પડતું મૂકનારામાંથી કોક જ બચે બધાજ બચી જાય એવું નહિ એની જેમ જાણવું. અભવ્ય-દુર્ભવ્ય-ભારે કર્મી ભવ્ય જીવ અને એકવાર સમકીત પામી દુર્લભ બોધિ થયેલા જીવોને આવું જ્ઞાન પેદા ન થાય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આત્મામાં કાયમ જેટલો ટકી રહે તેટલો મોક્ષ એમ કહેવાય. સંપૂર્ણ ઇચ્છા રહિતપણાનું સુખ તેનું નામ મોક્ષ. જીવ દુર્ગતિમાં ગયા પછી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પકડી રાખે તો સાથે રહે અને જો છોડી દે તો છૂટી પણ જાય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની હાજરીમાં રહેલા જીવો શુભ અશુભ બન્ને પ્રકારના કર્મોનો બંધ કરી શકે છે તેમાં શુભકર્મ વધારે રસવાળા અને અનુબંધ રૂપે બાંધી શકે છે. જ્યારે અશુભ કર્મો અત્પરસે બાંધી શકે છે. જો તેમાં આયુષ્યનો બંધ પડે તો નિયમાં સતિનું આયુષ્ય બાંધી શકે છે. ભગવાનની મૂર્તિના દર્શન વિશેષ રૂપે કરવાથી-વારંવાર કરવાથી આપણી પાપની ઇરછાઓનો નાશ થાય છે. એ મૂર્તિમાં એવી તાકાત છે કે જે દુનિયાના કોઇપણ પદાર્થમાં નથી. પુણ્યથી પદાર્થ મળે તો તેથી પાપની ઇચ્છાઓનો નાશ થતો નથી જે મળે એનાથી ચઢીયાતું મેળવવાની ઇચ્છા થાય જ છે એજ સર્વ પાપનું Page 10 of 64

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64