Book Title: Punya Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 8
________________ આપણને પાપના ઉદયથી આવતું દુ:ખ જેટલું નુક્શાન કરે છે એના કરતાં પુણ્યના ઉદયથી આવતું સુખ અને એ સુખના પદાર્થોને વધારેને વધારે મેળવવાની ઇચ્છા એજ વધારે નુક્શાન કરે છે. એવું અંતરમાં ઉડે ઉડે બેઠું છે ખરું? આ શાથી જોઇએ ? કારણકે પુણ્યનો અનુબંધ બાંધવા માટે જેમ નિ:સ્વાર્થ ભાવે માતા પિતાની સેવા કીધી છે એમ વૈરાગ્ય ભાવ પણ કહ્યો છે એ વૈરાગ્ય ભાવ આવા વિચારોની સ્થિરતા વિના આવે નહિ માટે સતત એ વિચારણા કરવાની છે. જેમ જેમ જીવને પોતાના રાગાદિને ઓળખવાની ઇચ્છા થાય તેમ તેમ તેને અંતરમાં થયા કરે છે કે મળેલી સુખની સામગ્રીને સાચવવા-વધારવા વિચારો કરી કરીને કેટલો દુ:ખનો કાળ પસાર કર્યો તથા એ સુખની આશામાં ને આશામાં એટલે આજે નહિ તો કાલે દુ:ખ જશે અને સુખ મલશે આવી વિચારણાઓ કરી કરીને દુ:ખનો કાળ કેટલો પસાર કર્યો અને દુ:ખી દુ:ખી થઇ ગયો. આવી વિચારણાઓ ચાલુ હોય છે. હજી એનાજ વિચારોમાં જીવ્યા કરીશ તો હજી કેટલા કાળ સુધી દુ:ખીને દુ:ખી થયા કરવું પડશે માટે એનાથી બચવા શું કરવું એવા વિચારોમાં સ્થિરતા લાવવા માટે પુણ્ય સુખ મલે અને પાપથી દુ:ખ આવે આ શ્રધ્ધા મજબૂત કરવાનું મન થાય. એટલેકે જ્યારે જ્યારે સુખની સામગ્રી મલે ત્યારે અંતરમાં એજ વિચાર આવ્યા કરે કે મારા પુણ્યના ઉદયથી મળ્યું છે અને જ્યારે જ્યારે દુ:ખ આવે ત્યારે મારાજ પાપ કર્મના ઉદયથી આવ્યું છે. એવી વિચારણા અને શ્રધ્ધા તેનામાં બેઠેલી હોય છે. વૈરાગ્ય એટલે શું ? અનુકૂળ પદાર્થોનો રાગ અને પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ એ બેને ઓળખીને એનાથી પ્રતિપક્ષી રૂપે પરિણામને સ્થિર કરીને એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ અને પ્રતિળ પદાર્થો પ્રત્યે રાગની સ્થિરતા કરીને જીવના જીવવું એટલેકે સુખમાં લીન ન થવું અને દુ:ખમાં દીન ન થવું એવી રીતે જીવન જીવવું એને જ્ઞાની. ભગવંતોએ વૈરાગ્ય કહ્યો છે. આ વૈરાગ્ય પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધનું કારણ કહેલું છે. આ સામાન્ય વૈરાગ્ય છે આવા વૈરાગી જીવને હજી અપુનબંધક દશા પ્રાપ્ત થયેલી નથી. એ અપુનબંધક દશા પ્રાપ્ત કરવા માટે રાગ દ્વેષના પરિણામને આ રીતે ઓળખવા પડશે જન્મ મરણની પરંપરા વધતી જાય છે તેને અટકાવવા માટે રાગ દ્વેષને ઓળખીને પ્રતિપક્ષી પરિણામની વિચારધારા પેદા કરવાની છે. ધર્મમાં પુરૂષાર્થ જરૂરી છે. જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં પુણ્ય પ્રધાન અને ધર્મમાં પુરૂષાર્થ પ્રધાન કહેલું છે. સાચું ખોટું સમજી સાચાને ઓળખી તે રીતે જીવન જીવવા માટે અને ખોટાને ઓળખી તેનો ત્યાગ કરવા માટે જીવનમાં ભણતર લેવાનું કહ્યું છે. ભણશે નહિ તો ખાશે શું ? આ વિચાર ધારા મિથ્યાદ્રષ્ટિ જીવોની હોય છે પણ સમજીતી જીવોની હોતો નથી. | ઇતર ધર્મીઓમાં નરસિંહ મહેતા-મીરાંબાઇ વગેરેને પાપથી દુ:ખજ આવે અને પુણ્યથી જ સુખ મલે એવી શ્રધ્ધા હતી એ શ્રધ્ધાના બળે ભગવાનના ભજનમાં-એના વિચારોમાં સ્થિર થઇ શક્યા પણ એમનો વૈરાગ્ય દુ:ખ ગર્ભીત હતો પણ જ્ઞાન ગર્ભિત નહોતો માટે પહેલું ગુણસ્થાનક હતું. સમકીત નહોતું. માટે સમકતી ન કહેવાય છતાંય ભગવાનમાં એવી અટલ શ્રધ્ધા હતી કે મારો ભગવાન મને ભૂખ્યો રાખવાનો નથી. આજે ભગવાન પ્રત્યે આટલીયે શ્રધ્ધા છે ? સમકીત પામવા માટે કેટલી સ્થિરતા-કેટલી સમતા અને કેટલી પરિણતિ કેળવવી પડશે ? - આપણો નંબર તો લગભગ સ્વાર્થ માટે પ્રવૃત્તિ કરવામાં આવે એમ લાગે છે અને એના કારણે પાપનો પુરવઠો ભેગો કરતાં હોઇએ એમ લાગે છે. આજે ધર્મની આરાધના કરતાં જે પૂણ્ય બંધાય છે તે નફારૂપે-વફરારૂપે કે ખોટરૂપે બંધાય છે એનો પણ વિચાર કરીએ છીએ ? આવા વિચારો નિ:સ્વાર્થ ભાવે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારાને આવા અને તોજ નારૂપે પુણ્ય ગુણાકાર રૂપે એટલે અનુબંધરૂપે બંધાતું જાય. આજે જે સુખની સામગ્રી મળી છે તે મારા પુણ્યથી મળેલી છે. કદાચ બીજા દિવસે આ સામગ્રી ન મલે Page 8 of 64

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64