Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 317
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૨૦ – ૩૦૫ કરવો એમ છે? –એ પણ મિથ્યાત્વભાવ છે તો એમાં પરનું કરવું એ તો છે જ ક્યાં? અહીં તો કરવાલાયક છે જે નિર્મળપર્યાય એ પણ જેમાં નથી. આહા... હા! આત્મા કર્તા અને નિર્મળપર્યાય “કર્મ' –એ પણ ઉપચાર છે, (એમ કહે છે). સમજાણું કાંઈ ? “તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઉપજી” ભાષા જોઈ? “થય સા વશમત્ર નાતા” –પાઠ એમ છે. આ કેમ ઉત્પન્ન થઈ ! આ પર્યાયની, મોક્ષમાર્ગની વાતો બધી કથન (માત્ર છે), વસ્તુમાં નથી; (તો) ઉત્પન્ન ક્યાંથી થઈ– “આમાં કઈ રીતે ઉપજી.” પછી અર્થ કર્યો: અર્થાત્ ધ્યાનાવલી આ પરમાત્મતત્વમાં કેમ હોઈ શકે.” ઉપજી એટલે પર્યાયમાં નિર્વિકલ્પ (ધ્યાનાવલી) ઊપજી ને..! (એ) વસ્તુમાં ક્યાં છે? આહા... હા! ભારે વાત આવી છે! આચાર્ય પોતે કહે છે કે મેં મારી ભાવના માટે બનાવ્યું છે, બાપા! “ળિયાવળ નિમિત્તે મણે વં નિયમસાર સુદ્રી આહા. હા! દુનિયા જાણે, ન જાણે; બેસે ન બેસે, માર્ગ તો ‘આ’ છે, ભાઈ ! હિતના પંથ તો ‘આ’ છે! એ હિતનો પંથ જેમાં દ્રવ્યમાં નથી. આહા... હા! આ છે તો ખરો ને? “છે” , એ વ્યવહારમાર્ગે છે. કીધું ને...! ‘હવી' –વ્યવહારથી કહેવામાં આવે છે. “પ્રવચનસાર” –૯૪મી ગાથામાં કહ્યો છે ને.... “આત્મવ્યવહાર.” –નિશ્ચયમોક્ષમાર્ગ છે. એ આત્મવ્યવહાર છે. સમજાણું કાંઈ ? અને “પરમાર્થવચનિકા' માં કહ્યું છે કે: મોક્ષમાર્ગ સાધવો એ તો વ્યવહાર છે. વસ્તુ તરીકે જે છે એ તો નિશ્ચય છે. અને નિશ્ચયમોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. આવે છે.? “નિશ્ચય' કહેવો ને વળી પાછો વ્યવહાર કહેવો! સ્વની અપેક્ષાથી નિશ્ચય કહ્યો પણ દ્રવ્યની અપેક્ષાએ તો (તે) વ્યવહાર છે. સમજાણું કાંઈ ? - તે (ધ્યાનાવલી) પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે “તે કહો ”—આમાં કઈ રીતે ઊપજી? એમ કહ્યું ને.. “થય સા થમત્ર નીતા” –કેમ અહીંયાં આ (ઊપજી તે) કહો. શું કહેશે? (ભાવ અવક્તવ્ય છે. ). (...... આ પૂરું થયું). આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. એક જ્ઞાનસ્વરૂપ પ્રભુને ધ્યેય બનાવીને ધ્યાન કરવું એ સિવાય બીજું બધું એટલે કે શુભ ને અશુભભાવ ઘોર સંસારનું મૂળ છે. દયા-દાન આદિના રાગથી પણ ભિન્ન આત્માનું ધ્યાન-એ સિવાયનો જે કોઈ વિકલ્પ તે ઘોર સંસારનું મૂળ છે.” -શ્રી “પરમાગમસાર' | પર૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320