________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
શ્રી નિયમસાર શ્લોક ૫૪ (ટીકામાં ) ‘સ્વરૂપપ્રત્યક્ષ' કહ્યું છે. ત્રિકાળી વસ્તુ છે (એ) સ્વરૂપપ્રત્યક્ષ છે. સ્વભાવથી પ્રત્યક્ષ છે. સ્વરૂપથી પ્રત્યક્ષ છે. સ્વરૂપની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ પ્રત્યક્ષ છે. આહા... હા! એ વસ્તુ સર્વ તત્ત્વોમાંનવતત્ત્વોનાં પર્યાયમાં ભેદ છે એમાં-એ ત્રિકાળી વસ્તુ એક સાર વસ્તુ છે.
સીસમની લાકડીમાં ચારે બાજુ સાધારણ લાકડું હોય છે એમાં વચ્ચે ચીકણો-પાકો એકલો સાર હોય છે. એ કાઢીને પછી એમાં તલવાર આદિ રખાય છે. એમ આ ચીજ ભગવાનઆત્મા, પુણ્ય-પાપ, આસ્રવ-બંધ, સંવ-નિર્જરા અને મોક્ષ (રૂપ ) પર્યાયોથી ભિન્ન, સાર તત્ત્વ છે. આહા... હા ! અંદર એ વસ્તુ સ્વરૂપપ્રત્યક્ષ છે.
બહુ ઝીણી વાત છે! “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” પર્યાય-તત્ત્વ તો અનેક છે. સંવર, નિર્જરા અને મોક્ષ; પુણ્ય, પાપ, આસ્રવ (અને બંધ ) –એ અનેક પર્યાયોમાં, એક સાર ત્રિકાળી ચીજ છે. આહા... હા! ધ્રુવ સર્વસ્વ સાર (છે). સર્વસ્વ અનંત ગુણનો પિંડરૂપ સાર પ્રભુ, જે કાયમ અનાદિ-અનંત એકરૂપ રહે છે, એ સર્વ તત્ત્વોમાં એક સાર છે. આહા... હા!
(અહીં ) મોક્ષને પણ સાર ન કહ્યો. એ તો પર્યાય છે. સંવ-નિર્જરા ઉપાય છે (અને ) મોક્ષ ઉપય છે, પણ બન્ને તત્ત્વ પર્યાય છે. તો સર્વ તત્ત્વોમાં, ( અર્થાત્ ) અનેક પ્રકારની પર્યાયોના તત્ત્વમાં, ધ્રુવ જે પર્યાયની સમીપમાં (છતાં ) અંદર દૂર છે, એ તો પછી આવશે.
જિજ્ઞાસાઃ આપે તો ‘સમીપ ’ કહ્યું ?
સમાધાનઃ દૂર એટલે પર્યાયની સમીપ છે, પણ પર્યાયથી ભિન્ન છે. એ અપેક્ષાથી દૂર છે. પર્યાયની સમીપ તો શું? જે ક્ષેત્ર પર્યાયનું છે એ ક્ષેત્ર પણ (ખરેખર તો ) દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. આહા... હા! અંદર ભગવાન ચિદાનંદપ્રભુ (જે) એક સાર છે, (તે) પર્યાયની સમીપમાં જ છે. સમીપમાં હોવા છતાં પણ પર્યાયથી એ દ્રવ્ય ભિન્ન છે. (કેમકે) પર્યાયમાં દ્રવ્ય આવતું નથી અને પર્યાય દ્રવ્યમાં ભળતી નથી. જો પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો (દ્રવ્ય) ક્ષણિક થઈ જાય. ( અને ) પર્યાય જો દ્રવ્યમાં ભળી જાય તો (શાશ્વત) તત્ત્વ પણ (ક્ષણિક) થઈ જાય...! આહા... હા ! ઝીણી વાત છે, પ્રભુ! માર્ગ તો અંદર આવો છે!
અંતઃતત્ત્વ (કારણ પ૨માત્મા છે) અને (જીવાદિ તત્ત્વો) બાહ્ય તત્ત્વ (છે) -એ પહેલાં કહેવાઈ ગયું છે. ‘સંવર–નિર્જરા ’ ‘ ઉપાય ' અને મોક્ષ ‘ ઉપય’ –જે ‘સમયસાર’ માં છેલ્લે આવ્યું છે, પણ એ બધી પર્યાય છે. એ બધાં બાહ્ય તત્ત્વો છે. પર્યાયમાં અને ત્રિકાળી તત્ત્વમાં
સર્વ તત્ત્વોમાં-એક સાર એ છે કે જ્યાં દૃષ્ટિ આપવાથી આનંદ ઊપજે છે. આહા... હા!
સર્વ તત્ત્વો સિદ્ધ કર્યા. સર્વ તત્ત્વો છે તો ખરાં. વેદાંતની પેઠે પર્યાય જ નથી, અને એકલો સર્વવ્યાપક આત્મા જ છે-એમ નથી. સર્વ તત્ત્વ છે! પણ એ લોકો પર્યાય માનતા નથી. અધ્યાત્મની વાતો વેદાંત ઘણી કરે છે; -બધી મિથ્યા એકાંત !
અહીં તો કહે છે કે: આ પુણ્ય, પાપ, આસવ, બંધ પર્યાયમાં છે અને સંવર, નિર્જરા, મોક્ષ પણ પર્યાયમાં છે! જેને (‘ સમયસાર’) ૧૧મી ગાથામાં અમૃતાર્થ કહ્યું. વ્યવહારમાત્ર અભૂતાર્થ છે. પર્યાયમાત્ર અસત્ય છે. (એમ ત્યાં કહ્યું છે.) ત્યાંથી કેટલાક વેદાંત કાઢે છે. મુંબઈમાં નાથુરામ પ્રેમી એ કહેતા હતા કે: ‘કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે.' (પણ) એવી વાત જ નથી. વેદાંત ક્યાં ને આ ક્યાં? વેદાંત તો પર્યાયને માનતા નથી. નિશ્ચયાભાસી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com