________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૮૫ દ્રવ્યના નાશથી” આર્તધ્યાન થાય. એ પૈસો.... પૈસો... પૈસો ઘટી જાય કે નાશ થાય (તો) એ ચિંતા વળગે અંદર. આપણે આટલા કહેવાણાં ને હવે લક્ષ્મી ઘટી ગઈ –એ ચિંતા. એ આર્તધ્યાન.
એને છોડીને હવે કહેવું છે કે આર્તધ્યાન છોડીને આત્માનું ધ્યાન કર! કારણ કે એ (આર્તધ્યાન) તો કર્યું છે, (એમ) કહે છે.
“મિત્રજનના વિદેશગમનથી”—વહાલા બહાર જાય, સગાં-વહાલાં-કુટુંબીઓ (બહાર જાય અને આ) અહીં દેશમાં એકલો રહેતો હોય, એનાથી એને આર્તધ્યાન થાય. અરેરે ! કોઈ મળે ! (શ્રોતા) આગળના વખતની વાત કહો છો (પણ) હવે તો એરોપ્લેનમાં બે કલાકમાં પહોંચી જવાય છે. આફ્રિકા છ કલાકમાં પહોંચી જવાય! (ઉત્તર) પણ છ કલાક એકલો હોય તેમાંથી એને કંઈક થયું હોય. હાય! હાય! કોઈ ન મળે...? એ આર્તધ્યાન છે.
“કમનીય કામિનીના વિયોગથી” વહાલી-સુંદરી સ્ત્રી જેની કમનીય એટલે રૂપાળી (હોય) એ મરી જાય, એમાં બધું કહ્યું હોય સુખ ને કલ્પના એમાં એનો વિયોગ થાય-મરી જાય, તો એના વિયોગથી (આર્તધ્યાન ઊપજે ). (શ્રોતા) છૂટાછેડા લે, એ પણ વિયોગ? (ઉત્તર) છુટાછેડા પછી શું કહે? બાઈ ડીને પાલવતું ન હોય તો છુટાછેડા કરે. આદમીને ય ન પાલવતું હોય તો છુટાછેડા કરે. ગોટાળા વળ્યા હોય તો પછી કોર્ટમાં લગ્ન કરે. કુંવારે ગોટાળા હોય પછી એના લગ્ન કરે. એ બધું (આર્તધ્યાન છે).
“અથવા અનિષ્ટના સંગોગથી ઊપજતું (આર્તધ્યાન)” –પ્રતિકૂળ સંયોગ, રોગ આવે કે દુશ્મન આવે, એનાથી ઊપજતું આર્તધ્યાન. –એ આર્તધ્યાનની વ્યાખ્યા કરી. એને છોડીને, સ્વરૂપનું ધ્યાન કરવું એમ કહેવું છે.
.. વિશેષ કહેશે.
* * *
પ્રવચન: તા. ૨૮-૨-૧૯૭૮ નિયમસાર” ગાથા-૮૯. ધ્યાનના પ્રકાર કહે છે. આર્તધ્યાનની વાત આવી ગઈ. ફરીને સ્વદેશના ત્યાગથી થતું આર્તધ્યાન. દ્રવ્યના નાશ, (અર્થાત્ ) લક્ષ્મીનો નાશ થાય, એનાથી થતું આર્તધ્યાન. મિત્રજનના વિદેશગમનથી થતું પાપ (આર્ત) ધ્યાન. કમનીય (ઇષ્ટ અને સુંદર) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું જે આર્તધ્યાન. –એને આર્તધ્યાનપાપધ્યાન કહે છે. એનાથી સંસારના દુઃખમાં રખડવા જાય. પાપમાં એકાગ્રતા છે ને..! માટે
ધ્યાન. આ રળવામાં ને ખાવા-પીવામાં ને અનુકૂળતામાં એકાગ્રતા છે ને....! એ રાગ-ધ્યાન છે. દુકાન, દવાખાના, ધંધામાં (એના) રાગમાં એકાગ્ર થઈ જાય છે કે આમ કરવું છે ને આમ કરવું છે ને આનું આમ કરવું છે. અને સારા મિત્રનો વિયોગ થઈ જાય, પરદેશ ચાલ્યા જાય, અહીં હારે વાતચીતનો સથવારો રહે નહીં એટલે આર્તધ્યાન થઈ જાય. એ આર્તધ્યાનની વ્યાખ્યા કરી. - હવે, રૌદ્રધ્યાન. બેય ભૂંડાં ધ્યાન છે. (૨) “ચોર-જાર (વ્યભિચારી) –શત્રુજનોનાં વધ-બંધન સંબંધી” કોઈ ચોરથી, કોઈ (પર) સ્ત્રીના ભોગાદિથી, શત્રુજનોનાં વધુ (એટલે) શત્રુજનો આવીને વધ કરે, ખાટલે બાંધે, મારે (એવા) (વધ) –બંધન સંબંધી “મહા દ્વેષથી ઊપજતું (જે) રૌદ્રધ્યાન”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com