________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ વ્યવહારનયે એ જીવ વર્તે છે. એને ઉપચારે કહેવામાં આવે છે.
ત્રણ શલ્યો વર્તે છે, એમ કીધું ને...! દોષ ચૈતન્યની પર્યાયમાં નથી, એમ નથી. તેમ કર્મને લઈને (દોષ) છે, એમ (પણ) નથી. તેમ તે (દોષ) છે માટે તે નિશ્ચયથી છે, એમ પણ નથી. અશુદ્ધનિશ્ચયથી એને કહેવાય; પણ અશુદ્ધનિશ્ચય એ વ્યવહાર જ છે. સમજાય છે કાંઈ? પરચીજ છે તે તો નિમિત્તમાત્ર છે. આહા.... હા! અરે! દોષ છે તેને પણ ભગવાન-દ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. એટલે (દોષ) એનાથી (ત્રિકાળી દ્રવ્યથી) થતો નથી અને આનાથી (કર્મથી) થતો નથી. (શ્રોતા:) પર્યાયમાં છે પણ છૂટી જાય માટે? (ઉત્તર) છે, વ્યવહાર છે, તો છૂટી જાય છે. નિશ્ચયથી જ (દોષ) એના સ્વભાવમાં હોય તો છૂટે નહીં. (કેમકે) એ (દોષ) તો એનું વસ્તુસ્વરૂપ થઈ ગયું.
અહીં તો મુનિપણાની દશા નિઃશલ્યપણે વર્તે છે, એનું વર્ણન છે. અને તેને (મુનિને) સાચું પ્રતિક્રમણ હોય છે. એ શલ્યથી પાછો હુઠયો છે. પ્રતિક્રમણ છે ને...! વ્યવહારે જે શલ્ય છે તેનાથી તે ધર્મી વ્યવહારે પાછો હુક્યો છે. ત્યારે તેને નિઃશલ્ય પરિણમન પર્યાયમાં-અતીન્દ્રિય આનંદની વ્યક્તદશા પરિણમનરૂપે થાય છે. તેને અહીંયાં સત્ય-નિશ્ચય પ્રતિક્રમણ કહીને, પ્રતિક્રમણમય એ જીવ છે. -નિઃશલ્યપરિણમનસહિત જ એ જીવ છે.
એમ ઉપચારથી કહેવાય છે”. છે! “આમ હોવાથી જ” એટલે (ક) વસ્તુના ત્રિકાળસ્વભાવમાં તો, પરમાત્મસ્વરૂપમાં તો, એ ત્રણ શલ્યમાંથી એકેય શલ્ય છે જ નહીં, પણ પર્યાયમાં ત્રણ શલ્યપણે વર્તે છે–એથી “આમ હોવાથી જ' “ત્રણ શલ્યો પરિત્યાગીને ” ( અર્થાત્ ) છે તેને છોડ છે ને..! ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ, નિઃશલ્યસ્વરૂપ; એનો આશ્રય લઈ અને જ્યાં સ્થિરતા થાય છે ત્યારે (એ) ત્રણ શલ્ય છૂટી જાય છે. એટલે ત્રણ શલ્યનું એને પ્રાયશ્ચિત્ત થયું. પ્રતિક્રમણ થયું. “ત્રણ શલ્યો પરિત્યાગીને” – એકલો “ત્યાગીને ” શબ્દ નથી લીધો (પણ) “પરિત્યાગીને” એટલે કે સમસ્ત પ્રકારે છોડીને. આહા... હા!
આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય અમૃતનો સાગર! જેના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો (સડલા તરણા જેવા લાગે). અર્ધલોકનો સ્વામી શકેન્દ્ર અને એની કરોડો ઇન્દ્રાણીઓ-એ (કાંઈ ) આ ધાનના ઢીંગલાં નથી, એને તો હજારો વર્ષે કંઠમાંથી અમૃત ઝરે. એના (ઇન્દ્રના) ભોગ પણ જ્ઞાનીને દુ:ખદાયક અને ઝેર જેવા લાગે. કેમકે તેને અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ એ વિષયભોગના રાગનો સ્વાદ ઝેર જેવો દુ:ખરૂપ લાગે છે. તેથી તેને આનંદના સ્વરૂપમાં રમતાં રમતાં એ શલ્યનો ત્યાગ થઈ જાય છે.
જિજ્ઞાસા: બાહુબલીજીને શલ્ય હતું ને?
સમાધાન: બાહુબલીને જરીક વિકલ્પ હતો. મિથ્યાત્વશલ્ય નહોતું. રાગ જરી થોડોએટલો રહી ગયો હતો. વિકલ્પ ખસતો નહોતો. જરીક ( રાગ) ત્યાં (મુનિને) રહી જાય છે. (મુનિ) છઠ્ઠું-સાતમે, છટ્ટે–સાતમે (ગુણસ્થાને) રહ્યા જ કરે. સાતમે જાય તોપણ ( અસ્થિરતાવશ) પાછા છટ્ટે આવ્યા કરે. (વિકલ્પ) છોડીને અંદર (શ્રેણીમાં) જઈ શકે નહીં. એટલો જરી રાગ રહી ગયેલો શલ્ય નહીં; રાગ. વ્યવહારે કહેવાય એમ જરી-એ રાગમાં અટકયો કે હું કોઈની જમીનમાં ઊભો છું, એમ. ભરતને દુ:ખ લાગ્યું હશે? એવો જે વિકલ્પ, તે છઠ્ઠ આવે ત્યારે, રહ્યા જ કર્યો. સાતમે જાય ને પાછા છૐ આવે, (પણ) એ વિકલ્પ ખસે નહીં. આહા.... હા ! એ જ્યારે અંતર – અંદરમાં ઊતર્યા (ત્યારે) એ વિકલ્પનો નાશ થઈ ગયો અને વિશેષ-ઉગ્ર નિર્વિકલ્પ આનંદની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com